________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦ : દર્શનકથા અમારી ભૂલચૂક થઈ હોય તે માફ કરો. પ્રથમ તો કુંવરે વલ્લભીપુર જવાની અનિચ્છા બતાવી પણ જ્યારે મંત્રીએ કહ્યું કે તમે નહિ આવો તો રાજા પ્રાણ છોડશે; ત્યારે મનોવતીએ કુંવરને સમજાવ્યો અને કહ્યું કે આપણું આખું કુટુંબ અહીં છે, વલ્લભીપુરમાં તો કુટુંબનું નામ પણ રહ્યું નથી; ને અહીં તો આપણાં માતા-પિતાને કે કુટુંબને કોઈ ઓળખતું નથી. બધા લોકો તમને તો રાજાના જમાઈ તરીકે જ ઓળખે છે; માટે હું સ્વામી ! આપણે આપણા પ્રદેશમાં જઈએ.
એ સાંભળીને કુંવરે વલ્લભીપુર જવાની તૈયારી કરી; ને રાજા પાસેથી પ્રેમપૂર્વક વિદાય લીધી. રત્નપુરીના જિનમંદિરમાં અતિ ભક્તિપૂર્વક દર્શન કરીને તથા ગજમોતીના પુંજ ચઢાવીને આખું કુટુંબ વલ્લભીપુર તરફ ચાલ્યું સાથે હાથી-ઘોડા-રથ ને વૈભવનો પાર નથી. માતા-પિતા, છ ભાઈઓ-ભોજાઈઓ એ બધા પરિવાર સહિત વાજતેગાજતે વલ્લભીપુર તરફ ચાલ્યા. અરે, એક વખત જેઓ ભીખ માંગવા આ નગરીમાં આવ્યા હતા તેઓ અત્યારે ધામધૂમથી ડંકા-નિશાન સહિત જઈ રહ્યા છે, -આ બધો પ્રતાપ દર્શનપ્રતિજ્ઞાનો છે. એમ જાણીને સૌ નર-નારી હંમેશા ભગવાનના દર્શનની પ્રતિજ્ઞા કરો.
ચાલતાં ચાલતાં થોડા દિવસે તેઓ હસ્તિનાપુર આવી પહોંચ્યા, ત્યાં તેના સસરાએ (મનોવતીના પિતાએ) તેમનું ઘણું જ સન્માન કર્યું, એ બધાને હારતોરા પહેરાવ્યા, પટરસ ભોજન જમાડ્યા, ત્યાં બે દિવસ રોકાઈને આગળ કૂચ કરી, ને થોડા જ દિવસમાં વલ્લભીપુર આવી પહોંચ્યા. રાજાને તેની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com