Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ
ભાગ-૬
આત્મા સ્વતંત્ર સુખ ધામ છે.
સુખ આત્મામાં છે,
તા
.
કવિ ભારમલ્લજી કૃત “દર્શનકથા”
તથા દેડકાની વાર્તા અને વાંદરાની વારતા ચોથી આવૃત્તિ
વીર સં. ૨૫૧૩ કુલ પ્રત દશ હજાર
ફાગણ સુદ ૨
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
s
RE.
णमो अरिहंताणं નમો સિદ્ધાળ | णमो आइरियाणं । णमो उवज्झायाणं ।
णमो लोए सव्वसाहूणं । બાળકોને ધર્મના સંસ્કારો આપે એવી વાર્તાઓ ખૂબ જ ગમે છે; તેથી જૈનધર્મની વાર્તાઓનો આ છઠ્ઠો ભાગ પ્રસિદ્ધ થાય છે. અગાઉ જુદા પુસ્તકરૂપે છપાયેલી વાર્તાઓ આ શ્રેણીમાં લીધી છે; ને વિવિધ ધર્મકથાઓ દ્વારા આ શ્રેણી આગળ ચલાવવા ભાવના છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Meena S. Shah, London, UK who has paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Jaindharma ni Vartao Part - 6 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History Date
Changes
Version Number
001
14 Dec 2002
First electronic version.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
- મંગલ પ્રાર્થના -
રા
અરિહંત મારા દેવ છે,
સાચા એ વીતરાગ છે. જગતને એ જાણે છે,
મુક્તિમાર્ગ પ્રકાશે છે.... અરિહંત) જ્યાં સમ્યક દર્શન-શાન છે,
ચારિત્ર વીતરાગ છે, એવો મુક્તિ-મારગ છે,
મારા પ્રભુ દેખાડે છે.. અરિહંત, અરિહંત તો શુદ્ધ-આત્મા છે,
પણ એના જેવો છું, અરિહંત જેવો આત્મા જાણી,
મારે અરિહંત થાવું છે... અરિહંત, [ પ્રભુના દર્શન વખતે આ સ્તુતિ બોલી શકાય.]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨) * ભગવાનના દર્શનનો મહિમા |
નમું દેવ અરિહંતને, શ્રી જિનવાણી માત, નમું ગુરુ નિગ્રંથને, આનંદ-મંગલ દાત. શ્રી દેવ-ગુરુના સમરું પાય,
| દર્શનકથા કહું મન લાય. દર્શન જિનવરનાં બહુ સાર,
દર્શન કરો સહુ નરનાર. પહેલાં શ્રી જિનદર્શન કરો,
કાર્ય સહુ પછી જ સંભારો. જે જિનદર્શન કરે નિત સાર,
ધન્ય જન્મ તેનો અવધાર. ઉદર ભરે જિનદર્શન વિન,
જાણો નર તે બુદ્ધિવિહીન. દર્શન વિણ જીવન ધિક હોય,
તેથી દર્શ કરો સહુ કોય. દર્શપ્રતિજ્ઞા મનોવતી ધારી,
થઈ કથા તેની સુખકારી. સુણો ભવિજન ચિત્ત લગાય,
જાસ થકી સહુ વિધ્ર નશાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩) * કથા-પ્રારંભ -
-
IEા' G
!
UTUR
T
+
,
E
૧
છે
ભગવાન જિનેન્દ્રદેવના દર્શન એ દરેક જૈન શ્રાવકનું હંમેશનું પ્રથમ કર્તવ્ય છે. મનોવતીએ ભગવાન જિનેન્દ્રદેવના દર્શનની પ્રતિજ્ઞા કરીને કેવા ઉત્તમ પ્રકારે તેનું પાલન કર્યું –એની ભક્તિભરી કથા શરૂ થાય છે. આ કથા સૌને જિનેન્દ્રદર્શનની પ્રેરણા જગાડનારી છે. જુમો રિહંતાણં એમ જિનેન્દ્ર ભગવાનને નમસ્કાર કરીને આ કથા વાંચવી શરૂ કરો.
હસ્તિનાપુરીમાં ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામની સુંદર નગરી છે. સ્વર્ગપુરી જેવી એની શોભા છે; શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ એ ત્રણે ચક્રવર્તી-તીર્થકરો, તેમ જ બીજા અનેક મોક્ષગામી મહાપુરુષો આ હસ્તિનાપુરીમાં થયા છે. શ્રેયાંસકુમારે ઋષભ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૪ : દર્શનકથા
દેવ ભગવાનને વર્ષીતપનું પારણું આ નગરીમાં જ કરાવ્યું હતું; ૭૦૦ મુનિઓના સંઘની રક્ષા વિષ્ણુકુમારે આ નગરીમાં જ કરી હતી; પાંચ પાંડવ ભગવંતો પણ અહીં જ થયા હતાં. એવી આ પવિત્ર નગરી બાર યોજન વિસ્તારમાં અનેક બાગબગીચાથી શોભી રહી છે. ત્યાં મોટામોટા અનેક મહેલો છે, ને ઉત્તમ શ્રાવકજનો ત્યાં વસી રહ્યા છે. નગરીની મધ્યમાં વિશાળ જિનમંદિર છે અને સોનાનાં કળશથી તેનું શિખર ઝળકી રહ્યું છે.
તે હસ્તિનાપુરીમાં યશોધર રાજા રાજ્ય કરે છે; તે ન્યાયવંત છે અને ચારે તરફ તેનો યશ ફેલાઈ રહ્યો છે. તેમના રાજમાં મહારથ નામના એક શેઠ રહે છે, તે જૈનધર્મના મહાન ભક્ત છે અને પુણ્યના ઉદયથી તેમના ઘરે લક્ષ્મીનો પાર નથી. બાવન કરોડ સોનામહો૨થી એનો ભંડાર ભર્યો છે એના મહેલ ૫૨ બાવન ધજા ફરકે છે. તેની સ્ત્રીનું નામ મહાસેના છે, તે પણ શીલવાન અને ગુણવાન છે. તેમને ત્યાં દેવકન્યા જેવી એક દીકરી થઈ, એનું નામ મનોરમા અથવા મનોવતી.
મનોરમા રૂપવંતી અને ગુણવંતી છે. તે આઠ વર્ષની થતાં વિદ્વાન પાસે ભણવા લાગી અને થોડા જ વખતમાં અનેક વિધાઓ ભણી લીધી, શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો. એના મુખથી વિદ્યાની ચર્ચા સાંભળીને માતાપિતા આનંદિત થતાં. બીજનાં ચંદ્રની જેમ વધતાં વધતાં મનોરમા સોળ વર્ષની થઈ, ત્યારે તેના વિવાહ માટે માતાપિતાને ચિન્તા થઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૫ અને યોગ્ય વર શોધવા માટે પુરોહિતને મોકલ્યો. ધર્મમાં તેમજ કુળ અને સંપદામાં આપણા જેવા હોય-એવા ઉત્તમ ઘરની શોધ કરવાની આજ્ઞા કરીને પુરોહિતને વિદાય કર્યો. એવા ઘર અને વરની શોધમાં દેશોદેશ ફરતાં ફરતાં તેને છ મહિના તો વીતી ગયા. પછી શું થયું? તે કહે છે:
મનોવતીની બુધસેન સાથે સગાઈ મનોવતીને માટે યોગ્ય વર શોધવા દેશોદેશ ભમતાંભમતાં તે પુરોહિત અવંતિદેશના વલ્લભીપુર નગરમાં આવી પહોંચ્યો. દેવપુરી જેવી એ નગરીને દેખતાં તે ઘણો આનંદિત થયો. ત્યાં ઠેરઠેર માણેક-મોતીની ઝાલર ઝૂમતી હતી, ને મુક્તાફળ તથા સુવર્ણમુદ્રાના ઢગલા નજરે પડતા હતાં. મોટાંમોટાં જિનમંદિરો સુવર્ણના કળશોથી ને મણિરત્નોથી શોભી રહ્યાં હતાં. ઉત્તમ રાજા ત્યાં રાજ કરતો હતો ને જૈનધર્મપાલક ઉત્તમ શ્રાવકો તે નગરીમાં વસતા હતા, તેમાં સોમદત્ત નામના શેઠ વિશેષ ધનવાન હતાં, તેમને હેમશ્રી સ્ત્રી અને સાત પુત્રો હતાં. તેમાં છે પુત્રોના તો વિવાહ થઈ ગયા હતા, ને સૌથી નાનો પુત્ર બુધસેન હજી કુંવારો હતો; તે પ્રવીણ અને રૂપવાન હતો. એને જોતાં પુરોહિતને વિચાર થયો કે આ યોગ ઉત્તમ છે, મનોરમાને માટે આ બુધસેન બધી રીતે યોગ્ય છે. આમ વિચારીને તે પુરોહિતે સોમદત્ત શેઠને વાત કરી કે હસ્તિનાપુરીના મહારથ શેઠ તેમની પુત્રી મનોવતી આપના પુત્ર બુધસેનને આપવા ચાહે છે. એ વાત સાંભળીને સોમદત્ત શેઠ બહુ ખુશી થયા ને તેમણે પોતાની સંમતિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ : દર્શનકથા આપી. તરત નગરજનોને બોલાવ્યા ને અનેક નારીઓ મંગલગીત ગાવા લાગી, સજ્જનોનું સન્માન કર્યું ને યાચકોને દાન દીધું જિનમંદિરમાં ધામધૂમથી મોટી પૂજા રચાવી અને શુભ મુહૂર્ત કુંવરને તિલક કર્યું. પછી ઘણું ધન વગેરે ભેટ આપીને પુરોહિતજીને વિદાય કર્યા. ત્યાંથી શીધ્ર રવાના થઈને પુરોહિતજી થોડા જ દિવસમાં હસ્તિનાપુર પહોંચ્યા અને શેઠજીને બધો વૃત્તાંત જણાવ્યો. તે સાંભળીને શેઠને ઘણો હર્ષ થયો, અને આ સંબંધની સૌએ પ્રશંસા કરી.
આ રીતે મનોવતીની સગાઈ થઈ. ત્યારપછી કથા આગળ ચાલતાં શું બન્યું? તે હવે કહે છે:
મનોવતીએ જિનદર્શનની પ્રતિજ્ઞા લીધી
જ્યારે મનોવતીએ સગાઈની વાત જાણી અને હવે અલ્પકાળમાં વિવાહ થશે એમ લાગ્યું, ત્યારે એક દિવસ શ્રી જિનધરમુનિરાજનું તે નગરીમાં આગમન થયું. હજારો નગરજનો મુનિરાજનાં દર્શન કરવા ઊમટયા. મનોવતી પણ ભક્તિપૂર્વક મુનિરાજના દર્શન કરવા ગઈ... અહીં, વીતરાગી સંત, મોક્ષના સાધક, સંસારના ત્યાગી, એમનાં દર્શન કરતાં ને એમનો ચૈતન્યરસઝરતો ઉપદેશ સાંભળતાં મનોવતીને અપાર હર્ષ થયો. મુનિરાજે શ્રી અરિહંત દેવનું સ્વરૂપ સમજાવ્યું, તથા હંમેશાં તેમના દર્શન કરવાનો ને શાસ્ત્ર-સ્વાધ્યાયનો ઉપદેશ દીધો. તે સાંભળીને મનોવતીએ ભક્તિપૂર્વક કહ્યું : હે કરુણાનિધિ મુનિરાજ! મારી એક અરજ સાંભળો.... મને કોઈ એવું વ્રત આપો કે જેથી મારો જન્મ સફળ થાય... ને મારી ધાર્મિકભાવનાને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૭ પોષણ મળ્યા કરે. મનોવતીની એ વાત સાંભળીને મુનિરાજે વત્સલતાથી કહ્યું : બેટી, જૈનધર્મના ઊંચા સંસ્કારથી તારું જીવન ધન્ય બન્યું તેં જિનવ્રતની માગણી કરી તો તું ઉત્તમ પુષ્પાંજલિવ્રત ધારણ કર અને એ જિનવ્રતને તું દર્શનપ્રતિજ્ઞા સહિત અંગીકાર કર; એ જિનેન્દ્રદર્શન મહાન સુખકાર છે; જિનધર્મ વગરનું જીવન ધિક્કાર છે. ભગવાનના દર્શન વગરના માનવી તો પશુસમાન છે.
મુનિરાજની એ વાત સાંભળીને મનોવતીએ વિનયપૂર્વક કહ્યું : હે સ્વામી! હું દર્શનપ્રતિજ્ઞા અંગીકાર કરું છું... પ્રભો, હું હંમેશ જિનેન્દ્રદેવના દર્શન કરું અને ગજમોતી ચઢાવીને એમનું પૂજન કરું -ત્યાર પછી જ ભોજન કરું-એ મારી પ્રતિજ્ઞા છે, તેમાં આપ સાક્ષી છો. મુનિરાજે આશીર્વાદપૂર્વક એ પ્રતિજ્ઞા આપી. અહીં, ૧૬ વર્ષની કન્યા જીવનભર જિનેન્દ્રદર્શનની આવી પ્રતિજ્ઞા કરે છે.. એને સંદેહ નથી ઊઠતો કે ગજમોતી જેવા ઊંચા મોતી જીવનભર મને ક્યાંથી મળશે? એને તો જૈનધર્મનો અને જિનેન્દ્ર-ભક્તિનો રંગ છે. એ લગનીના જોરે જિનેન્દ્રદર્શનની નિઃશંક પ્રતિજ્ઞા લીધી. મનોવતીએ ઉચ્ચ ભાવનાથી આવી દર્શનપ્રતિજ્ઞા અંગીકાર કરી તે દેખીને હજારો શ્રાવકજનો પ્રસન્ન થયા ને ધન્ય... ધન્ય કહી તેની પ્રશંસાપૂર્વક પોતે પણ દર્શનપ્રતિજ્ઞા લીધી.
ઘરે જઈને મનોવતીએ દર્શનપ્રતિજ્ઞાની વાત માતાપિતાને કહી. તે સાંભળીને પિતાએ કહ્યું : બેટી! તે દર્શનપ્રતિજ્ઞા લીધી એ તો બહુ સારું કર્યું, પણ સાથે ગજમોતી ચઢાવીને પછી જ ભોજન કરવું-એવી જે પ્રતિજ્ઞા કરી, તેનું પાલન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮ : દર્શનકથા કરવું મુશ્કેલ પડશે. કેમકે અહીં આપણા ઘરે તો ગજમોતીના ઢગલા છે એટલે તું રોજરોજ આનંદથી ભગવાનના દર્શન કર ને ગજમોતીના પૂંજ ચઢાવ, તેમાં કાંઈ હરકત નહિ આવે; પરંતુ
જ્યારે તું સાસરે જઈશ ત્યારે તારી ગજમોતીની પ્રતિજ્ઞા નિભાવવી કઠણ પડશે. ત્યારે પુત્રી બોલી : પિતાજી! પુણ્યોદયથી એ પણ મળી રહેશે. ગમે તેવી મુશ્કેલીમાં પણ લીધેલી પ્રતિજ્ઞા છોડાય નહિ. શ્રી મુનિરાજની સાક્ષીમાં મેં જે દર્શનપ્રતિજ્ઞા લીધી છે તે પ્રતિજ્ઞા પ્રાણ જાય તો પણ હું નહિ છોડું.
अब जो दर्शप्रतिज्ञा लई, श्री मुनिवरकी साक्षी दई। प्राण जाय तो जावे सोय, लई प्रतिज्ञा तजे न कोय।।
-આ પ્રમાણે મનોવતીએ દર્શનપ્રતિજ્ઞા કરી અને તેની સગાઈ પણ થઈ. દર્શનપ્રતિજ્ઞા વડે જિનેન્દ્રભગવાન સાથે લગની લગાડીને ધર્મનું સાચું સગપણ કર્યું ને લૌકિક સગપણ વલ્લભીપુરના કુમાર બુધસેન સાથે થયું.
હવે કુંવર બુધસેન અને મનોવતીના વિવાહની ધામધૂમથી તૈયારી થવા લાગી; તિલકનો દિવસ આવી પહોંચ્યો, ત્યારે વલ્લભીપુરથી વિશાળ જાન સાથે બુધસેને પ્રસ્થાન કર્યું અનેક હાથી, ઘોડા, રથ અસવાર તથા વાજિંત્રો સહિત જાન શોભતી હતી. ચાલતાં ચાલતાં થોડા દિવસોમાં તે જાન હસ્તિનાપુરી આવી પહોંચી, અને ત્યાં બગીચામાં ડેરા-તંબુ નાંખ્યા, ડંકાનિશાન વાગવા માંડ્યા, ને ધજાઓ ફરકી રહી. મહારથ શેઠ અને સમસ્ત નગરજનોએ ધામધૂમથી ઘણી આગતા-સ્વાગતા કરી, પસ ભોજન જમાડયાં. જાન દરવાજે આવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૯
પહોંચી; ત્યાં અપાર શોભા હતી. કંચનના કલશથી ને ગજમોતીના હારથી, તેમ જ ઉત્તમ વસ્ત્રો વગેરેની ભેટથી સન્માન કર્યું. ત્રણ દિવસ જાનને રાખીને ચોથા દિવસે વિદાય આપી. વિદાયપ્રસંગે પિતાએ મનોવતીને શિખામણ આપતાં કહ્યું
2-74
· બેટી! તું ઉત્તમ કુળની મર્યાદાથી વર્તજે, તારાથી મોટા હોય તેમના પ્રત્યે વિવેકથી વર્તજે અને સાસુની આજ્ઞા માથે ચડાવજે. તથા જિનેન્દ્રદેવના દર્શનની જે પ્રતિજ્ઞા લીધી છે તેનું દઢપણે પાલન કરજે
जिनवरदर्शप्रतिज्ञा लई, सो दृढ कर पालो तुम सही । इहविध तात सीख जब दई, सुन्दरि चित्तमें सब धर लई ||
ત્યારબાદ બુધસેનકુમારની જાન હસ્તિનાપુરથી વિદાય થઈને વલ્લભીપુર આવી પહોંચી. ત્યાં સૌથી પહેલાં જિન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ : દર્શનકથા મંદિરે જઈને નવદંપતીએ જિનેન્દ્રદેવને નમસ્કાર કર્યા, તથા અષ્ટવિધ પૂજા કરી. પછી નવવધૂ ઘરે આવતાં સ્ત્રીઓએ મંગલગીત ગાયા. યાચકજનોને ખૂબ દાન દીધું અને સજ્જનોનું સન્માન કર્યું.
આ રીતે બુધસેન સાથે મનોવતીના વિવાહ થઈ ગયા. ત્યાર પછી કથા આગળ વધતાં શું બન્યું? તે સાંભળો.
દર્શન-પ્રતિજ્ઞાનું પાલન પુત્રના લગ્નની ખુશાલીમાં સોમદત્ત શેઠ નગરમાં નોતરું ફેરવ્યું ને સર્વે સાધર્મીઓને જમવા નિમંત્ર્યાં. નગરજનો તથા કુટુંબપરિવાર ઉત્તમ પસ ભોજન જમી રહ્યા, છેલ્લે ઘરની સ્ત્રીઓ બાકી રહી. ત્યારે સાસુએ આવીને મનોવતીને ભોજન માટે બોલાવતાં કહ્યું : વહુ બેટા! ચાલો, ભોજન કરી લ્યો, ને બધાંનાં મનને આનંદિત કરો.
