________________
(૧૨)
છે. “જિન પ્રતિમા જિન સારિખી” એવું તાર્કિકશિરેમણિ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી મહારાજ ફરમાવે છે, એટલે તીર્થકર દેવની પ્રતિમા તીર્થકરતુલ્ય છે. વિચરતા તીર્થકર ભગવાનને જેવી રીતે ઈન્ડોસરખા બહુમાનથી પૂજતા હતા, તેવી રીતે પ્રભુની મૂર્તિ બહુમાન, આદર તથા ભકિતને યોગ્ય છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપે પરમાત્મા પૂજવા લાયક છે.
પ્રતિમાપૂજનથી થતા ફાયદા -
પ્રતિમાને પૂજવાથી તીર્થકર દેવ પ્રત્યેની કૃતજ્ઞતાનું પાલન થાય છે. હૃદયમાં શુભ ભાવ પ્રગટ થાય છે. તીર્થંકર દેવની સ્મૃતિ થાય છે. તેમના પવિત્ર અને ઉચ્ચ આદર્શ જીવનને તથા અનંત ગુણો અને ઉપકારને ખ્યાલ આવે છે. એમની વીતરાગતાનું ભાન થવા સાથે એમના પર ચોળમછરીને પ્રેમ જામે છે. મેહની જડ ઉખેડી નાખવા માટે પ્રબળ જેમ તથા પુરુષાર્થ કરવાનું અનુપમ પ્રેરણા બળ મળે છે. અશુભ ભાવ નામશેષ બની જાય છે. શુભ અધ્યવસાયને ધારાવાહી પ્રવાહ સતત ચા રહે છે. આત્મા પુગલદશમટી આત્મદર્શ બને છે. પ્રભુની આંતરશત્રુ કચર વાની શૂરવીરતા, ગંભીરતા, સહનશીલતા, ઉદારતા વિગેરે ગુણોને ખ્યાલ આવવા સાથે પિતાની વિષય પરવશતા, પાયામાં ચકચૂરતા, સંજ્ઞા તથા ગારમાં મશગુલતા વિગેરે દુર્દશાઓનું ભાન થાય છે. પિતાની બહુબહુ અધમતાનું આંતરદર્શન પ્રગટ થાય છે. જિન ચૈત્ય અને જિન પ્રતિમાને નહિ માનનાર વગર બિચારે પ્રતિમાના દર્શન, વંદન તથા પૂજનના અમૂલ્ય લાભથી ઠગાય છે. અને પરિણામે ભવસાગરમાં લે છે. પ્રતિમાના. દર્શનથી દૂષિત એટલે પાપને ખંસ, વંદનથી ઈટ વસ્તુઓની પ્રાપ્તિ, અને પૂજનથી એશ્વર્યાને લાભ થાય છે. તે પ્રતિમાના ચરણે કુસુમાંજલિનું અર્પણ કરવાથી ભવ્ય છે પિતાના પાપને ખાળી નાખે છે. પાપમાત્રનો વંસ એ જિન પ્રતિમાના પૂજનનું ફળ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com