Book Title: Jain Vartao 06 Author(s): Harilal Jain Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દર્શનકથા : ૫ અને યોગ્ય વર શોધવા માટે પુરોહિતને મોકલ્યો. ધર્મમાં તેમજ કુળ અને સંપદામાં આપણા જેવા હોય-એવા ઉત્તમ ઘરની શોધ કરવાની આજ્ઞા કરીને પુરોહિતને વિદાય કર્યો. એવા ઘર અને વરની શોધમાં દેશોદેશ ફરતાં ફરતાં તેને છ મહિના તો વીતી ગયા. પછી શું થયું? તે કહે છે: મનોવતીની બુધસેન સાથે સગાઈ મનોવતીને માટે યોગ્ય વર શોધવા દેશોદેશ ભમતાંભમતાં તે પુરોહિત અવંતિદેશના વલ્લભીપુર નગરમાં આવી પહોંચ્યો. દેવપુરી જેવી એ નગરીને દેખતાં તે ઘણો આનંદિત થયો. ત્યાં ઠેરઠેર માણેક-મોતીની ઝાલર ઝૂમતી હતી, ને મુક્તાફળ તથા સુવર્ણમુદ્રાના ઢગલા નજરે પડતા હતાં. મોટાંમોટાં જિનમંદિરો સુવર્ણના કળશોથી ને મણિરત્નોથી શોભી રહ્યાં હતાં. ઉત્તમ રાજા ત્યાં રાજ કરતો હતો ને જૈનધર્મપાલક ઉત્તમ શ્રાવકો તે નગરીમાં વસતા હતા, તેમાં સોમદત્ત નામના શેઠ વિશેષ ધનવાન હતાં, તેમને હેમશ્રી સ્ત્રી અને સાત પુત્રો હતાં. તેમાં છે પુત્રોના તો વિવાહ થઈ ગયા હતા, ને સૌથી નાનો પુત્ર બુધસેન હજી કુંવારો હતો; તે પ્રવીણ અને રૂપવાન હતો. એને જોતાં પુરોહિતને વિચાર થયો કે આ યોગ ઉત્તમ છે, મનોરમાને માટે આ બુધસેન બધી રીતે યોગ્ય છે. આમ વિચારીને તે પુરોહિતે સોમદત્ત શેઠને વાત કરી કે હસ્તિનાપુરીના મહારથ શેઠ તેમની પુત્રી મનોવતી આપના પુત્ર બુધસેનને આપવા ચાહે છે. એ વાત સાંભળીને સોમદત્ત શેઠ બહુ ખુશી થયા ને તેમણે પોતાની સંમતિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86