________________
(ર)
તીર્થકરનામકર્મની નિકાચના તથા શ્રી તીર્થકર દેવનું ચ્યવન કલ્યાણક –
તીર્થકર બનવાના પૂર્વના ત્રીજા ભવે પ્રભુ ચોથા સમ્યકત્વ ગુણ સ્થાનકમાં ઓતપ્રેત થયેલા હોય છે તેમજ તે ભવમાં ચારિત્ર અંગીકાર કરી તેના સુખમાં ખૂબ રમણતા કરે છે. વિશસ્થાનકમાં કેઇ એક, બે, ત્રણ અથવા વિશે સ્થાનકની તપશ્ચર્યા તપવા દ્વારા વિધિપૂર્વક આરાધના કરે છે. વિશસ્થાનકની આરાધના કરતાં કરતાં પ્રભુ ચિત્તમાં એવી ઉત્કૃષ્ટ ભાવદયા ઉદ્ભસાવે છે. (જગતના જીવોની નિરાધાર અને દુખિત દશાને નિહાળી એવા ઉત્તમ કરૂણામય અધ્યવસાયમાં આરૂઢ બને છે) કે "કયારે મારામાં એવી તાકાત આવી જાય કે કર્મના ઉપદ્રવથી પીડાતા જગતના સર્વ જીવોને જિન શાસનના સંયા બનાવી દઉં ! અર્થાત તમામ પ્રાણુઓને ભવસાગરથી ઉધરવા મોક્ષમાર્ગને પથિક બનાવી દઉં' એ ભાવદયાને પવિત્ર રસ આત્મામાં પૂર્ણતાની પરાકાષ્ઠાએ પહોંચી જવાથી ત્યાં તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કરે છે. એટલે અવશ્ય જોગવવા
બનાવે છે. પછી ત્યાં સરાગ ચારિત્રનું યથાર્થ પાલન કરી આયુની પૂર્ણાહુતિ થયા બાદ વચમાં એક દેવને ભવ કરી, ત્યાંથી ચવીને પાંચ ભરત, પાંચ રાત્રત, પાંચ મહાવિદેહ એ પંદર ક્ષેત્રમાંથી કોઈ પણ એક ક્ષેત્રમાં મધ્યખંડના આર્યદેશમાં રાજકુલમાં અવતરે છે. ત્યાં પણ રાજાની પટરાણીની કુક્ષિમાં અવતરે. જેમ માનસરોવરમાં હંસ શમે. તેમ માતાની કુક્ષિમાં આ ગુણનિધિ પ્રભુ શોભે છે. જ્યારે પ્રભુ માતાના ઉદરમાં પધારે છે ત્યારે માતા સુખાકારી પલંગમાં પહેલા હોય છે. ત્યાં હજી રાત્રિ બાકી હોય છે અને માતા ચૌદ મહાસ્વનિને આકાશમાંથી ઉતરતા દેખે છે. તીર્થંકર પ્રભુના ભવાની ગણતરી સમ્યકત્વ પામ્યા પછી કરાય છે. એમાં કેટલાય તીર્થકર દેને સમ્યકત્વ પછીના બે ભવમાં તીર્થંકરપદ મળે છે. તીર્થંકરપણું ઉપાર્જાવનાર સમ્યકત્વને વરાધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com