________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : પ૯ માંગ્યા ત્યારે આપના ભયને લીધે શેઠે તે પુત્રને ઘરમાંથી કાઢી મૂક્યો; મનોવતીની દર્શનપ્રતિજ્ઞાના પ્રભાવથી તેનો ભાગ્યોદય થયો છે, ને તે રત્નપુરીનો રાજજમાઈ બન્યો છે. મનોવતીના કહેવાથી તે કુંવરે જિનમંદિર બંધાવ્યું ને જિનેન્દ્રભગવાનની પ્રતિષ્ઠાનો મોટો મહોત્સવ કર્યો.
પ્રજાજનો પાસેથી એ વાત સાંભળીને રાજાને ઘણો પસ્તાવો થયો કે અરે, આવા સાધર્મી પુરુષને મારા ભયને લીધે નગરીમાંથી તેના પિતાએ કાઢી મૂક્યો, ને મને એની ખબર પણ ન પડી ! વળી એની સ્ત્રીને દર્શનપ્રતિજ્ઞા હતી તેની પણ મને ખબર ન પડી, ને મારા ભયથી તેમને ઘર છોડવું પડ્યું! અરે, મારા જેવો પાપી કોણ ? આમ રાજાને મનમાં બહુ દુઃખ થયું. તરત જ તેણે મંત્રીને બોલાવ્યા ને કહ્યું-તમે હમણાં જ જઈને કુંવરને અને તેની સ્ત્રીને માન સહિત અહીં તેડી લાવો, તેમાં જરાપણ ઢીલ ન કરો.
ત્યારે મંત્રીએ કહ્યું કે એ તો રત્નપુરમાં રાજ કરે છે, તે અહીં કેમ આવશે?
રાજાએ કહ્યું : તમે જઈને કુંવરને એમ કહેજો કે હે કુંવર! જો તું વલ્લભીપુર નગરીમાં પાછો નહિ આવે તો રાજાના પ્રાણ છૂટી જશે.
એ સાંભળીને મંત્રીઓ તરત રત્નપુર ચાલ્યા. રત્નપુરમાં કુંવરે તેમનો ઘણો આદર-સત્કાર કર્યો. જિનમંદિર જઈને તેઓ બહુ જ ખુશી થયા. ને પછી કુંવરને મળીને કહ્યું કે રાજા તમને વલ્લભીપુરમાં તેડાવે છે માટે તમે પધારો... ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com