ત્યારે મનોવતી મનમાં વિચારે છે કે મેં તો સુખકાર એવી જિનદર્શનપ્રતિજ્ઞા લીધી છે
सुंदरी मनमें करत विचार, दर्शनप्रतिज्ञा लई सुखकार। गजमोतीके पुंज चढाय, तबही भोजन करुं बनाय।।
જિનેન્દ્ર ભગવાનના દર્શન કરીને ગજમોતી (અર્થાત બહુમૂલ્ય મોતી) વડે પૂજન કરું પછી જ ભોજન કર્યું. ગજમોતી ચઢાવ્યા વગર ભોજન કરું તો તો પ્રતિજ્ઞાભંગ થાય; એ તો ઠીક ન કહેવાય. અને અહીં ગજમોતી નજરે પડતાં નથી; એ મંગાય તો કેમ ? આમ વિચારીને મનોવતીએ મૌન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૧૧ ધારણ કર્યું. તેણે ભોજન ન કર્યું, તેમ જ પોતાના મનનું રહસ્ય પણ પ્રગટ ન કર્યું.
સાસુએ ઘણું કહેવા છતાં મનોવતીએ ભોજન ન કર્યું. ઘણો સમય વીતી જવા છતાં તેણે ભોજન ન કર્યું તેથી સાસુ ત્યાંથી શેઠ પાસે ગઈ અને કહેવા લાગી-હે સ્વામી! આ વહુએ મૌન ધાર્યું છે, તે ભોજન કરતી નથી અને કાંઈ ખુલાસો કરતી નથી, તો આનું કારણ છે? ને હવે શું કરવું? તેનો વિચાર કરો.
ત્યારે શેઠ બોલ્યા-એની સાથે કાંઈ હઠ ન કરવી. એ તો ભોળી અણજાણ લડકી છે, ને અહીં સાસરે તે સંકોચાય છે; જ્યારે તેનો સંકોચ મટશે ત્યારે તે જરૂર ભોજન કરશે.
આ તરફ મનોવતી તો પોતાના વ્રતમાં દઢ છે, ને હૃદયમાં પંચનમસ્કારમંત્રને જપે છે; અન્નનો ત્યાગ કરીને અંતરમાં જિનવરદેવનું રટણ કરે છે. એક દિવસ એમ ને એમ વીતી ગયો ને બીજો દિવસ આવ્યો. સાસુ ફરીને તેની પાસે આવી ને કહેવા લાગી કે-વહુ, ઊઠો ! અને ભોજન કરો; હવે આ સંકોચ છોડીને બધાની સાથે જમો.
ત્યારે મનોવતીએ કાંઈ જવાબ ન આપ્યો, અને બીજો દિવસ પણ એમ ને એમ ભોજન વગર વીતી ગયો.
આથી શેઠે વિચાર કરીને બધાને કહ્યું કે આપણે એક ઉપાય કરો.-મનોવતી ભોજન ન કરે તો આપણે સમસ્ત પરિવાર પણ ભોજન છોડી દો, જેથી તરત સાચી વાત જણાઈ જશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ : દર્શનકથા
શેઠજીની આજ્ઞા પ્રમાણે પરિવારમાં બધાએ ભોજન છોડી દીધું, કોઈએ ભોજન ન કર્યું.-એ રીતે ત્રીજો દિવસ પણ વીતી ગયો.
આખો પરિવાર એક દિવસ ભોજન વગરનો રહ્યો, છતાં મનોવતીએ ભોજન ન કર્યું, પરિવાર ઉપર મહા સંકટ આવી પડયું. ચોથો દિવસ આવ્યો, ત્યારે મનોવતીના પિતાને આ બાબતમાં ખબર મોકલ્યા. એ ખબર સાંભળતાવેંત જ હસ્તિનાપુરથી શેઠે પોતાના પુત્રને ખબર કાઢવા મોકલ્યો.
મનોવતીનો ભાઈ આવી પહોંચતાં જ શેઠ-શેઠાણીએ તેને કહ્યું કે અમારી વાત સાંભળો; તમારા આદર-સત્કારની વિધિ પછી કરશું, પહેલાં તો તમને એક વાત પૂછી લઈએ: તમારી બહેન અહીં આવી ત્યારથી તેણે ભોજન છોડી દીધું છે, ત્રણ દિવસ વીતી ગયા છતાં તેણે ભોજન લીધું નથી, તો તમારી બહેનના હાલ જાણો, અને ભોજન ન કરવાનું કારણ શું છે તે અમને સમજાવો.
એ સાંભળીને ભાઈ તરત જ પોતાની બહેન પાસે ગયો અને નમ્રતાપૂર્વક પોતાની બહેનને પૂછવા લાગ્યો–બહેની ! શા માટે તે મૌન લીધું છે? ને શા માટે ભોજન છોડ્યું છે? લગ્નના આવા આનંદમાં આ સંકટ કેમ ઊભું થયું? તે કહે. ત્યારે મનોવતી પોતાના ભાઈને શું કહે છે?
-: હરિગીત :सुन्दरी तासों तबै बोली, भ्रात अब सुन लीजिये। जिनदर्शकी मैं ली प्रतिज्ञा , मुनिराज कि साक्षी लिये।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૧૩ गजमोतियोंके पुंज लाऊं, जिनराज आगे जगमगें। तब करुं भोजन भ्रात मेरे, जासु फल सब डर भगे।।
મનોવતી કહે છે-હે બધુ! તું સાંભળ! મેં મુનિરાજની સાક્ષીથી જિનદર્શનની પ્રતિજ્ઞા કરી છે કે-ગજમોતી વડે જિનદેવની પૂજા કરું, પ્રભુચરણ-સમીપ ગજમોતી ઝગમગી ઊઠે,
-
*
C
:
દ્વઝ
-
- ST
રમણ
ત્યાર પછી જ ભોજન કરું.-એ જિનદેવની ઉપાસનાથી બધા ભય દૂર થાય છે. પરંતુ, હું મારા ભાઈ ! અહીં તે ગજમોતી મને દેખાતાં નથી, તો હું ભોજન કેમ કરું? આથી મેં મૌન ધારણ કર્યું છે. માટે બીજાં કાંઈ બોલ્યા વગર તું જલદી મને અહીંથી વિદાય કરાવ ને તારી સાથે પિયરમાં લઈ જા. આ વાતનો ભેદ બહાર પાડીશ નહિ. હસ્તિનાપુર પહોંચીને ગજમોતી વડે જિનપૂજા કરીને હું ભોજન કરીશ; તે માટે કાંઈ ચિન્તા નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ : દર્શનકથા
મનોવતીની એ વાત સાંભળીને તેનો ભાઈ તુરત મહેલની બહાર આવ્યો અને શેઠને કહ્યું : કાંઈ ચિન્તા કરવાનું પ્રયોજન નથી; મારી બહેન ભોળી અને અજાણ છે, તે અહીં ઘણી સંકોચાય છે, માટે તેને જલ્દી મારી સાથે વિદાય કરો; હસ્તિનાપુર આવીને તે ભોજન કરશે.
એ સાંભળીને શેઠે કહ્યું-કુમાર! તમારી એ વાત અમારા માનવામાં આવતી નથી, માટે આ ઘરમાં તેને જે કાંઈ દુઃખ હોય તેનો સાચેસાચો ભેદ મને સમજાવો.
ત્યારે કુંવરે કહ્યું : શેઠજી! સાંભળો. સાચી હકીકત એ છે કે મારી બહેને મુનિવરની સાક્ષીથી એવી દર્શનપ્રતિજ્ઞા લીધી છે કે ગજમોતીનો પૂંજ ચઢાવીને અન્તદેવની પૂજા કરે પછી જ તે ભોજન કરે; અને એ મોતી તો અહીં દેખાતા નથી, એટલે તે ભોજન કઈ રીતે કરે?
કુંવરની એ વાત સાંભળતાંવેંત શેઠ મહેલમાં ગયા, ને વહુને પુત્રીસમાન સમજીને, તેની પ્રશંસાપૂર્વક કહેવા લાગ્યાબેટા! તમારી પ્રતિજ્ઞાની આ વાત મને કેમ ન જણાવી? ને અત્યાર સુધી નકામું દુઃખ શા માટે ભોગવ્યું? આપણા ઘરમાં ગજમોતીનો ક્યાં તૂટો છે!
એમ કહીને તરત ભંડારીને બોલાવ્યા ને ભંડાર ખોલાવ્યા. અનેક પ્રકારનાં મોતીના ઢગલા ત્યાં પડ્યા હતા તેમાંથી જાતજાતનાં ગજમોતીના ઢગ બતાવીને શેઠે મનોવતીને કહ્યું-બેટા, અમારાં મહાન ભાગ્ય છે કે તારા જેવી જિનભક્ત વહુ અમારા કુળમાં આવી. જો, આપણા પુણ્યોદયે આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૧૫
મોતીના ભંડાર ભર્યા છે. જિંદગીભર વાપરીશ તો પણ તે ખૂટે તેમ નથી. માટે આમાંથી મનમાનીતા ગજમોતીનો પૂંજ લઈને તું હંમેશા આનંદપૂર્વક જિનેન્દ્રદેવની પૂજા કરજે.
આ વાત સાંભળીને મનોરમાને ઘણો જ આનંદ થયો. રોમરોમ જિનેન્દ્રભક્તિનો ઉલ્લાસ જાગ્યો, ને હર્ષપૂર્વક જિનેન્દ્રદેવના પૂજનની તૈયારી કરવા લાગી.–સ્નાન કરી, ઉત્તમ વસ્ત્રો પહેરી, હાથમાં ગજમોતીનો થાળ લઈ ધામધૂમથી જિનમંદિર તરફ ચાલી; ઘરની બધી સ્ત્રીઓ પણ હર્ષપૂર્વક મંગલગીત ગાતીગાતી તેની સાથે ચાલી
↓
गजमोती करमें लीने, जिनभवन प्रयाण सु किने । जिनदर्श करे अब ताने, मन फूली न अंग समाने ।। જિનમંદિરે જઈને આનંદપૂર્વક ભગવાનની પૂજા કરી
ગજમુક્તા ચોખે બહુત અનોખે લખ નિદોખે પુંજ ધરું, અક્ષયપદ પાઉં ઔર ન ચાહું, કર્મ નશાઉં ચરણ પૂરું; શ્રી જિનવ૨ વંદું મન આનંદું ભવદુઃખદુ ચિત્તધારી, જિન વંદું કોડં ભવદુઃખ છોડ શિવમુખ જોડું સુખ ભારી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ : દર્શનકથા
અહો પ્રભો જિનેન્દ્રદેવ! આપ સર્વજ્ઞ અને પૂર્ણ સુખરૂપ થયા છો, આપના દર્શનથી અમારો આત્મા પવિત્ર થાય છે, આપના સ્વરૂપને ઓળખતાં અમારા આત્મસ્વરૂપની ઓળખાણ થાય છે. આ રીતે આપ અમારા આત્માના આદર્શરૂપ છો... ને ધર્મી જીવના ધ્યેયરૂપ છો.
–આમ ઘણી ભક્તિપૂર્વક પ્રભુનાં દર્શન-પૂજન કરીને મનોવતી હર્ષપૂર્વક ઘરે આવી. જિનદર્શનની પ્રતિજ્ઞા આજે ચોથા દિવસે પૂરી થઈ, એટલે ચોથા દિવસે તેણે ભોજન કર્યું. કુટુંબીજનોએ હર્ષપૂર્વક તેને જમાડી. ધીરજપૂર્વક જે ધર્મનું આરાધન કરે છે તેનું જીવન ધન્ય છે.
આ રીતે ગજમોતી વડે જિનપ્રભુની પૂજા કરીને, દર્શનપ્રતિજ્ઞાનું પાલન કરીને, ચોથા દિવસે ભોજન કરીને સર્વ પરિવારને સંતુષ્ટ કરીને બીજે દિવસે મનોવતી પોતાના ભાઈ સાથે પિયર ગઈ.
મનોવતી પિયર ગયા પછી પાછળથી વલ્લભીપુરમાં શું બન્યું, તેની કથા હવે સાંભળો.
ગજમોતીના હાર માટે રાણીની હઠ મનોવતી તો જિનચરણે ગજમોતીનો ઢગલો ચડાવીને પિયર ગઈ. તે મોતી જિનમંદિરમાં ઝગમગી રહ્યા છે ત્યાં મંદિરની માલણ બાઈ જિનમંદિરમાં આવી, ને ઝગમગતાં મોતીનો ઢગલો જોતાં તે અચંબો પામી : અરે આવો ધનવાન ને મહાન ભક્તિવંત કોણ આવ્યો કે જેણે જિનમંદિરમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૧૭
ગજમોતી ચઢાવ્યાં? એમ વિચારી માલણે તે બધાં મોતી લઈ લીધાં ને ઘરે આવીને માળીને બતાવ્યાં.
આવાં કિંમતી મોતી જોઈને માળીએ કહ્યું. આ તો બહુ કિંમતી ગજમોતી છે, લોકમાં તેની ઘણી પ્રસિદ્ધિ છે; રાજાને ખબર પડશે તો તે આપણી પાસેથી છીનવી લેશે ને ઊલટાં આપણને ચોર ગણશે. માટે આ મોતી આપણા ઘરમાં રાખવા ઠીક નથી. માટે હું માલણ! તું એમ કર કે જેથી આપણને કંઈક ધન મળે. બગીચામાંથી ચંપા-ચમેલીનાં ઉત્તમ ફૂલ લાવીને આ ગજમોતી સાથે તેને ગૂંથીને એક સુંદર હારની રચના કર અને મહારાણીની ડોકમાં તે પહેરાવ, જેથી રાણી પ્રસન્ન થઈને ઈનામ આપશે. બીજા વિચાર છોડીને આ કામ શીઘ્ર કર.
એ વાત સાંભળીને માલણ બગીચામાં ગઈ, ને ચમેલી વગેરેનાં ફૂલ લાવી તેમાં કળીએ-કળીએ ગજમોતી પરોવીને સુંદર હાર તૈયાર કર્યો; તે હાર લઈને રાણીવાસમાં ગઈ. ત્યાં દરવાજે પહોંચતાં તેને વિચાર આવ્યો કે રાજાને બે રાણી છે તેમાંથી કોને આ હાર પહેરાવું? નાની રાણીને પહેરાવું કે મોટી રાણીને ?-નાની રાણીને પહેરાવું-કે જેથી વધુ ઈનામ મળે ! આમ વિચારીને તે નાની રાણીના મહેલે ગઈ ને તેના કંઠમાં હાર પહેરાવ્યો. રાણી તે હાર દેખીને ઘણી પ્રફુલ્લિત થઈ ને તેને ઘણું ઈનામ આપ્યું. માલણ તે ઈનામ લઈને ઘે૨ ગઈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ : દર્શનકથા
v"
}
હવે અહીં જ્યારે માલણે નાની રાણીને હાર પહેરાવ્યો ત્યારે મોટી રાણીના મહેલની દાસી પણ ત્યાં હતી; તેણે તે હાર જોયો, ને મોટી રાણી પાસે જઈને કહેવા લાગી કે હે મહાદેવી! મહારાજ તમારા ઉપર અપ્રસન્ન થયા લાગે છે, મેં નાની રાણીના મહેલે એ નજરે જોયું; બીજાની તો શી વાત, માલણ જેવી બાઈ પણ તમને અવગણે છે; તે ગજમોતીનો હાર નાની રાણીને આપે છે પણ તમને આપતી નથી. અરે, ખેદ છે કે તમારું આવું અપમાન થયું.
દાસીની વાત સાંભળીને મહારાણી મનમાં એકદમ ક્રોધિત થઈ ગઈ, તેણે અન્નજળ છોડી દીધું ને મોટું પણ ધોયું નહિ. જ્યારે બપોર થઈ ને મહારાજા ભોજન માટે મહેલમાં આવ્યા ત્યારે દાસીએ હાથ જોડીને કહ્યું કે હે મહારાજ, સાંભળો ! મહારાણી નારાજ થયા છે ને તેમણે અન્ન-પાણી છોડી દીધાં છે, મુખ પણ ધોયું નથી ને બહુ જ રુદન કરે છે.
એ સાંભળતા રાજા તરત મહેલમાં પહોંચ્યો ને રાણીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૧૯ પ્રેમપૂર્વક તેનું કારણ પૂછયું. ત્યારે રાણી વિલાપ કરતી બોલી-હે સ્વામીનાથ! આપને નાની રાણી વહાલી છે ને મારો કાંઈ આદર નથી; મહારાજ! બીજાની તો શી વાત, એક માલણ પણ મારો તિરસ્કાર કરે છે. તે ગજમોતી અને ચમેલીનાં ફૂલથી ગૂંથેલો એક સુંદર હાર લાવી હતી, પણ મારા મહેલની સામે તેણે ન જોયું ને નાની રાણીના મહેલમાં જઈને તેની ડોકમાં તે હાર પહેરાવ્યો. મારું આવું અપમાન થયું તેથી મારા જીવનને ધિક્કાર છે, હવે મને કાંઈ ગમતું નથી, હવે તો હું મારા પ્રાણ તજીશ.
રાણીની એ વાત સાંભળીને મહારાજાએ તેને દિલાસો આપ્યો ને કહ્યું- હે દેવી! તું મનમાં જરા પણ ચિન્તા ન કર, ને પ્રસન્ન રહે; તારા માટે પણ હું સુંદર હાર હુમણાં જ ઘડાવું છું. એના હારમાં તો માલણે ગજમોતી સાથે ફૂલ ગૂંચ્યાં હતાં, પણ તારા માટે તો હું એકલાં ગજમોતીનો ઉત્તમ હાર કરાવીશ.
એ પ્રમાણે રાજાએ દિલાસો આપતાં રાણીનું મન શાંત થયું અને સ્નાનાદિ કરીને હર્ષપૂર્વક ભોજન કર્યું. રાજા ભોજન કરીને તુરત રાજસભામાં પહોંચ્યો.
રાજદરબાર ભરાયો છે. અનેક પ્રધાનો સહિત મોટી સભા બેઠી છે. રાજા પધારતાં સૌ આનંદિત થયા. રાજકારભારનું કામ પૂરું થયું એટલે મહારાજાએ જસબલ નામના મંત્રીને બોલાવીને આજ્ઞા કરી કે નગરીમાં જેટલા ઝવેરી હોય તે બધાયને દરબારમાં બોલાવો, કોઈ બાકી ન રહે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ : દર્શનકથા
રાજાનો હુકમ સાંભળીને જસબલ મંત્રી તરત નગરમાં ગયો અને ઝવેરીઓની દુકાને જઈને કહ્યું કે-મહારાજા તમને બધાને યાદ કરે છે ને રાજસભામાં તેડાવે છે; જરૂરનું કામ છે માટે ઢીલ ન કરો, સૌ રાજદરબારમાં આવો.
એ સાંભળી ઝવેરીઓ મનમાં વિચારવા લાગ્યા કે અચાનક એવું શું કામ પડયું કે મહારાજાએ બધા ઝવેરીઓને બોલાવ્યા ! જરૂર કંઈક ખાસ કારણ હશે. માટે આપણે બધાય ઝવેરીઓએ સંપથી એકસરખો જવાબ દેવો; સૌની વતી એક શેઠ જવાબ આપે-એમ નક્કી કર્યું. અને સોમદત્ત શેઠની આગેવાનીમાં વલ્લભીપુરના બધા ઝવેરીઓ રાજસભામાં આવી પહોંચ્યા.
