________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૬૧
ખબર પડતાં જ નગ૨માં દાંડી પીટાવીને ધામધૂમથી તેનું સામૈયું કર્યું. રાજા પોતે કુંવરને મળીને બહુ ખુશી થયો, ને સૌને પોતાના મહેલે લાવીને ઘણું સન્માન કર્યું. તથા દર્શનપ્રતિજ્ઞાની ઘણી પ્રશંસા કરી. નગરજનો પણ બુધસેનકુમાર અને મનોવતીને દેખીને બહુ ખુશી થયા. જુઓ, આ જિનદર્શનનો મહિમા ! તેના પ્રતાપથી પાપકર્મો નષ્ટ થઈ જાય છે ને જ્યાં જાય ત્યાં જીવને લાભ થાય છે.
રાજમહેલેથી આખો પરિવાર પોતાના ઘરે આવ્યો... મુખ્ય દરવાજેથી સૌ મહેલમાં પ્રવેશ્યા; મનોવતી પાછળ હતી. તેણે દરવાજામાં પગ મૂક્યો કે તરત જ ત્યાંથી ખજાના નીકળ્યા. જ્યાં તે જાય ને જ્યાં તે બેસે ત્યાં છપ્પન કરોડ દીનારના ઢગલા થાય. પુણ્યોદયનું આવું ફળ આવ્યું. તે ઘરમાંથી ગઈ ત્યારે શેઠની લક્ષ્મી પણ ચાલી ગઈ, ને ફરીને તે ઘરમાં આવતાં લક્ષ્મીની વૃદ્ધિ થવા લાગી; તેમના મહેલ ઉપર છપ્પન ધજા ફરકવા લાગી, દેશોદેશનો વેપાર શરૂ થયો. જિનમંદિરમાં તેમણે મોટી પૂજા રચાવી, ખૂબ દાન દીધું, ને સાધર્મીઓનું સન્માન કર્યું. મનોવતી આનંદપૂર્વક ધર્મનું આરાધન કરવા લાગી.
એક દિવસ કુદરતયોગે શ્રી જિનધર મુનિરાજ તે વલ્લભીપુર નગરીમાં પધાર્યા; જે મુનિરાજ પાસે પોતે દર્શનપ્રતિજ્ઞા લીધી હતી તે મુનિવરના દર્શનથી મનોવતીને અપાર હર્ષ થયો... ને બુધસેનકુમાર સહિત પરમ ભક્તિપૂર્વક મુનિરાજને આહારદાન કર્યું. ઘ૨માં આનંદ છવાઈ ગયો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com