________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૪૧ ધર્મ જ સૌથી મહાન છે. તે જ દુઃખ દારિદ્રતાનો નાશ કરનાર છે, સ્વર્ગ-મોક્ષની સુખસંપત્તિ તેનાથી જ પ્રાપ્ત થાય છે. માટે હું નાથ ! તમે એક મોટું જિનમંદિર બંધાવો... આ ધર્મકાર્યમાં ઢીલ ન કરો. धर्म बडो संसार मँझार, दुःखदारिद विनाशनहार। धर्महीतें सुखसम्पति होई, स्वर्ग-मुक्तिपद पावे सोई।। तातें एक करो भरतार, जिनमन्दिर बनवाओ सार। ईह भव तो तुमरो जस होय, परभवको सुखदायक सोय। धर्म काजमें मेरे कन्त, ढील न किजे करहु तुरन्त।।
સુંદરીની એ વાત સાંભળીને કુંવર બહુ ખુશી થયો, ને તરત રાજદરબારમાં જઈને કહ્યું મહારાજ! જો આપની આજ્ઞા હોય તો આપણા રાજ્યમાં હું એક મોટું જિનમંદિર બંધાવવા ચાહું છું.
રાજાએ કહ્યું-તમે બહુ જ ઉત્તમ વાત વિચારી. તમને ખુશી પડે ત્યાં ઉત્તમ જિનમંદિર બંધાવો, ને મોટો ઉત્સવ કરો.
રાજાની આજ્ઞા લઈને કુંવર તરત ઘરે આવ્યો. મોટા પંડિતો બોલાવ્યા, શુભ મુહૂર્ત જોવડાવ્યાં, ને ચારે બાજુ એક ગાઉ જમીનમાં મનોવતીના હાથે ઉત્તમ જિનમંદિરના પાયા નાંખ્યા. આજે મનોવતીના હર્ષનો પાર ન હતો. ખજાના ખુલ્લા મૂકી દીધા ને છૂટા હાથે ધન ખરચવા માંડયું. કામની દેખરેખ માટે એક મુનીમ રાખ્યો ને તેને કહ્યું કે દેશ-પરદેશથી જે કોઈ કારીગર કે મજૂર આવે તેને કામ સોંપવું ને દરરોજ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com