રાજાએ તેમનું સન્માન કરીને બેસાડ્યા; પાનસોપારી આપ્યાં. થોડીવાર તેમના વેપારધંધાની વાતચીત કરીને પછી રાજાએ હસતાં હસતાં કહ્યું-શેઠજી! તમે અમને ગજમોતી મેળવી આપો. ઉત્તમ ગજમોતીનો એક હાર બનાવવો છે, માટે ગમે તે મૂલ્ય લાગે તે લઈને તમે બધા ઝવેરીઓ ગમે ત્યાંથી ગજમોતી લાવી દો.
રાજાએ ગજમોતીની માગણી કરી તે સાંભળીને બધા ઝવેરીઓ ગભરાયા, કેમ કે બજારમાં ક્યાંય ગજમોતી મળતાં ન હતાં. કોઈએ જવાબ આપવાની હિંમત કરી નહિ અંતે સોમદત્ત શેઠ કહ્યું : મહારાજ! હુવે તો ગજમોતી ઉત્પન્ન થતાં નથી. રાજાએ ફરીફરીને પૂછયું ને ગજમોતી ક્યાંયથી પણ મળે તો મેળવી આપવા કહ્યું, પણ શેઠ તો ચોખ્ખી ના જ કહી કે ગજમોતી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૨૧ ક્યાંય મળતાં નથી. એ સાંભળીને, જેમ અગ્નિમાં ઘી હોમાય ને ભડકો થાય તેમ રાજાનો ક્રોધ ભભૂકી ઊઠયો. ઝવેરીઓને કહ્યું કે કાંઈ ચિન્તા નહિ, દસ-વીસ દિવસમાં કે મહિનામાં ક્યાંયથી ગજમોતી મળે તો તપાસ કરો, તથા સૌ પોતાના ભંડારમાં પણ તપાસ કરો.-એમ કહીને ઝવેરીઓને વિદાય કર્યા.
સોમદત્તની ચિન્તા; બુધસેનને દેશનિકાલ
સોમદત્ત શેઠ ઘરે આવીને ચિન્તામાં પડ્યા, ને વિચારવા લાગ્યા કે અરે, હવે શું થશે ? રાજા નારાજ થયા છે, હવે થોડા દિવસ જ જીવશું. આવું શું કારણ બન્યું કે રાજાને ગજમોતીની હઠ લાગી ? ઘરમાં ગજમોતી સાચવીને રાજાથી બચવું મુશ્કેલ પડશે. મનોરમા-પુત્રવધૂ અત્યારે તો પિયર ગઈ છે પણ જ્યારે તે પાછી આવશે ત્યારે જિનમંદિરમાં તે ગજમોતી ચઢાવ્યા વગર રહેશે નહિ; અને રાજાને જ્યારે એ વાતની ખબર પડશે કે મારા ઘરમાં ગજમોતી હતાં, છતાં મેં ન આપ્યાં-ત્યારે તો તે મારી બધી લક્ષ્મી લૂંટી લેશે. અરે, આવી વહુ ઘરમાં ક્યાંથી આવી કે જેણે જિનદર્શનની આવી પ્રતિજ્ઞા લીધી?–આવા વિચારથી સોમદત્ત શેઠ મનમાં ને મનમાં જિનદર્શનની નિંદા કરવા લાગ્યા. એનાથી એને ઘોર પાપ લાગ્યું. જિનદર્શનની કે દેવ-ગુરુ-ધર્મની નિંદાથી ઘણું પાપ લાગે છે, જગતમાં ગમે તેવી પ્રતિકૂળતા આવી પડે તો પણ દેવ-ગુરુ-ધર્મની આરાધનામાં દઢ રહેવું, ગમે તેવી મુશ્કેલી પડે તો પણ દેવગુરુ-ધર્મને ભૂલવા નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રર : દર્શનકથા
સોમદત્ત શેઠે ગજમોતીના મોહથી જિનદર્શનની નિંદા કરી તેથી ઘણું પાપ બાંધ્યું. અંતે વિચાર કરીને ઉપાય શોધવા માટે તેણે પોતાના છ પુત્રોને બોલાવ્યા ને તેમને બધી હકીકત જણાવી.
પુત્રોએ કહ્યું : પિતાજી! આ તો ઠીક ન થયું. હવે બીજો કોઈ ઉપાય નથી, એક જ ઉપાય છે કે નાના કુંવરને (બુધસેનને) ઘરમાંથી કાઢી મૂકવો; તેની સ્ત્રી શીલવતી છે તેથી તેના વગર તેની સ્ત્રી પણ આ ઘરમાં આવશે નહિ, એટલે આપણાં ઘરમાં ગજમોતી છે તે જાહેર થશે નહિ. આ રીતે જ આપણા પ્રાણ બચી શકશે, બીજી તો કોઈ ઉપાય નથી. મોટા પુત્રની એ વાત સાંભળીને શેઠે કહ્યું-અરે, એ પુત્ર નિર્દોષ, ગુણવાન, જેણે આ ઘરમાં જન્મ ધારણ કર્યો તેને ઘરમાંથી કાઢી કેમ મુકાય?
ત્યારે મોટા પુત્રે કહ્યું : હે પિતાજી! સાંભળો. અત્યારે રાજાની આફતથી બચવાનો બીજો કોઈ ઉપાય નથી. નાના ભાઈને ઘરમાંથી કાઢી મૂકો. અને જો તે લઘુપુત્ર આપને વિશેષ વહાલો હોય તો તેને ઘરમાં રાખો ને અમે છએ ભાઈઓ બીજે ચાલ્યા જઈશું.
આ સાંભળીને શેઠ અનેક પ્રકારે રુદન કરવા લાગ્યા... શું કરવું એ તેને સૂઝયું નહિ, તેના મોઢામાંથી કાંઈ શબ્દો નીકળી શક્યા નહિ. તેઓ વિચારવા લાગ્યા કે અરે, આ કેવી દેવગતિ છે! જો નાના પુત્રને ઘરમાંથી કાઢી મૂકું તો જગતમાં મારો અપયશ થાય, અને જો તેને ઘરમાં રાખું તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૨૩ આ છ પુત્રો ઘરમાં રહે નહિ. આખરે કાગળ હાથમાં લઈને ધ્રુજતા હાથે નાના પુત્ર ઉપર ચિઠ્ઠી લખવા માંડી, પણ હાથ ચાલ્યો નહિ, આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં ને મનમાં ખૂબ વ્યાકુળ થઈ ગયા.
આ જોઈને મોટા પુત્રે એ કાગળ પોતાના હાથમાં લઈ લીધો, અને તેમાં લખ્યું કે
“હે બુધસેન ! પિતાજીએ તમને હુકમ કર્યો છે કે તમે આ ઘરમાં પગ ન મૂકશો. દૂર દેશ ચાલ્યા જાજો. જો પિતાની આજ્ઞા તોડીને તમે ઘરમાં પગ મૂકો તો તમારા જીવનને ધિક્કાર છે.”
એ પ્રમાણે કાગળમાં લખીને, તે ચિઢી દાસીને આપી અને તેને મહેલના દરવાજે બેસાડીને છએ ભાઈઓ દુકાને ગયા.. ને ત્યાંથી નાનાભાઈ બુધસેનને ઘરે મોકલ્યો.
[ રે, સ્વાર્થમય સંસાર!! જીવો મોતીના મોહ ખાતર પોતાના સગા ભાઈને ઘરમાંથી કાઢી મૂકવા તૈયાર થાય છે!!]
બુધસેનકુમાર વડીલ ભાઈઓના કહેવાથી તરત ઊઠીને ઘર તરફ ચાલ્યો; તેને આ વાતના રહસ્યની કાંઈ ખબર નથી.
જ્યારે તે મહેલના દરવાજે પહોંચ્યો કે તુરત દાસીએ તેને ચિઠ્ઠી બતાવીને કહ્યું : કુંવરજી ! પહેલાં આ ચિઠ્ઠી વાંચો, પછી મહેલમાં પ્રવેશ કરો... એ પિતાજીની આજ્ઞા છે.
કુંવરે એ ચિઠ્ઠી વાંચી, ને એમાં પોતાને દેશનિકાલની આજ્ઞા વાંચીને તે વિચારમાં પડી ગયો-અરે, આ શું! જો હું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ : દર્શનકથા પિતાજીની આજ્ઞા ન પાળું તો મારા જીવનને ધિક્કાર છે. આમ વિચારી એ નાનો કુંવર તુરત ત્યાંથી પાછો વળ્યો ને નગર બહાર ચાલ્યો ગયો. ત્યાં જઈને પ્રથમ તો પંચપરમેષ્ઠી ભગવંતોનું સ્મરણ કરીને, સંસારનું સ્વરૂપ ચિંતવવા લાગ્યો કે અરે, આ જગતમાં લક્ષ્મીના મોહને ધિકાર છે! મારા છે ભાઈઓ કમાઉ છે ને મને લક્ષ્મીનો ભાગ આપવો પડે તેથી દેશનિકાલ કર્યો છે. અરે, સંસાર કેવો સ્વાર્થમય છે !! હવે હું પણ પરદેશ જઈને ધન કમાઈ લાવું ને સુખથી રહું. આ પ્રમાણે વિચાર કરતાં કુંવરને પોતાની સ્ત્રી યાદ આવી; એ શીલવતી સ્ત્રી ધર્મના ઉત્તમ સંસ્કારવાળી છે, જો મને ઘરમાંથી કાઢી મૂક્યાની વાત તે સાંભળશે ને મને ક્યાંય નહિ દેખે તો જરૂર તેના પ્રાણ છૂટી જશે. માટે પહેલાં હસ્તિનાપુર જઈને તેને બધો હાલ જણાવી દઉં, અને પછી પરદેશ જાઉં. આમ નક્કી કરીને કુંવર હસ્તિનાપુર તરફ ચાલ્યો.
કુંવર બુધસેન એકલો હસ્તિનાપુરના પંથે ચાલ્યો જાય છે; તાપથી એનું સુકોમળ મુખ કરમાઈ રહ્યું છે, ઝાડવે-ઝાડવે એ થાક ખાતો જાય છે; રંગમહેલમાં સૂનારો ને હાથી પર સવારી કરનારી કુમાર આજે એકલો પૈદલ ચાલ્યો જાય છે.... દેખો કર્મની ગતિ !! એને કોણ મટાડી શકે!!
હસ્તિનાપુરમાં વલ્લભીપુરથી ચાલતાં ચાલતાં કુમાર થોડા દિવસે હસ્તિનાપુર પહોંચ્યો, અને ત્યાં સસરાના બગીચામાં જઈને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૨૫ વિશ્રામ કરવા લાગ્યો. સૂતાં સૂતાં કુંવરના મનમાં વિચાર આવે છે કે થોડા જ દિવસ પહેલાં જ્યારે હું વિવાહ માટે અહીં આવ્યો ત્યારે મારી સાથે અનેક ઠાઠમાઠ, વાજાં ને નિશાનડંકા હતાં; અને અત્યારે હું આ રીતે એકલો, વગર તેડાવ્યો જાઉં તો મારા કુટુંબની હાંસી થશે.માટે થોડો વિશ્રામ કરીને હું અહીંથી પાછો ચાલ્યો જઈશ. આ રીતે વિચારીને, પ્રવાસનો થાકેલો બુધસેનકુમાર તે બગીચામાં સૂઈ ગયો. અતિશય થાકને લીધે તેને ઊંઘ આવી ગઈ.
બગીચામાં સૂતેલા તે બુધસેન ઉપર દષ્ટિ પડતા માલણે તરત માળી પાસે જઈને કહ્યું કે બગીચામાં આપણા શેઠના જમાઈ આવ્યા છે ને સૂતા છે. માળીએ તરત શેઠ પાસે જઈને એ સમાચાર કહ્યાં.
ત્યારે શેઠે વિચાર્યું કે, એવું તે શું કારણ બન્યું હશે કે કોટયાધિપતિનો આ પુત્ર વગર બોલાવ્યું અહીં સાસરે આવ્યો ! શું ચોર એનું ધન ચોરી ગયા હશે? કે શું રાજાએ એને લૂંટી લીધો હશે? એ વખતે પાસે બેઠેલા બીજા ઝવેરીઓએ કહ્યુંશેઠજી! લક્ષ્મી તો અત્યંત ચંચળ છે, એનો કાંઈ વિશ્વાસ કરવા જેવો નથી; મનુષ્ય ક્ષણમાં રંક બની જાય છે; કર્મોદયવશ આજનો રાજા કાલે ઘરઘર ભીખ માંગે છે. માટે અહીં આવેલા જમાઈને આદરસહિત ઘરે તેડી લાવો અને એને કંઈક ધન આપો જેથી તે વેપાર કરે.
એ સાંભળીને શેઠ બગીચામાં પહોંચ્યા. કુંવરને કાંઈ ખબર નથી, એ તો ઊંઘે છે. શેઠે તેને જગાડ્યો ને રથમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ : દર્શનકથા બેસાડીને મહેલમાં લઈ ગયા. ત્યાં અનેક પ્રકારે આદરપૂર્વક તેને ભાતભાતનાં ભોજન જમાડ્યા તથા ઘરની સ્ત્રીઓને ભલામણ કરી કે તમે એને કાંઈ પૂછશો નહિ, એને અપમાન લાગે એવી કોઈ વાત કરશો નહિ.
-પરંતુ સ્ત્રીઓની જાત તો અત્યંત ચંચળ હોય, એ ઘૂસપૂસ કર્યા વગર રહી શકે નહિ. એક સ્ત્રીએ બીજીને કહ્યુંહે સખી! આ કુમાર તેડાવ્યા વગર સાસરે કેમ આવ્યા છેતેની તપાસ કર. ત્યારે તે ચતુર સ્ત્રીએ કહ્યું કે જો આપણે કુંવરને કાંઈ પૂછશું તો શેઠ અતિ ક્રોધિત થશે. માટે એક યુક્તિ કરો.-મનોવતી સુંદરીને એની સાથે મેળાપ કરાવી દો એટલે એ બધી વાત જાણી લેશે; એના મોઢે કુંવર બધી સાચી વાત કહી દેશે; અને શેઠને ખબર પડે તોપણ કાંઈ વાંધો નહિ આવે.
રાત્રે કુંવર બુધસેન તથા મનોવતી એ બંને મળ્યાં, ત્યારે સુંદરીએ પ્રેમપૂર્વક અહીં આવવાનું કારણ પૂછયું. ત્યારે કુંવરે કહ્યું કે છ ભાઈઓ કમાય છે ને હું કમાતો નથી તેથી મને ઘરમાંથી રજા આપી દીધી છે; હવે હું પરદેશ કમાવા જાઉં છું તેથી તને ખબર આપવા માટે આવ્યો છું. હે દેવી! તું ચિન્તા કરીશ નહિ, થોડા જ દિવસમાં હું પાછો આવી જઈશ.
ત્યારે સુંદરીએ કહ્યું: હે સ્વામીનાથ! મારી વિનંતી સાંભળો. તમે રંગમહેલમાં રહેનારા ને સુકોમળ શૈયામાં સૂનારા, તડકો દેખતાં પણ વદન કરમાઈ જાય એવું કોમળ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૨૭ તમારું શરીર, તમે કઈ રીતે પરદેશ ખેડી શકશો? માટે આપ અહીં હસ્તિનાપુરમાં જ રહો અને મારા પિતાજી પાસેથી ધન લઈને વેપાર કરો.
ત્યારે કુમારે કહ્યું : હે દેવી! જે જમાઈ સાસરાને ત્યાં રહે તેના કુળની શોભા નથી, તે પોતાની પ્રતિષ્ઠા ગુમાવે છે. માટે હું અહીં હસ્તિનાપુરમાં નહીં રહું, પરદેશ જઈશ. મનોવતીએ ફરીફરી ઘણી વિનંતી કરી પણ કુંવર પોતાના નિશ્ચયમાં અડગ રહ્યો. ત્યારે છેવટે મનોવતીએ કહ્યું : હે પ્રિય! મારી એક વાત સાંભળો : આપ પરદેશ જાઓ ત્યાં મને પણ સાથે લઈ જાઓ.
કુંવર-સ્ત્રીને પરદેશ લઈ જવાનું યોગ્ય નથી, માટે તું અહીં જ રહે.
મનોવતી–એ વાત બનવાની નથી; કાં તો મને સાથે લઈ જાઓ, કાં તો તમે અહીંજ રહી જાઓ.
કુંવર-દેવી! તું જરા પણ ચિન્તા કર્યા વગર થોડો વખત પિયરમાં સુખેથી રહે. હું પરદેશથી ધન કમાઈને તુરત પાછો આવીશ.
મનોવતી-સ્વામી! પતિવ્રતા સ્ત્રી હંમેશા પતિના સુખે જ સુખી હોય છે. દુઃખમાં પણ તે પતિનો સાથ છોડતી નથી. તમે પરદેશમાં અનેક કષ્ટ ભોગવો ને હું અહીં મહેલમાં સુખચેનથી પડી રહું-તો તો મારા જીવનને ધિક્કાર છે. માટે ઝાઝું શું કહેવું? મને સાથે લઈ જ જાઓ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ : દર્શનકથા
કુંવર-તું ચોક્કસ સમજ કે એ વાત બનવાની નથી.
મનોવતી–હે સ્વામી, સાંભળો! જો મને સાથે લીધા વગર આપ અહીંથી પગલું ભરશો તો ચોક્કસ મારા પ્રાણ છૂટી જશે.
કુંવરે જાણ્યું કે આ કોઈ રીતે અહીં રહેવાની નથી; જો હઠપૂર્વક હું એને અહીં છોડી જઈશ તો ફરીને એનું મિલન થઈ શકશે નહિ. તેથી છેવટે કહ્યું કે જો સાથે આવવું હોય તો મારી એક વાત માનવી પડશે. જો આ ઘરેણાં સહિત તને લઈ જાઉં તો લોકો કહેશે કે ઠગવા માટે આવ્યો હતો. માટે તારા દેહ ઉપર જેટલા દાગીના છે તે બધા ઉતારીને પલંગ પર મૂકી દે, ને પછી મારી સાથે ચાલ.
મનોવતીએ સંકોચ વગર બધાં ઘરેણા ઉતારીને પલંગ પર નાખ્યા. કંકણ કાઢયાં ને કંદોરા કાઢયાં, કડાં કાઢયાં ને કુંડલ કાઢયાં ,ડોકમાં ગજમોતીનો કિંમતી હાર હતો તે પણ કાઢી નાખ્યો. એ રીતે બધું છોડીને પતિ સાથે જવા તૈયાર થઈ.
અડધી રાતે દરવાજા ખોલીને બંને ચાલી નીકળ્યાં. દેખો, કર્મની વિચિત્રતા! એના સંયોગને કોણ ફેરવે? મોટા મહેલમાં રહેનારી ને કોમળ શય્યામાં સૂનારી ફૂલ જેવી કોમળ કુંવરી પગે ચાલતી ધોમ તડકામાં પતિ પાછળ જઈ રહી છે. તડકાની ગરમીથી એનું શરીર કરમાઈ રહ્યું છે. એ પતિવ્રતા નારીને ધન્ય છે કે જેણે પતિને ખાતર બધી સુખ-સામગ્રી છોડી, ને પતિ સાથે ચાલી નીકળી. દિવસ કે રાતને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૨૯ ગણકાર્યા વગર બંને પરદેશના પંથે ચાલ્યા જાય છે. ચાર દિવસે તેઓ રત્નપુર પહોંચ્યા.
