________________
શ્રી શાંતિનાથ પ્રભુને કુસુમાંજલિથી પૂજા -
યણ સિંહાસન જિન થાપીજે, કુસુમાંજલિ પ્રભુ ચરણે રિજે
કુસુમાંજલિ મેલે શાંન્તિ જિર્ણદ–૬ કુસુમાંજલિ સમર્પણનું અમેઘફળ -
જિણતિહું કાલસિધ્ધની, પડિમાગુણભંડાર તસુચરણે કુસુમાંજલિ, ભવિકારતહરનાર,
સાચા નાથ તરીકે બની શક્યા નથી. પુષ્પો પણ વિવિધ પ્રકારના, સુગં. ધિદાર, સુશોભિત અને તાજાં લાવી જગતના નાથની કુસુમાંજલિ દ્વારા પૂજા કરવી જોઈએ. કારણ કે કરમાયેલા વાસી અને હલકાપુથી પૂજા કરવામાં પ્રભુની આશાતના થાય છે.
રત્નના સિંહાસન પર પ્રભુને પધરાવવા. પ્રભુના ચરણે કુસુમાંજલિ અર્પવી. તે અર્પતા શાતિનાથ પ્રભુનું નામેચ્ચારણ કરવું. અર્થાત હવે શાન્તિનાથ પ્રભુને કુસુમાંજલિ ચઢાવો.
પરમાત્મા તે નાથના પણ નાથ છે, પૂજ્યના પણ પૂજ્ય છે અને ચક્રવતિના પણ ચક્રવર્તિ છે; તેથી ત્રિભુવનનાથની પૂજા ઉત્તમ અને મહાન કિંમતી પદાર્થોથી કરવી જોઈએ. રત્નના સિંહાસન પર પધરાવેલા પ્રભુની ઉપાસનાથી રત્નરૂપ માટીની માયાના રંગ સરી જાય છે, અને પ્રભુની માયાના રંગથી પૂજક રંગાય છે.
ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ એમ ત્રણ કાળના જિનેશ્વર ભગવંત તથા સિદ્ધ પરમાત્માની પ્રતિમા, ગુણના ખજાનારૂપ છે. તે પ્રતિમાના ચરણે અપેલી કુસુમાંજલિ ભવ્ય જીવોના પાપ નાશ કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com