________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ : દર્શનકથા સુદ બીજે ' પરમ ભક્તિપૂર્વક જિનમંદિરની વેદી પર જિનેન્દ્રભગવાનને બિરાજમાન કર્યા. સર્વત્ર જયજયકાર છવાઈ રહ્યો, ચારેકોર મંગળ વાજાં વાગવા માંડ્યાં. આમ જિનેન્દ્રભગવાનની પ્રતિષ્ઠા થતાં મનોવતીને અપાર આનંદ થયો. વીતરાગ જિનબિંબ સન્મુખ ચૈતન્યધ્યાનની ફુરણા થતાં તે સમ્યગ્દર્શન પામી.
આઠ દિવસનો ઉત્સવ પૂર્ણ થતાં નવમા દિવસે યાત્રિકોને સન્માનપૂર્વક વિદાય આપી. હસ્તિનાપુર તથા વલ્લભીપુરના યાત્રિકોને થોડા દિવસ વધુ રોકીને હર્ષથી વિદાય આપી. સૌ યાત્રિકો પોતપોતાના ગામ જઈને પ્રતિષ્ઠા-મહોત્સવના આનંદની ચર્ચા કરવા લાગ્યા.
यह विधिसों जिनभवनकी करी प्रतिष्ठा सार। धन्य जन्म तिनको अबै, धन्य तिनको अवतार।।
હવે આ કથાને અહીં ઊભી રાખીને ચાલો આપણે વલ્લભીપુર (કુંવરના મૂળ ગામમાં) જઈએ અને ત્યાં શું બન્યું તે જોઈએ.
વલ્લભીપુરમાં પુનરાગમન વલ્લભીપુરના યાત્રિકો પોતાની નગરીમાં પહોંચ્યા અને ત્યાં જઈને રાજાને વાત કરી કે હે મહારાજ! રત્નપુરીમાં જેણે આ મોટો પ્રતિષ્ઠામહોત્સવ કરાવ્યો તે તો આપણી નગરીના હેમદત્ત શેઠનો જ પુત્ર બુધસેન છે. ગજમોતીના ભંડાર એના ઘરમાં ભર્યા હતા; તેની સ્ત્રીને ગજમોતી વડે ભગવાનની પૂજાની પ્રતિજ્ઞા હતી. જ્યારે આપે ગજમોતી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com