દર્શનપ્રતિજ્ઞાની કસોટી અને દઢતા ચાર દિવસથી મનોવતીએ કાંઈ ખાધું નથી; અહીં જિનદર્શન ક્યાંથી કરે ને ગજમોતી ક્યાંથી લાવે? આ રીતે જિનેન્દ્રદેવના દર્શનની જે ઉત્તમ પ્રતિજ્ઞા લીધી છે તેનું પાલન મનોવતી દઢતાપૂર્વક ઉત્સાહથી કરે છે; ચાર દિવસ થવા છતાં પતિને તેની ખબર પડવા દીધી નથી. અહીં, એની ધીરજ અને એની દઢતાને ધન્ય છે.
રત્નપુરના બાગમાં આવીને બંને બેઠાં છે, પરંતુ એમની પાસે ધન તો કાંઈ છે નહિ, માત્ર જિનવર-ભગવાનનું નામ જ સહાયરૂપ છે.
ચાર દિવસ થવા છતાં મનોવતીને ખેદ નથી, કંટાળો નથી, હૃદયમાં જિનવરદેવનો મહિમા ચિંતવી-ચિંતવીને તે ધર્મભાવનાને પુષ્ટ કરે છે. એકવાર બગીચામાં મનોવતી પોતાના કેશ સરખા કરતી હુતી ત્યાં તેમાંથી એક ઉત્તમ નંગ નીકળી આવ્યું તે લઈને તેણે પતિને આપતાં કહ્યું : સ્વામી! ઉતાવળમાં ભૂલથી આ નંગ બાકી રહી ગયું; તે લઈને તમે નગરીમાં જાઓ અને વેચીને તુરત ભોજનસામગ્રી લઈ આવો. તે પ્રમાણે બુધસેનકુમાર નંગ વેચી ભોજનસામગ્રી લઈ આવ્યો; મનોવતીએ મિષ્ટ ભોજન તૈયાર કરીને પતિને જમાડ્યો, પણ પોતે ખાધું નહિ. પતિએ તેને જમવાનું કહ્યું,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩) : દર્શનકથા તો તેને સમજાવી ઉદ્યમ-ધંધા માટે ગામમાં મોકલી દીધો ને પાછળથી પોતાના ભાગની વધેલી રસોઈ યાચકજનોને આપી દીધી; ને બગીચામાં બેઠી બેઠી શાંતિથી જિનેન્દ્રભગવાનનું ચિંતન કરવા લાગી
कहांसु जिनर्शन मिले, कहां गजमोती सार। कैसे भोजन वह करे, धर्मधुरंधर नार।।
અહીં ક્યાં એને જિનદર્શન મળે ને ક્યાંથી ગજમોતી મળે? એના વગર આ ધર્મધુરંધર નારી ભોજન કેમ કરે?
મનોવતી રોજ રોજ પતિને જમાડે છે પણ પોતે ભોજન કરતી નથી. એ રીતે ભોજન વગર બીજા ત્રણ દિવસ વીતી ગયા. ચાર દિવસ રસ્તામાં થયા ને ત્રણ દિવસ અહીં થયા,સાત દિવસથી ભોજન વગર પ્રાણ સુકાવા લાગ્યા પણ એણે પોતાની પ્રતિજ્ઞા ન છોડી. પ્રાણ જાય તો કબૂલ, પણ તે પોતાની ધીરજ છોડતી નથી, પ્રતિજ્ઞા તોડતી નથી, દઢતાથી પ્રતિજ્ઞાનું પાલન કરે છે. અહીં કથાકાર કવિ એને ધન્યવાદ આપતાં કહે છે કે
धन्य जन्म ताको अवतार, धन्य प्रतिज्ञा पालनहार। यह तो कथा यहां ही रही, आगे और सुनो जो भई।। હવે કથા અહીંથી સ્વર્ગલોકમાં જાય છે.
ત્યાં શું બને છે તે જુઓ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૩૧ દેવલોકમાં પ્રશંસા, પ્રતિજ્ઞાનું પાલન પહેલા સ્વર્ગમાં સૌધર્મ ઇન્દ્ર બિરાજે છે, તેની અનુપમ સભા ભરાણી છે, બધા દેવો બેઠા છે ને ધર્મગોષ્ઠી કરે છે. ત્યાં ઇન્દ્રમહારાજે પોતાના અવધિજ્ઞાનમાં પૃથ્વી પર બની રહેલી ઉપરની ઘટના જાણી; અને દેવોને સંબોધીને કહ્યું- હે દેવી! મારી વાત સાંભળો : મધ્યલોકમાં જૈનધર્મની પરમ ભક્ત એક નારી છે, તેણે જિનદર્શનની એવી પ્રતિજ્ઞા લીધી છે કે ગજમોતી વડે જિનેન્દ્રભગવાનને પૂજીને પછી જ ભોજન કરવું
-પણ કોઈ પૂર્વકર્મના ઉદયથી તેના પતિ બુધસેનને ઘરમાંથી કાઢી મૂક્યો છે; તે હસ્તિનાપુર ગયો ને ત્યાંથી રત્નપુર ગયો છે, તેની પતિવ્રતા નારી મનોવતીએ તેનો સંગ છોડ્યો નથી; તેઓ બંને અત્યારે રત્નપુરના બાગમાં બેઠાં છે, તેમની પાસે કાંઈ સાધન નથી. એની પાસે ગજમોતી ક્યાં છે કે જે લઈને ભગવાનના દર્શન કરે! એને અન્નગ્રહણ કર્યા વગર આજ સાત દિવસ વીત્યા. એના ભરથારને તો ખબર પણ નથી કે મનોવતી ભોજન કરે છે યા નહીં ? એ નારીનો પ્રાણ કઠે આવી ગયો છે તો પણ તે ધીરજ છોડતી નથી, પ્રતિજ્ઞાથી ડગતી નથી; પ્રાણ જાય તો ભલે જાય પણ જિનદર્શનની ઉત્તમ પ્રતિજ્ઞાને તે છોડવાની નથી. જો આમ ને આમ એના પ્રાણ છૂટી જશે તો લોકોને ધર્મની શ્રદ્ધા ઓછી થઈ જશે ને ફરીને કોઈ પ્રતિજ્ઞા નહિ કરે; માટે જિનધર્મની પ્રભાવના વધે એવો પ્રયત્ન આપણે કરવો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર : દર્શનકથા જોઈએ-એ પ્રમાણે ઇન્દ્ર કહ્યું. પછી એક દેવને બોલાવીને હરિએ તેને હુકમ કર્યો કે તમે તુરત મધ્યલોકમાં જઈને એને જિનદર્શન કરાવો ને એની પ્રતિજ્ઞા પૂરી કરો. મધ્યલોકમાં જ્યાં તે બિરાજે છે ત્યાં ઉત્તમ જિનમંદિર રચો ને તેમાં રત્નમય જિનબિમ્બ સ્થાપો, તથા તેની પૂજા માટે મનોવતીને ગજમોતી આપો.
- ઇન્દ્રની આજ્ઞાઅનુસાર તે દેવ એક ક્ષણનાય વિલંબ વગર રત્નપુરના બગીચામાં આવી પહોંચ્યો. અને જ્યાં મનાવતી બેઠી હતી ત્યાં પૃથ્વી ફાડીને વિક્રિયા વડે એક અત્યંત ભવ્ય જિનાલય રચ્યું અને ઝગમગાટ કરતું રત્નમય જિનબિંબ તેમાં સ્થાપ્યું. અહા ! એ દૈવી શોભાની શી વાત !! બાજુમાં ગજમોતીની ઢગલી શોભતી હતી.-એ પ્રમાણે જિનમંદિરના ઠાઠની રચના કરી, તેના પર એક શિલાનું ઢાંકણ રાખ્યું. મનોવતીનો પગ તે ઢાંકણશિલા સાથે અથડાયો, અને હાથ વડે શિલા દૂર કરી ત્યાં તો તેણે ઝગમગતા દીવા જેવું જિનમંદિર દેખ્યું.... આવું અદ્ભુત જિનમંદિર દેખતાં તેને અપાર આનંદ થયો.. જાણે નવનિધાન આવ્યા હોય!
અહા, પુણ્યયોગ એક ક્ષણમાં કેવા પલટો કરી નાખે છે! પૃથ્વીમાં જિનમંદિર દેખતાં જ આશ્ચર્યપૂર્વક તે તેમાં ધસી ગઈ; અંદર જઈને વિચારવા લાગી કે તનશુદ્ધિ માટે પાણી ક્યાં હશે ! ત્યાં તો બાજુમાં સ્વચ્છ પાણીથી ભરેલો કંચનકળશ જોયો. તેના વડે સ્નાન કરી અત્યંત ભક્તિપૂર્વક જિનેન્દ્રભગવાનના દર્શન કરવા ચાલી. આજે તેના ઉમંગનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૩૩ પાર નથી... ત્યાં તેને ભાવના જાગી કે અરે, ગજમોતી હોય તો તેના વડે ભગવાનની પૂજા કરું. ત્યાં તો જમણી બાજુ નજર કરતાં ઝગમગ થતા ગજમોતીનો પુંજ દેખ્યો. ગજમોતી હાથમાં લઈને આનંદપૂર્વક તેણે જિનભગવાનની પૂજા કરી
ગજમુક્તા ચોખે બહુત અનોખે, લખ નિરદોએ જ ધરું, જિનપૂજ રચાઉં, હર્ષ બઢાઉં, મંગલ ગાઉં, ભક્તિ કરું.
મનવચનકાયાની શુદ્ધિપૂર્વક ઘણા ભાવથી પૂજન કર્યું જિનચંદ્રના દર્શન વડે એનું હૃદયકમળ ખીલી ઊઠયું, ને અનેક પ્રકારે સ્તુતિ કરવા લાગી
तुम धन्य जिनेश्वर देव सार, तुमरे दर्शन मो मिले सार। भजभज मांगु मैं जो यहि, जिनराजदर्शन मिले सही।।
પ્રભો ! આ જગતમાં... એક આપનું જ શરણ છે; ભવોભવમાં સદાય મને આપનું દર્શન મળ્યા કરો.-આ પ્રમાણે પ્રાર્થના કરીને જ્યાં તે મંદિર બહાર પગ મૂકે છે ત્યાં તો તેના પગ પાસે ઉત્તમ મોતીની એક જોડી દેખી. નર-માદાનાં યુગલ મોતી તેના માટે દેવે ત્યાં રાખ્યા હતાં. તે દેવનિર્મિત રત્નો લઈને મનોવતી જિનભવનની ઉપર આવી ને બગીચામાં બેઠેલા પોતાના પતિને કહ્યું : સ્વામીનાથ! મને સુધા લાગી છે. માટે નગરીમાં જઈને સામગ્રી લાવો. કુમાર સામગ્રી લાવ્યો ને રસોઈ બનાવીને આજે આઠમાં દિવસે મનોવતીએ પારણું કર્યું.
આ રીતે મનોવતીને જિનદર્શનનું ઉત્તમ ફળ મળ્યું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ : દર્શનકથા જિનદર્શનનો અભુત મહિમા જાણીને દરેક નરનારીએ નિત્ય જિનેન્દ્રભગવાનના દર્શન કરવા જોઈએ.
અહીં મનોવતી રોજ-રોજ આનંદપૂર્વક જિનદેવના દર્શનપૂજન કરે છે. વાચક! એ મનોવતી પૂજા કરે ત્યાં આપણે જરા હસ્તિનાપુર જઈએ ને ત્યાંના હાલ જોઈએ.
હસ્તિનાપુર નગરીમાં સવાર પડતાં શેઠનો બધો પરિવાર જાગ્યો; પણ પુત્રી-જમાઈ દેખાયા નહિ. તેના રૂમમાં જઈને તપાસ કરી તો પલંગ પર ઘરેણાં ઉતારેલા દેખ્યા, પણ પુત્રીને કે જમાઈને ન દેખ્યાં, આથી આખા પરિવારમાં કોલાહલ મચી ગયો; માતા રુદન કરવા લાગી. ત્યારે શેઠે વિચાર કરીને સૌને વૈર્ય આપતાં કહ્યું કે ચોક્કસ કોઈએ કુંવરને અપમાન લાગે તેવું કહ્યું હશે, તેથી પુત્રી સહિત તે અહીંથી ચાલ્યા ગયા છે. આપણે ચારેકોર માણસો મોકલીને તેમની શોધ કરાવશું. આ પ્રમાણે પુત્રી-જમાઈ એકાએક ચાલ્યા જવાથી પરિવારમાં ઉદાસીનતા થઈ ગઈ છે.
રત્ન ગુમ! રાજકુમારી સાથે વિવાહ હવે આપણી કથા પાછી રત્નપુર આવે છે. રત્નપુરના બગીચામાં મનોવતી પોતાના પતિને કહે છે કે હે નાથ ! ચાર દિવસથી તમે રોજ નગરીમાં જાવ છો, પણ કાંઈ ઉધમ-ધંધો કરતાં નથી, તો તેનું શું કારણ છે તે કહો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૩૫ ત્યારે કુંવરે કહ્યું-દેવી! જ્યાં મારા અશુભ કર્મનો ઉદય હોય ત્યાં કોણ સહાય કરે? નગરમાં કોઈ એમ નથી કહેતું કે અમારી પાસેથી આટલું ધન લઈને તમે વેપાર કરો. જો મારા શુભનો ઉદય હોત તો પિતાજી મને ઘરમાંથી કેમ કાઢી મૂકત? અત્યારે ઉદય એવો છે, માટે વૈર્ય રાખવું.
ત્યારે મનોવતીએ કહ્યું મેં હસ્તિનાપુરમાં જ રહેવા ઘણું કહ્યું પણ આપે માન્યું નહિ, ને ભાગ્યના ભરોસે અહીં આવ્યા; હું જાણું છું કે તમારાથી કંઈ મહેનત થઈ શકે તેવું નથી. પણ હવે આપ મનમાંથી બધી ચિન્તા છોડીને હું કહું તેમ કરો. આમ કહીને નર-માદાની જોડીનાં જે દૈવી રત્નો હતાં તેમાંથી એક રત્ન આપ્યું અને કહ્યું કે તમે રાજદરબારમાં જઈને આ રત્ન રાજાને ભેટ ધરો. આ રત્ન દૈવી છે, અને આપણી પાસે જે બે રત્ન છે તેમાં આ “નર-રત્ન' છે, ને બીજાં માદા-રત્ન આપણી પાસે રાખ્યું છે. આ રત્નોનો એવો જ સ્વભાવ છે કે મધરાતે વિખૂટાં ન રહે, મધરાત થતાં આ રત્ન ગમે ત્યાં હોય ત્યાંથી ઊડીને બીજાં રત્ન પાસે પહોંચી જાય. તમે આ નર-રત્ન લઈ જઈને રાજાને ભેટ આપો ને પછી શું બને છે તે જુઓ. રાજદરબારમાં જતાં દરવાન તમને રોકે તો તેને એક દિનાર (ચાંદીનો સિક્કો) આપજો.
કુંવરજી તો રત્ન લઈને રાજદરબાર તરફ ચાલ્યા; વચ્ચે દરવાનને દિનાર આપી, ને રાજા પાસે જઈને બહુમાનપૂર્વક અમૂલ્ય રત્ન ભેટ ધર્યું. આવું દૈવી રત્ન જોઈને રાજા બહુ પ્રસન્ન થયો ને તેનો ઘણો આદર-સત્કાર કરીને કહ્યું કે જગતમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૩૬ : દર્શનકથા
તે ઝવેરી ધન્ય છે જે આવાં કિંમતી રત્નો લાવે છે!
પછી રાજાએ કુમારને પૂછ્યું-તમે ક્યાં ઊતર્યા છો ? કુંવર કહે–નગર બહાર બગીચામાં રહ્યાં છીએ.
રાજાએ તુરત હુકમ કર્યો કે તમે નગરીમાં આવીને રહો. તેમને માટે એક ખાસ વેલી આપી. કુમારે રાજદરબારમાંથી આવીને બગીચામાં મનોવતીને બધી વાત કરી. આ બાજુ રાજાએ ભંડારીને બોલાવીને કિંમતી રત્ન તેને સોંપ્યું ને બરાબર હોંશિયારીથી સાચવવા કહ્યું. ભંડારીએ તે મોતી સુંદર ડબામાં રાખીને ભંડારમાં મૂકયું ને મજબૂત તાળાં લગાવ્યાં.
પણ...
જ્યાં મધરાત થઈ, ત્યાં તો એ... ને મોતી ડબામાંથી ઊડયું! ને મનોરમા પાસે જે બીજું મોતી હતું તેની સાથે જઈને રહ્યું. સવાર થઈ ત્યાં તો એ મોતી લઈને મનોરમાએ ફરી કુંવરને આપ્યું ને રાજદરબારમાં જઈને ભેટ આપવા કહ્યું. કુંવરજી તો એ મોતી લઈને ફરી રાજદરબારમાં ચાલ્યા; હવે તેને કોઈ રોકનાર ન હતું. રાજા પાસે જઈને મોતી ભેટ આપ્યું પહેલાંના જેવું જ ઉત્તમ મોતી જોઈને રાજા પ્રસન્ન થયો ને કહ્યુંવાહ, મોતીની સુંદર જોડી મળી ગઈ. આમ કહીને, પહેલાંના મોતી સાથે આ મોતી સરખાવવા માટે ભંડારી પાસે તે મોતી મંગાવ્યું. ભંડારીએ ખજાનામાં જઈને જોયું તો મોતી ત્યાં હતું નહિ; અરે, મોતી ગુમ!! ખૂબ સાવચેતીથી ચોકીપહેરા વચ્ચે રાખેલ છતાં મોતી ગૂમ થયું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૩૭
તેથી ભંડારી ગભરાઈ ગયો, તેનું મોઢું ઊતરી ગયું ને ભયથી તે થરથર કંપવા લાગ્યો. રાજસભામાં આવીને કહ્યું-મહારાજ! કોઈ ચોર મહેલમાં આવીને એ મોતી ચોરી ગયો છે.
રાજાને એની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો; કેમકે સજ્જડ ચોકી-પહેરા વચ્ચે રાજમહેલમાં આવીને કોઈ મોતી ચોરી શકે એ અશક્ય હતું. તેથી રાજાએ કહ્યું: ભંડારીજી! બીજો તો કોઈ ચોર મહેલમાં આવ્યો નથી, પણ એ મહા કિંમતી મોતી તમે જ ચોર્યું છે.–આમ કહીને ભંડારીને શૂળી પર ચડાવી દેવાનો હુકમ કર્યો.
તરત કુંવરે કહ્યું-મહારાજ! એની ભૂલચૂક ક્ષમા કરો; હું આપને એની જોડીનું બીજું મોતી લાવી આપીશ.-આ રીતે ભંડારીની રક્ષા કરી, તેથી આખી સભા કુંવરને ધન્ય-ધન્ય કહેવા લાગી. કુંવરે ઘરે આવીને મનોવતીને બધી વાત કરી ને બીજું મોતી આપવા કહ્યું. પણ મનોવતી કહે કે કાલે એનો ઉપાય કરીશું.
