________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬)
શ્રેણીકરાજાએ ઘણી ભક્તિથી ભગવાનના દર્શન કર્યા; અને ક્ષાયિક સમ્યકત્વ પામ્યા, તથા તીર્થંકર નામકર્મ બાંધ્યું.
એવામાં આકાશમાંથી એક દેવ ઊતરીને ઘણી ભક્તિથી ભગવાનના દર્શન કરવા લાગ્યો. એના મુગટમાં દેડકાનું નિશાન હતું.
એને દેખીને શ્રેણીકને આશ્ચર્ય થયું ને ભગવાનને પૂછયુંહે નાથ ! આ દેવ કોણ છે?
ત્યારે ભગવાનની વાણીમાં એમ આવ્યું કે એ તારી રાજગૃહીનગરીના નાગદત્ત શેઠનો જીવ છે; તે શેઠ મરીને દેડકું થયેલ, તેને તેનો પૂર્વભવ યાદ આવ્યો હતો અને તે તારી સાથે મોઢામાં ફૂલ લઈને દર્શન કરવા આવતું હતું. ત્યાં વચ્ચે તારા હાથીના પગ નીચે કચરાઈને મરી ગયું ને મરીને દેવ થયું. ત્યાં અવધિજ્ઞાનથી તેને ખબર પડી કે ભગવાનના દર્શન-પૂજનની ભાવનાના પ્રતાપે હું દેડકામાંથી દેવ થયો છું, એટલે તે અહીં આવીને તારી સાથે દર્શન પૂજન કરી રહ્યો છે.
ભગવાનના શ્રીમુખથી આ વાત સાંભળીને એ દેવને ઘણો હર્ષ થયો ને ભગવાનનો ઉપદેશ સાંભળીને તે પણ સમ્યગ્દર્શન પામ્યો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com