________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ : દર્શનકથા બે પૈસા આપવા; કોઈ માણસને પાછા કાઢવા નહિ. કેશોદેશમાં આ ખબર પહોંચી ગયા અને હજારો માણસો કામ માટે આવવા લાગ્યા. આ રીતે અહીં રત્નપુરીમાં તો જિનમંદિરનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. ત્યારે વલ્લભીપુરમાં શું બની રહ્યું છે? તે જાણવા આપણી કથાને વલ્લભીપુર લઈ જઈએ.
હેમદત્ત શેઠના હાલહવાલ બુધસેન કુંવરના પિતા હેમદત્ત શેઠે મહા સુખકાર એવા જિનદર્શનની નિન્દા કરેલી તેથી તેને મહા પાપ બંધાયું, ને છે મહિનામાં તો તેનું બધું ધન ચાલ્યું ગયું. છપ્પન કરોડ મહોરમાંથી એક પણ મહોર તેના ભંડારમાં ન રહી. ઘરેણાં, ઘર, વસ્ત્ર તેમજ વાસણ બધુંય વેચી ખાધું વધુ શું કહેવું? તેને ખાવાનાય સાંસા પડવા લાગ્યા, માથે લાકડાના ભારા લઈને વેચવા નીકળે તો પણ પેટ ભરાતું નહિ. આવી હાલત થતાં તેઓ પરદેશ નીકળ્યા ને ભીખ માંગવા લાગ્યા, ઘણા દુઃખી થયા. પોતાના કરેલાં પાપનું ફળ જીવને ભોગવવું પડે છે. માટે હે જીવ! તું દેવ-ગુરુ-ધર્મની આસાતના કદી કરીશ નહિ, સદા બહુમાનપૂર્વક દેવ-ગુરુ-ધર્મની આરાધના કરજે. પોતાના કરેલા પાપના ઉદયથી પ્રતિકૂળતા આવી, તેને કોણ મટાડી શકે ! જે ઊંચા હાથીના હોદ્દે બેસતા કે રથમાં નીકળતા, રાજદરબારમાં જેનો આદર થતો, તે આજે ઉઘાડે પગે ભીખ માંગતા ફરે છે ને કોઈ તેને પૂછતું પણ નથી. માતા, પિતા, છ ભાઈઓ તથા છે ભાભીઓ એ ૧૪ માણસો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com