આ બાજુ રાજાએ તે મોતી ફરી ભંડારીને આપ્યું ને ખૂબ હોશિયારીપૂર્વક સાચવવાનું કહ્યું. ભંડારીએ ડબામાં મૂકી, તાળું દઈ, બરાબર પહેરા ગોઠવ્યા. પણ જ્યાં મધરાત થઈ ત્યાં પહેલાંની જેમ સડસડાટ કરતું તે મોતી ઉડયું... ને સુંદરી પાસે રહેલા બીજા મોતીની પાસે આવી ગયું.
સવાર પડી... ભક્તિભાવથી જિનેન્દ્રભગવાનનાં દર્શનપૂજન કર્યાં. પછી બુધસેનકુમાર રાજદરબારમાં જવા તૈયા૨ થયો ત્યારે મનોવતીએ નર અને માદા બંને મોતીની જોડી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ : દર્શનકથા તેને આપી અને તેનું રહસ્ય પણ સમજાવ્યું. કુંવરે રાજદરબારમાં જઈને પ્રથમ એક મોતી રાજાને ભેટ આપ્યું. કાલના મોતીની જોડનું બીજું મોતી મળી ગયું-એમ સમજીને રાજા ઘણો પ્રસન્ન થયો, ને પહેલાંનું મોતી તરત લાવવા ભંડારીને હુકમ કર્યો. ભંડારીએ જઈને ડબામાં જોયું તો મોતી ગૂમ ! અરર ! ભંડારી તો થરથર ધ્રુજવા લાગ્યો કે જરૂર હવે મારા પ્રાણ જશે. રાજા પાસે આવીને કહ્યું: મહારાજ! આજે પણ કોઈ ચોર આવીને તે મોતી ચોરી ગયો છે!
રાજા તો એ સાંભળતાં જ એકદમ ક્રોધિત થઈ ગયો. આટલો સખત ચોકી–પહેરો છતાં મોતી કોણ ચોરી જાય? નક્કી ભંડારીનું જ કામ લાગે છે-એમ સમજી રાજાએ તેનું બધું ધન લૂંટી લઈને શૂળી પર ચડાવી દેવાનો (એટલે કે ફાંસીનો ) હુકમ કર્યો.
ત્યારે કુંવરે કહ્યું–મહારાજ! સાંભળો. આમાં ભંડારીની કાંઈ ભૂલ નથી. હું આપણે આનું રહસ્ય કહું છું. આ બે મોતીમાં એક નર છે, બીજાં માદા છે. આ બંને રત્નો દેવમય છે, તેમનો સ્વભાવ એવો છે કે એકબીજાથી હજારો ગાઉ દૂર હોય તો પણ મધરાતે ઊડીને આ નરરત્ન માદા પાસે પહોંચી જાય. આ કારણે રાજભંડારમાંથી ઊડીને આ રત્ન અમારી પાસેના માદારત્ન પાસે આવી જતું હતું. પરંતુ હવે આ બંને રત્નો આપ સાથે રાખો, જેથી તે આપના ભંડારમાં રહેશે. આટલું કહીને કુંવરે બંને રત્નો રાજાને અર્પણ કર્યા.
દૈવી રત્નોનું આ રહસ્ય જાણીને રાજા ઘણો પ્રસન્ન થયો,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૩૯ અને મનમાં વિચારવા લાગ્યો કે આ કુંવરને હું શું ઈનામ આપું? લક્ષ્મી વડે તો આ મોતીનાં મૂલ્ય થાય તેમ નથી; આ કુમાર સદ્ગુણી છે, માટે મારી પુત્રીને એની સાથે પરણાવું.આમ વિચારી રાજાએ પ્રીતિપૂર્વક કુંવરને એ વાત કરી. તરત પંડિતને બોલાવ્યા ને કુંવરને ચાંદલા કર્યા.
બુધસેનકુમારે ઘરે આવીને મનોવતીને એ વાત કરી. ત્યારે સુંદરીએ કહ્યું : સ્વામીનાથ! તમે રાજજમાઈ થયા એ તો સારું પણ મને વિસરી ન જશો. કુંવરે કહ્યું-દેવી! આ બધો તારી દર્શનપ્રતિજ્ઞાનો પ્રતાપ છે,-હું તને કેમ વિસરું!
- રાજાએ તો મંડપ સજાવ્યા ને ધામધૂમથી લગ્ન કર્યા. લગ્ન વખતે કુંવરને પહેરામણીમાં હાથી ને ઘોડા, સુવર્ણના કળશ ને ગજમોતીના હાર ઉપરાંત પોતાના રાજ્યનો ચોથો ભાગ આપ્યો; તથા ઉત્તમ મહેલ આપ્યો. મનોવતી પણ સુખપૂર્વક બીજા મહેલમાં રહેવા લાગી. તેની દર્શન-પ્રતિજ્ઞાના પુણ્યપ્રતાપે તક્ષણ આવું ફળ આવ્યું. તેથી અહીં કવિ કહે છે કે
तातें नरनार सुनीजे, नित दर्शन प्रतिज्ञा कीजे। जिनदर्श समान न कोई , यही सार जगतमें होई।।
મહાન જિનમંદિરનું નિર્માણ
બગીચામાં દેવે જે જિનાલય-રચના કરી હતી તેનું કામ પૂરું થતાં તે સંકેલી લીધી ને તે પોતાના સ્વર્ગમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ : દર્શનકથા ચાલ્યો ગયો. આ તરફ રાજલક્ષ્મી પામીને કુંવર ભોગવિલાસમાં પડી ગયો ને મનોવતી પાસે આવવાનું ભૂલી ગયો. એમ કરતાં ઘણા દિવસ વીતી ગયા ત્યારે એકવાર કુંવર મનોવતી પાસે આવ્યો. સુંદરીએ તેનું સ્વાગત કરતાં કહ્યું-સ્વામી ! સાંભળો ! ઘરમાંથી પિતાજીએ કાઢી મૂક્યા ત્યારે તમે હસ્તિનાપુર આવ્યા, ત્યાંથી તમારા સંગે મેં પણ ઘર છોડ્યું ને આપણે અહીં આવ્યાં; જિનદર્શનપ્રતાપે દેવે સહાય કરી તેથી આજે વૈભવ પામ્યા છો.– આ બધી વાત તમે ભૂલી ગયા; મને બીજી તો ચિન્તા નથી પણ એક વાત તમને ખાસ કહું છું કે જેમ મને ભૂલી ગયા તેમ સુખકર ધર્મને ન ભૂલશો.
जैसी मेरी खबर अब, तुम भूले भरतार। तैसे धर्म न भूलियो, सो जानो सुखकार।।
जो भूले तो बहु दुःख होय।
सो मत भूलो अब तुम सोय।। ધર્મને ભૂલવાથી જીવ સંસારમાં ઘણાં દુઃખ પામે છે, માટે હે સ્વામી! મને તો ભૂલ્યા પણ ધર્મને કદી ન ભૂલશો.
સુંદરીની એ વાત સાંભળીને કુમાર લજ્જાથી નીચું જોઈ રહ્યો. થોડીવાર તે કાંઈ બોલી ન શક્યો. પછી કહ્યું-હે દેવી ! મારી ભૂલ માફ કર. ધર્મનો સાચો ઉપકાર છે તે હું કદી નહિ ભૂલું. હવે તારી જે આજ્ઞા હોય તે હું શીધ્ર પૂર્ણ કરું. માટે તારા મનમાં જે ભાવના હોય તે કહે.
ત્યારે ઉત્તમ સ્ત્રીએ કહ્યું : સ્વામી ! આ જગતમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૪૧ ધર્મ જ સૌથી મહાન છે. તે જ દુઃખ દારિદ્રતાનો નાશ કરનાર છે, સ્વર્ગ-મોક્ષની સુખસંપત્તિ તેનાથી જ પ્રાપ્ત થાય છે. માટે હું નાથ ! તમે એક મોટું જિનમંદિર બંધાવો... આ ધર્મકાર્યમાં ઢીલ ન કરો. धर्म बडो संसार मँझार, दुःखदारिद विनाशनहार। धर्महीतें सुखसम्पति होई, स्वर्ग-मुक्तिपद पावे सोई।। तातें एक करो भरतार, जिनमन्दिर बनवाओ सार। ईह भव तो तुमरो जस होय, परभवको सुखदायक सोय। धर्म काजमें मेरे कन्त, ढील न किजे करहु तुरन्त।।
સુંદરીની એ વાત સાંભળીને કુંવર બહુ ખુશી થયો, ને તરત રાજદરબારમાં જઈને કહ્યું મહારાજ! જો આપની આજ્ઞા હોય તો આપણા રાજ્યમાં હું એક મોટું જિનમંદિર બંધાવવા ચાહું છું.
રાજાએ કહ્યું-તમે બહુ જ ઉત્તમ વાત વિચારી. તમને ખુશી પડે ત્યાં ઉત્તમ જિનમંદિર બંધાવો, ને મોટો ઉત્સવ કરો.
રાજાની આજ્ઞા લઈને કુંવર તરત ઘરે આવ્યો. મોટા પંડિતો બોલાવ્યા, શુભ મુહૂર્ત જોવડાવ્યાં, ને ચારે બાજુ એક ગાઉ જમીનમાં મનોવતીના હાથે ઉત્તમ જિનમંદિરના પાયા નાંખ્યા. આજે મનોવતીના હર્ષનો પાર ન હતો. ખજાના ખુલ્લા મૂકી દીધા ને છૂટા હાથે ધન ખરચવા માંડયું. કામની દેખરેખ માટે એક મુનીમ રાખ્યો ને તેને કહ્યું કે દેશ-પરદેશથી જે કોઈ કારીગર કે મજૂર આવે તેને કામ સોંપવું ને દરરોજ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ : દર્શનકથા બે પૈસા આપવા; કોઈ માણસને પાછા કાઢવા નહિ. કેશોદેશમાં આ ખબર પહોંચી ગયા અને હજારો માણસો કામ માટે આવવા લાગ્યા. આ રીતે અહીં રત્નપુરીમાં તો જિનમંદિરનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. ત્યારે વલ્લભીપુરમાં શું બની રહ્યું છે? તે જાણવા આપણી કથાને વલ્લભીપુર લઈ જઈએ.
હેમદત્ત શેઠના હાલહવાલ બુધસેન કુંવરના પિતા હેમદત્ત શેઠે મહા સુખકાર એવા જિનદર્શનની નિન્દા કરેલી તેથી તેને મહા પાપ બંધાયું, ને છે મહિનામાં તો તેનું બધું ધન ચાલ્યું ગયું. છપ્પન કરોડ મહોરમાંથી એક પણ મહોર તેના ભંડારમાં ન રહી. ઘરેણાં, ઘર, વસ્ત્ર તેમજ વાસણ બધુંય વેચી ખાધું વધુ શું કહેવું? તેને ખાવાનાય સાંસા પડવા લાગ્યા, માથે લાકડાના ભારા લઈને વેચવા નીકળે તો પણ પેટ ભરાતું નહિ. આવી હાલત થતાં તેઓ પરદેશ નીકળ્યા ને ભીખ માંગવા લાગ્યા, ઘણા દુઃખી થયા. પોતાના કરેલાં પાપનું ફળ જીવને ભોગવવું પડે છે. માટે હે જીવ! તું દેવ-ગુરુ-ધર્મની આસાતના કદી કરીશ નહિ, સદા બહુમાનપૂર્વક દેવ-ગુરુ-ધર્મની આરાધના કરજે. પોતાના કરેલા પાપના ઉદયથી પ્રતિકૂળતા આવી, તેને કોણ મટાડી શકે ! જે ઊંચા હાથીના હોદ્દે બેસતા કે રથમાં નીકળતા, રાજદરબારમાં જેનો આદર થતો, તે આજે ઉઘાડે પગે ભીખ માંગતા ફરે છે ને કોઈ તેને પૂછતું પણ નથી. માતા, પિતા, છ ભાઈઓ તથા છે ભાભીઓ એ ૧૪ માણસો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૪૩ કામ શોધતાં ફરે છે ને દુઃખથી ધીરજ ગુમાવી રહ્યાં છે. પ૬ કરોડ સોનામહોરના સ્વામીની આવી દશા થઈ ગઈ ! એ દેખીને હે જીવો! તમે લક્ષ્મીનો ગર્વ ન કરો. લક્ષ્મી પામીને પણ જિનદેવની ભક્તિમાં તત્પર રહો.
હેમદત્ત શેઠ વગેરે બધાં ભમતાં ભમતાં ઘણાં દિવસે રત્નપુરમાં આવી પહોંચ્યાં. તેમને જોઈને નગરના એક સજ્જને કહ્યું-આપ કોઈ ઉત્તમ કુળના દેખાવ છો; તમે ભીખ માંગો તે શોભે નહિ. જો તમારાથી મજૂરીનું કામ થઈ શકે તો, આ નગરીમાં રાજાના જમાઈ એક કુમાર મોટું જિનમંદિર બંધાવે છે ને તેમાં હજારો માણસોને કામે લગાડ્યા છે, તે રોજના બે પૈસા આપે છે ને કોઈને ના પાડતા નથી, માટે તમે તે કામમાં લાગી જાઓ.
ત્યારે શેઠે કહ્યું-ભાઈ, અમે તો અજાણ્યાં છીએ. અહીં અમને કોઈ ઓળખતું નથી; માટે તમે અમને એ કામમાં લગાડી દો... એટલી અમને સહાય કરો.
એ સાંભળીને તે સજ્જન એ ચૌદેય માણસોને લઈને કુંવરના દરબારમાં આવ્યો. દરબારમાં કુંવર બેઠો હતો. ગજમોતીના હાર, કુંડળ વગેરે શણગારથી તે શોભતો હતો. તેને હાથ જોડીને સજ્જને કહ્યું-કુંવરજી! મારી પ્રાર્થના સાંભળો : આ ૧૪ પરદેશી માણસો ઉત્તમ કુળનાં છે, તેમને જિનમંદિરના કામમાં રાખો.
એ સાંભળીને કુંવર બુધસેને જ્યાં ઊંચી નજર કરી ત્યાં તો પોતાનાં માતા-પિતા, ભાઈ-ભાભીઓને દેખ્યા; અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ : દર્શનકથા તે વિચારવા લાગ્યો કે અરે, આ જગતમાં લક્ષ્મી અસ્થિર છે, તેનામાં કાંઈ સારપણું નથી. એ લક્ષ્મીને ધિક્કાર છે કે જેની ખાતર મારા બાંધવોએ મને ઘરમાંથી કાઢી મૂક્યો ! હવે એ લક્ષ્મીનો નાશ થતાં તેઓ ભીખ માંગીને ખાય છે. પ૬ કરોડ દીનારમાંથી એક પણ ન રહી.-આમ વિચારી કુંવરે તેમને આશ્વાસન આપતાં કહ્યું કે તમે ચિન્તા ન કરો, હું હમણાં જ તમને કામમાં લગાવું છું.-આમ કહીને કુંવર મહેલમાં મનોવતી પાસે ગયો. (કુંવર તો પોતાના માતા-પિતાને ઓળખી ગયો છે, પણ માતા-પિતા વગેરે કોઈ એને ઓળખી શક્યું નથી.)
મહેલમાં આવીને કુંવરે મનોવતીને કહ્યું કે માતા-પિતા તથા ભ્રાતા ને ભોજાઈ-એ બધાય અહીં આવ્યાં છે. હવે તેમની પાસે કાંઈ રહ્યું નથી ને ભીખ માગતાં ફરે છે; તેઓએ મને ગર્વથી કાઢી મૂક્યો હતો, હવે મારો વારો આવ્યો છે. તેઓ મારી પાસે મજૂરી કરવા આવ્યાં છે. તો હવે તેમની પાસે ખૂબ મજૂરી કરાવીને મારા અપમાનનો બદલો વાળું.
ત્યારે ખાનદાન નારીએ તેને ઠપકો આપતાં કહ્યું કે અરે, માતા-પિતા માટે આવાં વચન ઉચારો છો-તે તમને શોભતું નથી. જેમની કૂખે તમે અવતર્યા ને જેમણે તમને મોટા કર્યા–એ માતા-પિતાના ઉપકારનો બદલો કરોડો ઉપાયથી પણ વળે તેમ નથી. આપણે આપણાં પૂર્વકર્મના ઉદયથી દુઃખ પામ્યાં, તેમાં બીજાનો શું વાંક? માટે કોઈને દોષ ન દેશો. અને આ બંધુજનો તથા માતા-પિતા સાથે પ્રેમથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૪૫ મેળાપ કરો. એમને ધન આપો, ને અપકાર ઉપર પણ ઉપકાર કરો. તેમના અવગુણ ન જોતાં ગુણને જુઓ.
ત્યારે કુંવરે કહ્યું કે હે દેવી, સાંભળ! તેઓએ અભિમાનથી મને ઘરમાંથી કાઢી મૂક્યો, તેથી એકવાર તો તેમની પાસે મજૂરી કરાવું,-પછી તું જેમ કહેશે તેમ કરીશું.
સ્ત્રીએ ઘણું સમજાવ્યું કે હે સ્વામી! તમે હવે રાજના ઠઠારામાં ડૂબી ગયા છો તેથી ચેતતા નથી. જુઓ, આ છપ્પન કરોડ દીનારના સ્વામી આજ ભીખ માગી રહ્યા છે, –માટે તમે લક્ષ્મીનો ગર્વ ન કરો, એ તો પડછાયા જેવી છે, કોઈ ઘરમાં તે કાયમ રહેતી નથી. આ પ્રમાણે ઘણું સમજાવવા છતાં કુંવર માન્યો નહિ, ને કહ્યું-બધાં પાસે મજૂરી કરાવીને પછી
ઓળખાણ પાડીશ. ત્યારે મનોવતીએ કહ્યું : સ્વામી! હવે હું તમને કાંઈ કહેતી નથી; પણ મારું કહેવું આટલું તો જરૂર માનો કે માતા-પિતાને તો એક તરફ બેસાડી રાખજો. એમની પાસે મહેનત કરાવશો નહિ. કુંવર તે વાત કબૂલ કરીને મંદિર ગયો, ને ત્યાં મુનિમને બોલાવીને કહ્યું-આ બારે માણસોને મજબૂરીના કામમાં લગાડો; અને તેમની પાસે સવારથી સાંજ સુધી ભારે કામ કરાવો; બાકીના આ બે જણ વૃદ્ધ છે, તેમનાથી મહેનત થઈ શકે તેમ નથી. તેથી તે બંનેને એમ ને એમ બેસી રહેવા દેજો.એ પ્રમાણે હુકમ કરી કુંવર ચાલ્યો ગયો.
આ બાજુ મનોવતીએ મુનીમને બોલાવીને ખાનગીમાં બધી હકીકત જણાવી, કે આ તો કુંવરજીના માતા-પિતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૪૬ : દર્શનકથા
અને ભાઈઓ જ છે, તેઓ ઉચ્ચ કુળનાં છે. તેમણે આવું કામ કદી કર્યુ નથી, અત્યારે પાપકર્મના ઉદયથી તેઓ આવી મજૂરી કરવા તૈયાર થયાં છે. કુંવર તો રાજવૈભવ આડે બધું ભૂલી ગયા છે. પણ તમે મારી આજ્ઞા માનજો કે આ બધાંની પાસે ઓછું કામ કરાવજો. એ સાંભળીને મુનીમે તે આજ્ઞાનો સ્વીકાર કર્યો અને મનમાં તેને ધન્યવાદ આપવા લાગ્યો કે આવી સ્ત્રીઓને ધન્ય છે.-અને પછી તેણે બધાને યોગ્ય કામ સોંપી દીધું.
