Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 60
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૬ : દર્શનકથા જૈનધર્મનો મહિમા ફેલાઈ ગયો, હજારો-લાખો જીવોએ બહુમાનથી જૈનધર્મ અંગીકાર કર્યો. ચારેકોર યાત્રિકોની ભીડનો તો પાર ન હતો. યાત્રિકોને અનેક પ્રકારે સન્માન કર્યું ને ઘણું વાત્સલ્ય બતાવ્યું. આ રીતે પ્રતિષ્ઠા-મહોત્સવનો આનંદકારી મેળો ભરાયો. અને જિનમંડપની શોભા કેવી હતી તે હવે સાંભળો. બાવન ગજની વેદીકા ઉપર સોનાનું હીરાજડિત ઉત્તમ સિંહાસન હતું, ચારેકોર મખમલ અને કિનખાબના ઉત્તમ ચંદરવા બાંધ્યા હતાં, મોતીના માંડલા પૂર્યા હતાં ને ગજમોતીના ચોક પૂર્યા હતાં. સુવર્ણના વેદીમંડપ ઉપર બાવન આંગળની મોતીની ઝાલર લટકતી હતી, ને ઠેરઠેર હીરા-માણેક જડ્યા હતાં. | જિનમંદિરમાં પાર્શ્વનાથ પ્રભુની રત્નમય જિનપ્રતિમા સ્થાપી હતી; એ પ્રતિમા ઘણી મોટી હતી ને ચૌમુખી હતી. ચારે બાજુથી તેની પૂજા થતી હતી. પૂજન કરનારા નરનારીઓના હાથની આંગળીમાં રત્નજડિત મુદ્રા હતી ને ગળામાં ગજમોતીના હાર હતા; શિર પર સુવર્ણમુગટ અને કપાળમાં કેશરનાં તિલક શોભતાં હતાં. આવા ઠાઠસહિત ઈન્દ્રધ્વજ મહાપૂજન ચાલતું હતું. પૂજનમાં ઉત્તમ પ્રકારના અષ્ટદ્રવ્યના ઢગલેઢગલા ચઢતા હતાં, ધૂપઘટમાં જાણે પાપ બળીને ભસ્મ થતાં હતાં, છત્ર અને ચામરથી જિનપ્રતિમા મનોહર લાગતા હતાં. છડીદાર હાથમાં સોનાની છડી લઈને ઊભા હતા. અનેક જાતનાં મંગલવાજાં ને નોબત વાગતાં હતાં, ઝાલર-ઘંટા વાગતાં હતાં ને ભક્તજનો જયજયકાર કરતા હતાં. દિવસે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86