પરિચય અને કુટુંબિમલન
આ રીતે બધો પરિવાર મજૂરીમાં લાગી ગયો છે. ભૂતકાળને યાદ કરી કરીને તેઓ દુઃખી થાય છે. અરે, અમે લક્ષ્મી તો ગુમાવી ને નાનો ભાઈ પણ ગુમાવ્યો, આમ પશ્ચાતાપથી દુઃખી થાય છે, ને મજૂરી કરીને દિવસો વિતાવે છે.
એમ કરતાં કરતાં કેટલાક દિવસો વીતી ગયા બાદ એક દિવસે સુંદરીએ કુંવરને કહ્યું : હે સ્વામી ! મને આ મહેલમાં એક-એકલું લાગે છે, મારે કોઈ બીજી સખીની જરૂર છે, માટે તમારી માતાને મહેલમાં બોલાવી લો. એ સાંભળીને કુંવરે માતાને મહેલમાં મોકલી.
સુંદરી માતા પાસે મહેલનું કોઈ કામ કરાવતી નથી; તેને પોતાની સાથે ઉત્તમ સ્વાદિષ્ટ ભોજન જમાડે છે, તથા તેની સાથે પકવાન્ન વગે૨ે મોકલીને આખા કુટુંબને ભોજન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૪૭ કરાવે છે. એ રીતે કુંવરથી ગુસપણે કુટુંબીજનોનું પાલન-પોષણ કરે છે.
એક દિવસ સુંદરીએ કહ્યું-માતા! તમે મારા માથાના વાળ ગૂંથી આપો. ત્યારે તે વૃદ્ધમાતાએ સંકોચથી કહ્યું કે તમે તો કોટિધ્વજના વધૂ છો અને અમે તો અત્યંત દરિદ્રી છીએ, તેથી તમારા મસ્તકને હાથ લગાડતાં મારો જીવ ચાલતો નથી.
વૃદ્ધમાતાની એ વાત સાંભળતાં જ મનોવતીની આંખમાં પાણી ઊભરાઈ આવ્યાં : તે વિચારવા લાગી કે અરે, લક્ષ્મી આ સંસારમાં કેવી બૂરી ચીજ છે! ! આ પ્રત્યક્ષ મારી સાસુ છે ને હું તેની પુત્રવધૂ છું; પરંતુ તેની સંપત્તિ નાશ થવાથી તે મારી સમીપ પણ આવી શકતી નથી. પછી માતાને કહ્યું કે તમે ચિન્તા ન કરો, ને મારું માથું ગૂંથી આપો.
ત્યારે તે માતા નજીક આવી ને વાળ ગૂંથવા માટે તેના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮ : દર્શનકથા માથાની રેશમી દોરી છોડી; તેના માથાના ચિહ્ન ઉપર નજર પડતાં જ વૃદ્ધ માતાનું હૈયું એકદમ ભરાઈ આવ્યું, તે આંસુ પાડી–પાડીને ખૂબ રોવા લાગી.
ત્યારે સુંદરીએ પૂછયું-માતા, તમે આટલું બધું રડો છો તો તેનું શું કારણ છે?
વૃદ્ધ માતાએ કહ્યું-બેન, તારું મસ્તક જોતાં મને મારી આગલી વાત યાદ આવી. પણ એ વાત કહું તો કોઈ સાચી માને તેમ નથી.
સુંદરી કહે તમે ભય છોડીને, જે વાત હોય તે કહો.
વૃદ્ધમાતા હાથ જોડીને કહેવા લાગી-દેવી, સાંભળો ! અમે પહેલાં આવાં રંક ન હતાં; અમે વલ્લભીપુરના મોટા ઝવેરી હતાં ને અમારે ઘરે પ૬ કરોડ દીનાર હતી. અમારી હવેલી પર છપ્પન તો ધજા ફરકતી, ને દેશોદેશમાં અમારી પેઢી ચાલતી. મારે સાત પુત્રો છે, તેમાં સૌથી નાનો બુધસેન, તેના વિવાહ હસ્તિનાપુરમાં કર્યા. તેની સ્ત્રી અત્યંત શીલવતી હુતી; સુખકાર હતી; તેણે મુનિ પાસે એવી દર્શનપ્રતિજ્ઞા લીધી હતી કે ગજમોતી ચઢાવીને જિનદેવનું પૂજન કર્યા પછી જ જમવું; પરંતુ પૂર્વકર્મના પાપના ઉદયથી બુધસેનકુંવરને અમે ઘરમાંથી કાઢી મૂક્યો, પુત્રવધૂ પણ એની સાથે જ ગઈ. એ પુત્ર અને પુત્રવધૂનો ક્યાંય પત્તો લાગ્યો નહિ.
(વિશેષમાં વૃદ્ધ માતા કહે છે ) અમે જ્યારથી ઘરમાં જિનદર્શનની નિંદા કરી ને પુત્રવધૂને ઘરમાંથી કાઢી ત્યારથી અમારી લક્ષ્મી નાશ થવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૪૯ લાગી ને આજે અમારા આવા હાલ થયા. મારી પુત્રવધૂને મસ્તકમાં તારા જેવું જ ચિહન હતું, તેથી આ ચિહ્ન દેખતાં પુત્રવધૂના સ્મરણથી મારું હૃદય ભરાઈ આવ્યું.
માતાની એ વાત સાંભળીને સુંદરીને મનમાં લાગણી ઊભરાઈ ગઈ, ને પોતાની ઓળખાણ આપ્યા વગર કહ્યું કે, શું હવે મને તમારી પુત્રવધૂ બનાવવી છે !!—એમ કહીને તેને મહેલમાંથી વિદાય કરી.
માતા ત્યાંથી પોતાના છ પુત્રો પાસે ગઈ ને મહેલમાં બનેલી બધી વાત કરી, ત્યારે પુત્રો તેનું અપમાન કરીને કહેવા લાગ્યા કે વગર વિચાર્યું તે આ શું કર્યું? તું મહેલમાં જેમ તેમ શું કહી આવી? અહીં કોણ તારો પુત્ર ને ક્યાં તારી પુત્રવધૂ? તે અહીં ક્યાંથી હોય? તે આપણી ઓળખાણ કેમ કરાવી દીધી?એમ કહીને ઠપકો આપ્યો, ને ખાવા-પીવાનું આપ્યા વગર તેને ઘરમાંથી કાઢી મૂકી. આથી તે બહુ દુઃખી થઈ.
સુંદરીએ જ્યારે આ વાત સાંભળી કે તરત જ પોતાના સ્વામીને બોલાવ્યો ને કહ્યું કે હે સ્વામી! આ મોટા ભાઈઓ અને ભાભીઓ છે તે તમારા માતા-પિતા સમાન છે. તે હજી માથા ઉપર ભાર ઉપાડ્યા કરે અને તમે આંખેથી જોઈ રહોતેમાં શું તમને લાજ નથી આવતી? હવે તેમના માથે ઘણું વીતી ગયું, માટે તેમને મહેલમાં બોલાવી લ્યો ને સાથે રાખો.
ત્યારે કુંવરે કહ્યું-એમણે અભિમાનથી મને ઘરમાંથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ : દર્શનકથા કાઢી મૂક્યો હતો માટે તેમની પાસે હજી ખૂબ મજૂરી કરાવીને પછી ઓળખાણ પાડીશ.
સુંદરીએ ઘણું સમજાવ્યા છતાં કુંવરે ન માન્યું ત્યારે છેવટે સુંદરીએ સ્પષ્ટ કહ્યું-સ્વામી, સાંભળો! હવે ભાઈભાભીઓ મજૂરી કરે તે મારાથી તો જોઈ શકાતું નથી; તેમને બોલાવવાની ઈચ્છા ન હોય તો તમે તમારે મહેલમાં બેસી રહેજો, પણ હું તો તેમને અહીં બોલાવી જ લઉં છું, અને તેમને ધન-વસ્ત્ર વગેરે સોંપું છું; શું તમારું જ ધાર્યું થશે ? ને મારું કાંઈ નહીં ચાલે? જો તમે હઠ કરશો તો હું બધા વચ્ચે જાહેર કરી દઈશ કે આ બધાં અમારા વડીલ-કુટુંબીજનો છે, તેમની પાસે કુંવરે અભિમાનથી મજૂરી કરાવી.-આમ લોકોમાં તમારી ખૂબ નિંદા થશે.
આ પ્રમાણે રોષપૂર્વક સુંદરીએ કહ્યું ત્યારે કુંવરે વિચાર્યું કે આ શ્રી હવે રષ્ટ થઈ છે, જો તેના કહેવા પ્રમાણે નહિ કરું તો તે બધી વાત જાહેર કરી દેશે ને મારી બહુ નિંદા થશે. આમ વિચારીને તેણે સુંદરીની વાત માની લીધી, અને તુરત એક સેવકને બોલાવીને તે ચૌદ પરદેશી માણસોને મહેલે બોલાવી લાવવા મોકલ્યો.
સેવકે ત્યાં જઈને માતા-પિતા તથા ભાઈ-ભાભીઓને કહ્યું કે તમને બધાંને હમણાં જ કુંવર સાહેબ બોલાવે છે. એ સાંભળતાં જ બધાય ભયથી ધ્રુજવા લાગ્યા; અમને બધાને બોલાવ્યા છે, હવે કોણ જાણે અમારું શું થશે? આમ બીકથી ધ્રૂજતાં ધ્રૂજતાં તે બધા કુંવરના મહેલમાં આવી પહોંચ્યા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૫૧ તેઓ મહેલમાં દાખલ થયાં કે તુરત કુંવરે દરવાજા બંધ કરાવી દીધા, આથી તે બધાંય વધુ ભયભીત થયા. ભયથી ધૃજતાં ધૃજતાં થોડીવારે તેઓ મહેલના ચોકમાં પહોંચ્યાં, ત્યાં મનોવતી સુંદરી બેઠી હતી.
માતા-પિતા પ્રત્યે હાથ જોડીને કુંવરે કહ્યું કે હું પિતાજી ! હે માતાજી! આપ સૌ ભય છોડીને મારી સુખકર વાત સાંભળો. હું તમારો તે પુત્ર (બુધસેન ) જ છું કે જેને તમે ઘરમાંથી કાઢી મૂક્યો હતો. આમ કહીને કુંવરે માતા-પિતાને મસ્તક નમાવીને નમસ્કાર કર્યા; મનોવતીએ પણ સાસુને પગે પડીને નમસ્કાર કર્યા.
હેમદત્ત શેઠ તો અપાર હર્ષિત થયા ને પુત્રને ગળે વળગાડયો. અને માતાના હર્ષનું તો કહેવું જ શું! પુત્રને અને પુત્રવધૂને જોતાં એ તો હર્ષથી ઘેલી બની ગઈ. એકબીજાના મિલનથી સૌને આંસુની ધાર વરસવા લાગી. વડીલ ભાઈઓને તેમજ ભાભીઓને પણ ઘણા જ હેતથી મળ્યા. પછી ઘરના ઇંડાર ખોલીને અનેક પ્રકારનાં વસ્ત્રો, આભૂષણો કાઢી સૌને પહેરાવ્યાં; આખા કુટુંબને આનંદ પૂર્વક સજાવ્યું; હર્ષથી સૌએ સાથે બેસીને ભોજન કર્યું, ને પોતપોતાના સુખ-દુઃખની વાતો કરી. મનોવતીની દર્શનપ્રતિજ્ઞાની સૌએ ઘણી પ્રશંસા
કરી.
થોડા દિવસ પછી કુમારે વડીલ બંધુઓને કહ્યું-ભાઈ, આપ મારી વાત સાંભળો. કેટલુંક દ્રવ્ય લઈને આપ દેશાંતર જાઓ ને પછી ત્યાં વેપાર કરી, વૈભવસહિત અહીં પાછા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૫૨ : દર્શનકથા
રત્નપુરીમાં પધારો, અને ત્યારે આપનું જાહેર સ્વાગત કરીને હું રાજા વગે૨ે સાથે ઓળખાણ કરાવું. જેથી આપણા કુળની ઉત્તમ આબરૂ જળવાય.
બુધસેનની એ વાત સૌને ગમી,ને આનંદપૂર્વક અસવાર સહિત ધન લઈને બીજા નગર તરફ વિદાય થયા. થોડા દિવસ પછી કુંવરે અહીંથી તેમને તેડવા માટે હાથી-૨થઘોડા-પાલખી વગે૨ે અનેક સાજ મોકલ્યા; કોઈ હાથીની અંબાડી ઉપર, તો કોઈ રથમાં, કોઈ ઘોડા ઉપર, તો કોઈ પાલખીમાં, એ પ્રમાણે ધજાવાવટા ને ડંકાનિશાન સહિત ધામધૂમથી સૌ રત્નપુરીમાં આવી પહોંચ્યા. કુંવરે રાજાને ખબર મોકલ્યા કે મારા વડીલ બંધુઓ અહીં આવ્યા છે. એ સાંભળીને રાજાએ તરત નગરમાં ઢોલ પીટાવ્યો કે બધા પ્રજાજનો એમનું સામૈયું કરો. પ્રજાજનો હર્ષપૂર્વક તેમનું સામૈયું કરવા ધામધૂમથી ચાલ્યા, રાજા પણ સાથે આવ્યો. હાથી ને ઘોડા, નોબત ને વાજાં સહિત સૌ બગીચામાં આવ્યા ને ત્યાં કુંવરે બધા સ્વજનો સાથે મેળાપ કરાવ્યો. કુંવરે રાજાને પોતાના ભાઈઓની ઓળખાણ પાડી. અરસ-પરસ મિલનથી સૌને ઘણો હર્ષ થયો. ત્યાંથી ગાજતેવાજતે સવારી કાઢીને રાજા તે સૌને પોતાના મહેલમાં લાવ્યો, સૌનું સન્માન કરીને ઉત્તમ ભોજન જમાડયા, અને સૌને હાર પહેરાવ્યા. પછી કુંવરના મહેલે જઈને તેની રાણીને તથા મનોવતીને સૌ મળ્યા, એકબીજાને દેખીને સૌને હર્ષ થયો; ને આ બધો પ્રતાપ મનોવતીની દર્શનપ્રતિજ્ઞાનો છે એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : પ૩ કહીને જિનદર્શનનો સૌ ઘણો મહિમા કરવા લાગ્યા.દેખો દર્શન ફલ તુરત સાર,
તાતેં સબ સુનિયો નરનાર / જિન દર્શન પ્રતિજ્ઞા કરો સોય,
તાકો ફલ કહુત અંત ન હોય | इह विधिसो परिवार सब, मिलो तहां जो जाय । धन्य धर्म जिनराजको , वह अब भयो सहाय।।
सबै सुनो नर नार, दर्शनप्रतिज्ञा कीजिये। भवभव सुखदातार, नरभवको फल लीजिये।।
કથાકાર કવિ ભારમલ્લજી વારંવાર ભાવપૂર્વક કહે છે કે હે જીવો! તમે જિનેન્દ્રભગવાનના દર્શનને મહાન સુખકાર જાણીને અવશ્ય દર્શનપ્રતિજ્ઞા ધારણ કરો. દરેક જીવે જિનદેવના દર્શન જરૂર કરવા જોઈએ તેનું ફળ માન છે.
રત્નપુરીમાં જિનમંદિરનો પ્રતિષ્ઠા-મહોત્સવ હવે અહીં રત્નપુરમાં મનોવતીની ભાવના અનુસાર અતિશય વિશાળ ઊંચું ને સુંદર જિનમંદિર તૈયાર થઈ ગયું; એની શોભાની શી વાત? આરસનાં પગથિયાં હતાં, બિલ્લોરી પથ્થરના સ્તંભ હુતાં, કાશ્મીરી કારીગરીની સુંદર વેદી હતી, ઠેરઠેર અરીસા લાગેલા હતાં, મોતીની માળા ને તોરણો ઝૂલતાં હતાં, અનેક સ્થળે સોના-ચાંદીની નકશી હતી, મંદિર ઉપર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ : દર્શનકથા ઘણું જ ઊંચું શિખર હતું ને તેના ઉપર સુવર્ણનો કળશ ચમકતો હતો, સૌથી ઊંચે ધર્મધ્વજા ફરકતી હતી. આવું ભવ્ય જિનમંદિર જોઈને મનોવતીના હર્ષનો પાર ન રહ્યો. તેણે કુંવરને કહ્યુંસ્વામી! સુંદર જિનમંદિર તૈયાર થઈ ગયું છે, માટે હવે પ્રતિષ્ઠામાં વિલંબ ન કરો. ઘણા જ ઉલ્લાસથી જિનેન્દ્રભગવાનના પંચકલ્યાણકનો મોટો ઉત્સવ કરાવો ને દેશોદેશના યાત્રિકોને તેડાવો. જૈનધર્મની મહાન પ્રભાવના કરો. ધર્મના આવા ઉત્તમ કાર્યમાં ઢીલ કરવી ઉચિત નથી, માટે આ કાર્ય તુરત કરો.
એ સાંભળીને કુંવર તરત રાજદરબારમાં ગયો, અને કહ્યું-મહારાજ! જિનેન્દ્રદેવનું ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું છે, હવે આપની આજ્ઞાથી તેમાં ભગવાનની પ્રતિષ્ઠાનો ઉત્સવ કરવાની ભાવના છે.
રાજાએ તે સાંભળતાં જ હર્ષથી કહ્યું તમારો વિચાર ઘણો જ ઉત્તમ છે, તમે આનંદથી મોટો ઉત્સવ કરો ને આ રત્નપુરીની શોભા બઢાવો. તેમાં અમારે લાયક જે કાંઈ કાર્ય હોય તે માટે હું હાજર છું. ભગવાનની પ્રતિષ્ઠા માટે રાજ્યના ભંડાર ખુલ્લા છે. ધન્ય આ નગરી, કે જ્યાં મનોવતી જેવા જિનભક્તો વસે છે, ને જ્યાં જિનેન્દ્રભગવાનના પંચકલ્યાણકનો મહોત્સવ થશે.
પ્રતિષ્ઠા-ઉત્સવની તડામાર તૈયારી ચાલવા લાગી. રાજાએ નગરમાં ડાંડી પીટાવીને સમસ્ત પ્રજાને હુકમ કર્યો કે પ્રતિષ્ઠા-ઉત્સવમાં જે કોઈ યાત્રિકો આવે અને તેમને જે કાંઈ વસ્તુની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૫૫ જરૂર હોય તે તત્કાળ આપવી. જે વસ્તુ માગે તે આપવી, ને તેની જે કિંમત થાય તે રાજના ભંડારમાંથી લઈ લેવી, યાત્રિકો પાસે કોઈએ કિંમત માગવી નહિ, કોઈ યાત્રિકની કાંઈ ભૂલચૂક થાય તો તે માફ કરવી. યાત્રિકોની રક્ષા માટે સૈન્ય પણ આપ્યું. એ રીતે કુંવરને માન આપીને મહોત્સવનો ઉત્સાહ બતાવ્યો.ખરેખર, આવા ધર્મપ્રેમી નૃપતિને પણ ધન્ય છે.
એ રીતે રાજાની આજ્ઞા લઈને કુંવર આવ્યો, ને તુરત પંડિતોને તેડાવ્યા, પ્રતિષ્ઠાનાં મંગળ મુહૂર્ત જોવડાવ્યાં; તથા નગરમાં નિમંત્રણ પત્રિકા મોકલીને પંચને બોલાવ્યા. માલવ અને કુરુજાંગલ, હસ્તિનાપુર ને ઉજ્જૈન, અવન્તી અને મહારાષ્ટ્ર, ગુજરાત અને સૌરાષ્ટ્ર, કૌશલ અને કોંકણ, અંગ અને બંગ, મગધ અને પટણા, કાશ્મીર અને કાશી, મેરઠ ને તૈલંગ, વલ્લભીપુર ને દક્ષિણદેશ, એમ સર્વત્ર કંકોતરી મોકલીને સાધર્મીઓને તેડાવ્યા. ઠેરઠેરથી હજારો-લાખો યાત્રિકો આવવા લાગ્યા. નગરીને શણગારીને ઠેરઠેર તંબુઓ નાખ્યા, ધજા-પતાકા ફરકવા લાગી, નૌબત-વાજાં વાગવા માંડયા. અનેક દેશના મોટામોટા શ્રાવકોએ આવીને આનંદમાં વૃદ્ધિ કરી; કેટલાય હાથી, ઘોડા, રથ આવ્યા; મનોવતીએ ભગવાનની રથયાત્રા માટે સોના-ચાંદીનો એક અદ્દભુત રથ કરાવ્યો. જેમાં ઠેરઠેર હીરામોતીનાં તોરણ ઝૂલતાં હતાં ને નીલમણિનાં છત્રો શોભતાં હતાં. મહોત્સવ માટે કુંવરે ભંડાર ખુલ્લા મૂકી દીધા, ને ઘણું જ ધન વાપર્યું. જિનેન્દ્રમહિમાનો આવો પ્રભાવશાળી ઉત્સવ જઈને નગરજનો આશ્ચર્ય પામ્યા, સર્વત્ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ : દર્શનકથા જૈનધર્મનો મહિમા ફેલાઈ ગયો, હજારો-લાખો જીવોએ બહુમાનથી જૈનધર્મ અંગીકાર કર્યો. ચારેકોર યાત્રિકોની ભીડનો તો પાર ન હતો. યાત્રિકોને અનેક પ્રકારે સન્માન કર્યું ને ઘણું વાત્સલ્ય બતાવ્યું.
આ રીતે પ્રતિષ્ઠા-મહોત્સવનો આનંદકારી મેળો ભરાયો. અને જિનમંડપની શોભા કેવી હતી તે હવે સાંભળો. બાવન ગજની વેદીકા ઉપર સોનાનું હીરાજડિત ઉત્તમ સિંહાસન હતું, ચારેકોર મખમલ અને કિનખાબના ઉત્તમ ચંદરવા બાંધ્યા હતાં, મોતીના માંડલા પૂર્યા હતાં ને ગજમોતીના ચોક પૂર્યા હતાં. સુવર્ણના વેદીમંડપ ઉપર બાવન આંગળની મોતીની ઝાલર લટકતી હતી, ને ઠેરઠેર હીરા-માણેક જડ્યા હતાં.
| જિનમંદિરમાં પાર્શ્વનાથ પ્રભુની રત્નમય જિનપ્રતિમા સ્થાપી હતી; એ પ્રતિમા ઘણી મોટી હતી ને ચૌમુખી હતી. ચારે બાજુથી તેની પૂજા થતી હતી. પૂજન કરનારા નરનારીઓના હાથની આંગળીમાં રત્નજડિત મુદ્રા હતી ને ગળામાં ગજમોતીના હાર હતા; શિર પર સુવર્ણમુગટ અને કપાળમાં કેશરનાં તિલક શોભતાં હતાં. આવા ઠાઠસહિત ઈન્દ્રધ્વજ મહાપૂજન ચાલતું હતું. પૂજનમાં ઉત્તમ પ્રકારના અષ્ટદ્રવ્યના ઢગલેઢગલા ચઢતા હતાં, ધૂપઘટમાં જાણે પાપ બળીને ભસ્મ થતાં હતાં, છત્ર અને ચામરથી જિનપ્રતિમા મનોહર લાગતા હતાં. છડીદાર હાથમાં સોનાની છડી લઈને ઊભા હતા. અનેક જાતનાં મંગલવાજાં ને નોબત વાગતાં હતાં, ઝાલર-ઘંટા વાગતાં હતાં ને ભક્તજનો જયજયકાર કરતા હતાં. દિવસે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૫૭ તો પૂજન થતું ને રાત્રે જાગરણ થતું-તેમાં ભક્તિ કરતા, ને તીર્થંકરપ્રભુના પંચકલ્યાણકના અવનવાં દશ્યો થતાં. અધિક વર્ણન કેટલું કરીએ? એના વર્ણનનો પાર આવે તેમ નથી. મહેમાનોનું ને યાત્રિકોનું સન્માન કરીને પટરસ ભોજન જમાડતા. રાત્રે કોઈ જમતું ન હતું.
આમ આનંદપૂર્વક સાત દિવસ વીતતાં મહાપૂજન પૂર્ણ થયું ને આઠમા દિવસે જિનેન્દ્રદેવની મહાન રથયાત્રાની તૈયારી થઈ. શણગારેલા હાથી સુવર્ણના રથને ચલાવતા હતા.
પ્રતિષ્ઠામાં ઇન્દ્ર-ઇન્દ્રાણીની વિધિ આવતાં રાજકુમારીના મનમાં અભિમાનથી એવો વિચાર આવ્યો કે કુંવર મને જ ઇન્દ્રાણી તરીકે સ્થાપશે, મનોવતીને નહીં સ્થાપે. પંચના કાને આ વાત આવતાં તેમને ચિન્તા થઈ ને તેઓ રાજદરબારમાં આવ્યા. પંચનો આદર કરીને રાજાએ પૂછયું-કહો, તમને કોણે સતાવ્યા કે જેથી દરબારમાં આવવું પડ્યું? ત્યારે સકલ પંચે હાથ જોડીને કહ્યું-મહારાજ! જિનમંદિરની પ્રતિષ્ઠાનો મોટો ઉત્સવ ચાલે છે, તેમાં મનોવતી અને રાજકુમારી એ બેમાંથી કોણ ઇન્દ્રાણી થાય? આપની તે સંબંધમાં શું સલાહુ છે? ત્યારે ન્યાયતંત રાજાએ કહ્યું કે-મનોવતી સુંદરીની દર્શનપ્રતિજ્ઞાના કારણે જ આ મંદિર બન્યું છે, માટે તે જ ઇન્દ્રાણી થાય. આ સાંભળીને પંચના માણસો જિનમંદિરે પહોંચ્યા ને રાજાનો હુકમ કહી સંભળાવ્યો. કુંવર અને મનોવતીએ ઇન્દ્ર-ઇન્દ્રાણી થઈને ઘણા આનંદોલ્લાસથી ભગવાનના પંચકલ્યાણક ઉજવ્યા; ને પ્રતિષ્ઠાવિધિપૂર્વક “ફાગણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ : દર્શનકથા સુદ બીજે ' પરમ ભક્તિપૂર્વક જિનમંદિરની વેદી પર જિનેન્દ્રભગવાનને બિરાજમાન કર્યા. સર્વત્ર જયજયકાર છવાઈ રહ્યો, ચારેકોર મંગળ વાજાં વાગવા માંડ્યાં. આમ જિનેન્દ્રભગવાનની પ્રતિષ્ઠા થતાં મનોવતીને અપાર આનંદ થયો. વીતરાગ જિનબિંબ સન્મુખ ચૈતન્યધ્યાનની ફુરણા થતાં તે સમ્યગ્દર્શન પામી.
આઠ દિવસનો ઉત્સવ પૂર્ણ થતાં નવમા દિવસે યાત્રિકોને સન્માનપૂર્વક વિદાય આપી. હસ્તિનાપુર તથા વલ્લભીપુરના યાત્રિકોને થોડા દિવસ વધુ રોકીને હર્ષથી વિદાય આપી. સૌ યાત્રિકો પોતપોતાના ગામ જઈને પ્રતિષ્ઠા-મહોત્સવના આનંદની ચર્ચા કરવા લાગ્યા.
यह विधिसों जिनभवनकी करी प्रतिष्ठा सार। धन्य जन्म तिनको अबै, धन्य तिनको अवतार।।
હવે આ કથાને અહીં ઊભી રાખીને ચાલો આપણે વલ્લભીપુર (કુંવરના મૂળ ગામમાં) જઈએ અને ત્યાં શું બન્યું તે જોઈએ.
વલ્લભીપુરમાં પુનરાગમન વલ્લભીપુરના યાત્રિકો પોતાની નગરીમાં પહોંચ્યા અને ત્યાં જઈને રાજાને વાત કરી કે હે મહારાજ! રત્નપુરીમાં જેણે આ મોટો પ્રતિષ્ઠામહોત્સવ કરાવ્યો તે તો આપણી નગરીના હેમદત્ત શેઠનો જ પુત્ર બુધસેન છે. ગજમોતીના ભંડાર એના ઘરમાં ભર્યા હતા; તેની સ્ત્રીને ગજમોતી વડે ભગવાનની પૂજાની પ્રતિજ્ઞા હતી. જ્યારે આપે ગજમોતી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : પ૯ માંગ્યા ત્યારે આપના ભયને લીધે શેઠે તે પુત્રને ઘરમાંથી કાઢી મૂક્યો; મનોવતીની દર્શનપ્રતિજ્ઞાના પ્રભાવથી તેનો ભાગ્યોદય થયો છે, ને તે રત્નપુરીનો રાજજમાઈ બન્યો છે. મનોવતીના કહેવાથી તે કુંવરે જિનમંદિર બંધાવ્યું ને જિનેન્દ્રભગવાનની પ્રતિષ્ઠાનો મોટો મહોત્સવ કર્યો.
પ્રજાજનો પાસેથી એ વાત સાંભળીને રાજાને ઘણો પસ્તાવો થયો કે અરે, આવા સાધર્મી પુરુષને મારા ભયને લીધે નગરીમાંથી તેના પિતાએ કાઢી મૂક્યો, ને મને એની ખબર પણ ન પડી ! વળી એની સ્ત્રીને દર્શનપ્રતિજ્ઞા હતી તેની પણ મને ખબર ન પડી, ને મારા ભયથી તેમને ઘર છોડવું પડ્યું! અરે, મારા જેવો પાપી કોણ ? આમ રાજાને મનમાં બહુ દુઃખ થયું. તરત જ તેણે મંત્રીને બોલાવ્યા ને કહ્યું-તમે હમણાં જ જઈને કુંવરને અને તેની સ્ત્રીને માન સહિત અહીં તેડી લાવો, તેમાં જરાપણ ઢીલ ન કરો.
ત્યારે મંત્રીએ કહ્યું કે એ તો રત્નપુરમાં રાજ કરે છે, તે અહીં કેમ આવશે?
રાજાએ કહ્યું : તમે જઈને કુંવરને એમ કહેજો કે હે કુંવર! જો તું વલ્લભીપુર નગરીમાં પાછો નહિ આવે તો રાજાના પ્રાણ છૂટી જશે.
એ સાંભળીને મંત્રીઓ તરત રત્નપુર ચાલ્યા. રત્નપુરમાં કુંવરે તેમનો ઘણો આદર-સત્કાર કર્યો. જિનમંદિર જઈને તેઓ બહુ જ ખુશી થયા. ને પછી કુંવરને મળીને કહ્યું કે રાજા તમને વલ્લભીપુરમાં તેડાવે છે માટે તમે પધારો... ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦ : દર્શનકથા અમારી ભૂલચૂક થઈ હોય તે માફ કરો. પ્રથમ તો કુંવરે વલ્લભીપુર જવાની અનિચ્છા બતાવી પણ જ્યારે મંત્રીએ કહ્યું કે તમે નહિ આવો તો રાજા પ્રાણ છોડશે; ત્યારે મનોવતીએ કુંવરને સમજાવ્યો અને કહ્યું કે આપણું આખું કુટુંબ અહીં છે, વલ્લભીપુરમાં તો કુટુંબનું નામ પણ રહ્યું નથી; ને અહીં તો આપણાં માતા-પિતાને કે કુટુંબને કોઈ ઓળખતું નથી. બધા લોકો તમને તો રાજાના જમાઈ તરીકે જ ઓળખે છે; માટે હું સ્વામી ! આપણે આપણા પ્રદેશમાં જઈએ.
એ સાંભળીને કુંવરે વલ્લભીપુર જવાની તૈયારી કરી; ને રાજા પાસેથી પ્રેમપૂર્વક વિદાય લીધી. રત્નપુરીના જિનમંદિરમાં અતિ ભક્તિપૂર્વક દર્શન કરીને તથા ગજમોતીના પુંજ ચઢાવીને આખું કુટુંબ વલ્લભીપુર તરફ ચાલ્યું સાથે હાથી-ઘોડા-રથ ને વૈભવનો પાર નથી. માતા-પિતા, છ ભાઈઓ-ભોજાઈઓ એ બધા પરિવાર સહિત વાજતેગાજતે વલ્લભીપુર તરફ ચાલ્યા. અરે, એક વખત જેઓ ભીખ માંગવા આ નગરીમાં આવ્યા હતા તેઓ અત્યારે ધામધૂમથી ડંકા-નિશાન સહિત જઈ રહ્યા છે, -આ બધો પ્રતાપ દર્શનપ્રતિજ્ઞાનો છે. એમ જાણીને સૌ નર-નારી હંમેશા ભગવાનના દર્શનની પ્રતિજ્ઞા કરો.
ચાલતાં ચાલતાં થોડા દિવસે તેઓ હસ્તિનાપુર આવી પહોંચ્યા, ત્યાં તેના સસરાએ (મનોવતીના પિતાએ) તેમનું ઘણું જ સન્માન કર્યું, એ બધાને હારતોરા પહેરાવ્યા, પટરસ ભોજન જમાડ્યા, ત્યાં બે દિવસ રોકાઈને આગળ કૂચ કરી, ને થોડા જ દિવસમાં વલ્લભીપુર આવી પહોંચ્યા. રાજાને તેની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૬૧
ખબર પડતાં જ નગ૨માં દાંડી પીટાવીને ધામધૂમથી તેનું સામૈયું કર્યું. રાજા પોતે કુંવરને મળીને બહુ ખુશી થયો, ને સૌને પોતાના મહેલે લાવીને ઘણું સન્માન કર્યું. તથા દર્શનપ્રતિજ્ઞાની ઘણી પ્રશંસા કરી. નગરજનો પણ બુધસેનકુમાર અને મનોવતીને દેખીને બહુ ખુશી થયા. જુઓ, આ જિનદર્શનનો મહિમા ! તેના પ્રતાપથી પાપકર્મો નષ્ટ થઈ જાય છે ને જ્યાં જાય ત્યાં જીવને લાભ થાય છે.
રાજમહેલેથી આખો પરિવાર પોતાના ઘરે આવ્યો... મુખ્ય દરવાજેથી સૌ મહેલમાં પ્રવેશ્યા; મનોવતી પાછળ હતી. તેણે દરવાજામાં પગ મૂક્યો કે તરત જ ત્યાંથી ખજાના નીકળ્યા. જ્યાં તે જાય ને જ્યાં તે બેસે ત્યાં છપ્પન કરોડ દીનારના ઢગલા થાય. પુણ્યોદયનું આવું ફળ આવ્યું. તે ઘરમાંથી ગઈ ત્યારે શેઠની લક્ષ્મી પણ ચાલી ગઈ, ને ફરીને તે ઘરમાં આવતાં લક્ષ્મીની વૃદ્ધિ થવા લાગી; તેમના મહેલ ઉપર છપ્પન ધજા ફરકવા લાગી, દેશોદેશનો વેપાર શરૂ થયો. જિનમંદિરમાં તેમણે મોટી પૂજા રચાવી, ખૂબ દાન દીધું, ને સાધર્મીઓનું સન્માન કર્યું. મનોવતી આનંદપૂર્વક ધર્મનું આરાધન કરવા લાગી.
એક દિવસ કુદરતયોગે શ્રી જિનધર મુનિરાજ તે વલ્લભીપુર નગરીમાં પધાર્યા; જે મુનિરાજ પાસે પોતે દર્શનપ્રતિજ્ઞા લીધી હતી તે મુનિવરના દર્શનથી મનોવતીને અપાર હર્ષ થયો... ને બુધસેનકુમાર સહિત પરમ ભક્તિપૂર્વક મુનિરાજને આહારદાન કર્યું. ઘ૨માં આનંદ છવાઈ ગયો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨ : દર્શનકથા
મુનિદર્શન અને સમ્યકત્વપ્રાપ્તિ
શ્રી મુનિરાજના ઉપદેશથી બુધસેનકુમારે પણ સમ્યગ્દર્શનનું ગ્રહણ કર્યું ને તેમના સમસ્ત પરિવારે દર્શનપ્રતિજ્ઞા અંગીકાર કરી.. હું પાઠક! તું પણ મનોવતીની જેમ જિનવરદેવની આરાધના કરીને સમ્યકત્વને ગ્રહણ કર.
અંતમાં જિનદર્શનનો મહિમા કરતાં કથાકાર-કવિ લખે છે કેઈહ વિધસો સુંદરી ઘર આય, દર્શપ્રતિજ્ઞા કો પરભાવ: દર્શન કરે પરમપદ હોય, દર્શન ચક્રવર્તી ગુણ સોય. દર્શનનેં ઇન્દ્રાસન પાય, દર્શનફલ ફણપતિ ગુણગાય; બહુત બાત કો કહે બઢાય, દર્શનાઁ ત્રિભુવનકે રાય. જો જન દર્શન કરે ન કોય, પશુ સમાન નારીનર હોય. તાતેં સુનિયો સબ નરનાર, કીજે દર્શપ્રતિજ્ઞા સાર.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૬૩ હવે અહીં કોઈ પ્રશ્ન કરે કે જેને જિનદર્શનની પ્રતિજ્ઞા હોય, અને ક્યાંક જિનદર્શન મળતા ન હોય તો તેણે શું કરવું?
તેનો ઉત્તર :- જ્યાં સુધી જિનદર્શન મળી શકે ત્યાં સુધી તો દર્શન વગર ન રહેવું. પણ એવો જ યોગ બને કે જ્યાં જિનદર્શન ન હોય, તો મનમાં જિનદર્શનની ભાવનાપૂર્વક તે દિવસે ઉપવાસ અથવા એકાશન કરે, એટલી શક્તિ ન હોય તો જિનવરદેવને યાદ કરીને, ભોજન વખતે જે વસ્તુઓ તેમાં એક વસ્તુનો ત્યાગ કરે.—એ રીતે દર્શનપ્રતિજ્ઞાનું પાલન કરે.
તાતે નરનારી સુન લેહુ, દર્શપ્રતિણા પાલહુ યેહુ; દર્શસમાન ઔર ન હોય, દર્શસમાન ન જગમેં કોય. તાતે દર્શપ્રતિજ્ઞા લેય, દર્શન બિન ભોજન ન કરે; દર્શન બિન ધિક જીવન હોય, યહુ નિશ્ચયકર જાનો સોય. દર્શનકથા પૂરણ ભઈ, “ભારમલ્લ’ પ્રગટ કર દઈ; ભૂલચૂક જો કછૂ ભી હોય, પંડિત શુદ્ધ કરો સબ કોય. મેં મતિહીન કહી અતિકાર ક્ષમિયો બુધજન લઘુ નિરધાર; પઢે સુને જન જો મન લાય, જન્મ જન્મ કે પાતક જાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* પ્રશસ્તિ | તીર્થધામ સુવર્ણપુર સૌરાષ્ટ્રદેશ મોઝાર, સીમંધર જિનવરતણાં દર્શન આનંદકાર.
જ્યાં ગુરુ કહાન બિરાજતા અનેક સંતની સાથ, સાધર્મી સહુ સેવતા શ્રી જિન-શાસ્ત્ર-સુપાઠ. જિનમંદિર જિનદેવનું અતિશય ભવ્ય ઉદાર, પચીસ વર્ષ પૂરણ થતાં, ઉત્સવ મંગલકાર. બે હજાર બાવીશની બીજ ફાગણ ઉજમાળ, જિનવરપ્રભુની ભક્તિથી કરી કથા સુખકાર. પ્રગટી સંત શ્રીમુખથી દર્શનકથા સુસાર, સુણતાં ભક્તિ ઉલ્લસી, સૌ બોલે જયજયકાર. હરિ વંદે જિનચરણમાં અતિશય ભક્તિસહિત, જિનવરપ્રભુ શરણું ગ્રહી પામ્યો આતમહિત.
શ્રી જિનેન્દ્રપ્રભુ પ્રત્યે પરમભક્તિથી લખાયેલી
આ દર્શનકથા વાંચી-સાંભળીને સૌ જિનેન્દ્રભક્તિની વૃદ્ધિ કરો !
-: નય જિનેન્દ્ર :
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન મહાવીર નિવણમહોત્સવ-પ્રકાશન
[ પુષ્પ : ૨૧]
* જૈન ધર્મની વાર્તાઓ *
(૧) એક હતું. દેડકું
(૨) એક હતો વાંદરો [દેડકાની કથા ભગવાન મહાવીરના સમયની , અને વાંદરાની વારતાનો સંબંધ ભગવાન ઋષભદેવની સાથે છે.]
લે. બ્ર. હરિલાલ જૈન. સોનગઢ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેડકાની વારતા (દેડકામાંથી દેવ)
અઢી હજાર વર્ષ પહેલાની વાત છે. એ વખતે ભગવાન મહાવીર આ ભરતભૂમિમાં વિચરતા હતા... ને ધર્મનો ઉપદેશ દેતા હતાં.
મહાવીર પ્રભુ એકવાર રાજગૃહીનગરીમાં પધાર્યા. રાજગૃહીનગરી ઘણી જ રળીયામણી. શ્રેણીકરાજા ત્યાં રાજ કરે. તે રાજા જૈનધર્મના મહાન ભક્ત.
એક દિવસ માળીએ આવીને રાજાને સમાચાર આપ્યા કે નગરીમાં પ્રભુ પધાર્યા છે.
શ્રેણીકરાજા તો એ સાંભળીને ખુશખુશ થઈ ગયા. માળીને ઘણું ઈનામ આપ્યું... ને નગરીમાં ઢંઢેરો પીટાવ્યો કે મહાવીર પ્રભુ પધાર્યા છે; ચાલો સહુ તેમને વંદન કરવા.. ચાલો તેમનો ઉપદેશ સાંભળવા.
રાજા તો હાથી ઉપર બેસીને ભગવાનને વંદન કરવા ચાલ્યો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩)
ભો... ભોં.. ભૂમ ભું!
પો. પો... V... V... વાજાં વાગ્યા ને ઢોલ ઢમક્યા. રાજાની સાથે હજારો નગરજનો દર્શન કરવા ચાલ્યા.
આ બધું જોઈને એક દેડકાનેય મન થયું કે હું પણ ભગવાનના દર્શન કરવા જાઉં એટલે મોઢામાં એક ફૂલ લઈને એ ઉપડયું ભગવાનના દર્શન કરવા. ભક્તિભાવથી એ તો દોડયું જાય છે
5
(
)
)
:
-
- 11\U
S
: ----
--
ક
દેડકું દેડકું દોડ્યું જાય, મોઢામાં ફૂલ લઈને જાય, વીર પ્રભુને વંદવા જાય, એને દેખી આનંદ થાય. ડગ... ડગ... ડબકા...! ટબ... ટબ.. ટબક... !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪) દેડકાભાઈ તો ચાલ્યા જાય છે. એના હૈયામાં આનંદ માતો નથી.
પાછળ શ્રેણીકરાજાનો હાથી પણ ચાલ્યો આવે છે. રાજા હાથી ઉપર બેસીને જાય ને દેડકાભાઈ કૂદતાકૂદતા જાય... બંનેને ભગવાનના દર્શનની ભાવના છે. બંનેને ભગવાન ઉપર ભક્તિ છે. હોંશે હોંશે દેડકું ઠેકડા મારતું જાય છે.
ટબ ટબ ટબક... !
ડગ ડગ ડબક... ! એને આસપાસનું કાંઈ ભાન નથી. એક જ ધૂન છે કે વીરપ્રભુનાં દર્શન કરું.
એવામાં રાજાના હાથીનો પગ એના ઉપર આવી ગયો. અરર! દેડકા ઉપર હાથીનો પગ !! પછી એ ક્યાંથી બચે? દેડકું તો મરી ગયું.
દેડકું દેડકું દોડ્યું જાય, વીરપ્રભુને પૂજવા જાય, રસ્તામાં એ મરી જાય, મરીને એ દેવ થાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫)
TiIM
દારુ
દેડકું તો હાથીના પગ નીચે કચડાઈ ગયું ને મરી ગયું.... પરંતુ મરતાં મરતાંય ભગવાનની પૂજા કરવાની ભાવના એણે છોડી નહિ, એટલે એ ભાવનાથી મરીને તે દેડકાનો જીવ દેવ થયો.
આ બાજુ રાજા શ્રેણિક વૈભારપર્વત ઉપર મહાવીર પ્રભુના સમવસરણમાં આવી પહોંચ્યા ને ભગવાનની શોભા દેખીને એને અપાર આનંદ થયો. અહા, ભગવાનની શોભાની શી વાત! ભગવાનની સભામાં ગૌતમ ગણધર અને હજારો મુનિઓ બેઠા છે; ચંદના સતી વગેરે છત્રીસ હજાર અજિંકા છે; લાખો શ્રાવક-શ્રાવિકા છે, ને અસંખ્ય દેવ-દેવી છે; સિંહ ને સસલાં, હાથી ને હરણ, વાંદરાં ને વાઘ, સર્પ ને મોર, એ બધાય બેઠા છે, ને ભગવાનની વાણી સાંભળે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬)
શ્રેણીકરાજાએ ઘણી ભક્તિથી ભગવાનના દર્શન કર્યા; અને ક્ષાયિક સમ્યકત્વ પામ્યા, તથા તીર્થંકર નામકર્મ બાંધ્યું.
એવામાં આકાશમાંથી એક દેવ ઊતરીને ઘણી ભક્તિથી ભગવાનના દર્શન કરવા લાગ્યો. એના મુગટમાં દેડકાનું નિશાન હતું.
એને દેખીને શ્રેણીકને આશ્ચર્ય થયું ને ભગવાનને પૂછયુંહે નાથ ! આ દેવ કોણ છે?
ત્યારે ભગવાનની વાણીમાં એમ આવ્યું કે એ તારી રાજગૃહીનગરીના નાગદત્ત શેઠનો જીવ છે; તે શેઠ મરીને દેડકું થયેલ, તેને તેનો પૂર્વભવ યાદ આવ્યો હતો અને તે તારી સાથે મોઢામાં ફૂલ લઈને દર્શન કરવા આવતું હતું. ત્યાં વચ્ચે તારા હાથીના પગ નીચે કચરાઈને મરી ગયું ને મરીને દેવ થયું. ત્યાં અવધિજ્ઞાનથી તેને ખબર પડી કે ભગવાનના દર્શન-પૂજનની ભાવનાના પ્રતાપે હું દેડકામાંથી દેવ થયો છું, એટલે તે અહીં આવીને તારી સાથે દર્શન પૂજન કરી રહ્યો છે.
ભગવાનના શ્રીમુખથી આ વાત સાંભળીને એ દેવને ઘણો હર્ષ થયો ને ભગવાનનો ઉપદેશ સાંભળીને તે પણ સમ્યગ્દર્શન પામ્યો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭) પ્રિય પાઠક! તમે પણ એ દેડકાની જેમ ભગવાનની ભક્તિ-પૂજા કરજો, ને આત્માને ઓળખજો.
વાર્તા પૂરી.
બોલો, મહાવીરભગવાનકી... જય.
Oil
1
“તીર્થપતી ! તુજ વંદન-ધ્યાને દેડકો પણ દેવ થયો.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એક હતો વાંદરો [ જે વાંદરામાંથી ભગવાન બન્યો]
)
3
[ મહાપુરાણ : ભગવાન ઋષભદેવની કથામાંથી]
લે : બ્ર. હરિલાલ જૈન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯) એક હતો વાંદરો.
જો કે પૂર્વ ભવમાં તો તે મનુષ્ય હતો, પણ તે વખતે તેણે આત્માની સમજણ કરી નહિ ને ઘણા માયા-કપટ કર્યા, તેથી તે મરીને વાંદરો થયો.
તે વાંદરો એક વનમાં રહેતો હતો. વાંદરાભાઈ તો વનમાં રહેને ફળફૂલ ખાય; એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે. મોટી મોટી છલાંગ મારે, ને હૂક હૂક કરતાં બીવડાવે.
તે વનમાં કોઈવાર મુનિ આવે ને ઝાડ નીચે ધ્યાનમાં બેસે; મુનિને દેખીને વાંદરો બહુ રાજી થાય, ને તે ઝાડ ઉપર તોફાન કરે નહિ.
એકવાર તે વનમાં એક રાજા ને રાણી આવ્યા.
રાજાનું નામ વજજંઘ, અને રાણીનું નામ શ્રીમતી. તે રાજાના બે દીકરા મુનિ થયા હતા. તે મુનિ પણ તે વનમાં જ આવી ચડયા. રાજા-રાણીએ તો તે બંને મુનિઓને બોલાવ્યા, ને ભક્તિથી આહારદાન દીધું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦)
* YED
જા
s
[ રાજા-રાણી પોતાના પુત્ર-મુનિઓને આહારદાન દે છે.]
વાંદરો ઝાડ ઉપર બેઠોબેઠો એ બધું જોતો હતો. એ દેખીને તેને એવી ભાવના જાગી કે જો હું મનુષ્ય હોત તો હું પણ આ રાજાની માફક મુનિઓની સેવા કરતા પણ અરેરે! હું તો પશુ છું... મને એવું ભાગ્ય ક્યાંથી.. કે મુનિને આહાર દઉં!
જુઓ, વાંદરાને પણ કેવી ઊંચી ભાવના જાગી! વાંદરો પણ જીવ છે, તેનામાં પણ આપણા જેવું જ્ઞાન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧)
li
Fક
,
૨.
,
SA
:
~
જય
આહારદાન પછી તે મુનિઓ વનમાં ઉપદેશ દેવા બેઠા; રાજા-રાણી તે ઉપદેશ સાંભળતા હતાં. વાંદરો પણ ત્યાં બેઠોબેઠો ઉપદેશ સાંભળતો હતો.... ને બે હાથ જોડીને મુનિને પગે લાગતો હતો.
વાંદરાને આમ કરતો દેખીને રાજા બહુ ખુશી થયો ને તેને વાંદરા ઉપર વહાલ આવ્યું.
રાજાએ મુનિને પૂછ્યું કે આ વાંદરો કોણ છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨) ત્યારે મુનિએ કહ્યું કે હે રાજા ! આ વાંદરો પૂર્વભવમાં નાગદત્ત નામનો વાણીયો હતો. ત્યારે ઘણાં કપટભાવ કરવાથી તે વાંદરો થયો છે. પણ હવે તેને ઘણા ઊંચા ભાવ જાગ્યા છે; ને તેને ધર્મનો પ્રેમ જાગ્યો છે. ધર્મઉપદેશ સાંભળવાથી તે વાંદરો ઘણો ખુશી થયો છે; તેને પૂર્વભવનું જ્ઞાન થયું છે, અને સંસારથી તે ઉદાસ થયો છે.
મુનિ પાસેથી વાંદરાના વખાણ સાંભળીને રાજા ઘણો ખુશી થયો.
વળી મુનિઓએ કહ્યું :
હે રાજા ! જેમ આ ભવમાં અમે તમારા પુત્રો હતા, તેમ આ વાંદરો પણ ભવિષ્યના ભવમાં તમારો પુત્ર થશે, અને
જ્યારે તમે ઋષભદેવ-તીર્થકર થશો ત્યારે આ વાંદરાનો જીવ તમારો ગણધર થશે; ને પછી મોક્ષ પામશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩) આહા!, મુનિરાજના મુખેથી આ વાત સાંભળીને વાંદરા ભાઈ તો બહુજ ખુશ થયા અને ભાવવિભોર થઈ ને મુનિના ચરણોમાં વંદન કરી ને આનંદથી નાચવા લાગ્યો.
પોતાના મોક્ષની વાત સાંભળીને કોને આનંદ ન આવે? વાંદરા ભાઈના આનંદનો તો પાર ન રહ્યો, તે દરેક દિવસે ઉત્તમમાં ઉત્તમ ભાવના ભાવવા લાગ્યો. જેમ કે તે કોઈ મનુષ્ય હોય... અને મોક્ષ પ્રાપ્ત કરવાનો હોય. અંતમાં તે વાંદરો મરીને મનુષ્ય થયો અને ભોગ ભૂમિ પર જન્મયો, રાજા અને રાણીના જીવ પણ ત્યાંજ જન્મયા હતા.
r
એક )
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪) એકવાર તેઓ બેસીને ધર્મ ચર્ચા કરતા હતા. ત્યારે આકાશ માર્ગેથી બે મુનિરાજ ત્યાં ઉતર્યા. અને ઘણો ધર્મ ઉપદેશ આપ્યો. અને આત્માનું સ્વરૂપ સમજાવ્યું.
''
=
=
ક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
(૧૫)
મુનિરાજનો ઉપદેશ સાંભળીને તે બધાં જીવો સમ્યગ્દર્શન પામ્યા; વાંદરાનો જીવ પણ સમ્યગ્દર્શન પામ્યો... ને મોક્ષમાર્ગે ચાલ્યો. અહા, એક વખતનો વાંદરો પણ આત્માને ઓળખવાથી ભગવાન બની ગયો. શાબાશ છે એને !
પછી તો તે બધા જીવો ત્યાંથી સ્વર્ગમાં ગયા; ને ચાર ભવ પછી રાજાનો જીવ તો ઋષભદેવ તીર્થંકર થયા, તે વખતે વાંદરાનો જીવ તેમનો પુત્ર થયો, તેનું નામ ગુણસેન. તેણે ભગવાન પાસે દીક્ષા લીધી, ને તે ભગવાનના ગણધર થયા. પછી કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામ્યા.
બંધુઓ, મુનિની ભક્તિથી ને આત્માને ઓળખવાથી એક વાંદરાનો જીવ પણ ભગવાન બની ગયો. તો આપણે પણ આત્મને ઓળખવો જોઈએ, ને મુનિઓની સેવા કરવી જોઈએ.
પહેલી વાર્તા કરી બીજી વાર્તા કરી ત્રીજી વાર્તા કરી ચોથી વાર્તા કરી
[વાર્તા પૂરી ]
-
=
—
એક હતું દેડકું. એક હતો વાંદરો.
એક હતો હાથી.
એક હતો સિંહ.
વાહ ભઈ વાહ! હાથી અને સિંહની વાર્તા તો અમને બહુ જ ગમે !
– તો ચોવીશ તીર્થંકરોનું મહાપુરાણ વાંચો.
એમાં એવી કેટલીયે વાર્તાઓ તેમજ ચિત્રો છે.
↓
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬)
થાકાતસ્મૃતિ પ્રકાશન
OF વીરબાળકોમાં ધર્મના ઉત્તમ સંસ્કાર -
આપણા બાળકોમાં ધર્મના ઉત્તમ સંસ્કાર રેડનારી આ નાનકડી વાર્તાઓ આપને ગમી? જરૂર ગમી હશે. ભગવાનના દર્શન-પૂજન માટે ઉત્સાહ જગાડે ને પોતાના આત્માને ઓળખવાની પ્રેરણા આપે એવી નાની-નાની જૈનધર્મની કથાઓ લાખોની સંખ્યામાં પ્રચાર કરવાની જરૂર છે. આપણાં બાળકો આજે આવું સાહિત્ય માંગી રહ્યા છે... માત્ર બાળકો નહિ, યુવાનો ને વૃદ્ધો, ભાઈ ઓ ને બહેનો સૌ કોઈ હોંશે હોંશે વાંચે એવું સુંદર પુસ્તક “ચોવીસ તીર્થકરોનું મહાપુરાણ” આપને ખૂબ જ ગમશે.
શ્રી મહાવીર ભગવાનના અઢીહજારવર્ષીય નિર્વાણ મહોત્સવ નિમિત્તે એ મહાન પુસ્તકનું પ્રકાશન થયું છે... આપ પણ ઉત્સાહથી તેના પ્રચારમાં સાથ આપો. ને બાળકોને ધર્મનો ઉત્તમ વારસો આપો.
– જય મહાવીર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(જૈન બાળકોનું ધર્મગીત) ધર્મ મારો ધર્મ મારો ધર્મ મારો રે, પ્યારો પ્યારો લાગે જૈન ધર્મ મારો રે. ૧ ઋષભ થયા, વીર થયા, ધર્મ મારો રે, બલવાન બાહુબલી સેવે ધર્મ મારો રે. ૨ ભરત થયા, રામ થયા, ધર્મ મારો રે, કુન્દ–ાન જેવા સંત થયા ધર્મ મારો રે. ૩ સીતા-ચંદના-અંજના થયા ધર્મ મારો રે, બ્રાહ્મી-રાજુલ માત શોભાવે ધર્મ મારો રે. ૪ સિંહ સેવે, વાઘ સેવે ધર્મ મારો રે, હાથી, વાનર, સર્પ સેવે ધર્મ મારો રે. ૫ આતમાનું જ્ઞાન આપે ધર્મ મારો રે, રત્નત્રયનાં દાન આપે ધર્મ મારો રે. ૬ સમકિત જેનું મૂળ છે એ ધર્મ મારો રે, મને સુખ આપે મોક્ષ આપે ધર્મ મારો રે. ૭ ધર્મ મારો ધર્મ મારો ધર્મ મારો રે, યારો પ્યારો લાગે જૈન ધર્મ મારો રે. ૮
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates अहिंसा परमो धर्मः जैनं जयत् शासनम શ્રી કાનમૃતિ પ્રકાશન. સંત-સાંન્નિધ્ય સોનગઢ-૩૬૪૨૫૦ [ ‘દર્શનપ્રતિજ્ઞા' ઓછામાં ઓછા એક મહિના માટે લેનારા 16 વર્ષ સુધીનાં બાળકોને આ પુસ્તક ભેટ આપવામાં આવશે. ઉપરના સરનામે તા. 15 ઓગષ્ટ 1987 સુધીમાં લખવું.] મુદ્રક : શ્રી કહાન મુદ્રણાલય, સોનગઢ (364250) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com