________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ : દર્શનકથા
રાજાનો હુકમ સાંભળીને જસબલ મંત્રી તરત નગરમાં ગયો અને ઝવેરીઓની દુકાને જઈને કહ્યું કે-મહારાજા તમને બધાને યાદ કરે છે ને રાજસભામાં તેડાવે છે; જરૂરનું કામ છે માટે ઢીલ ન કરો, સૌ રાજદરબારમાં આવો.
એ સાંભળી ઝવેરીઓ મનમાં વિચારવા લાગ્યા કે અચાનક એવું શું કામ પડયું કે મહારાજાએ બધા ઝવેરીઓને બોલાવ્યા ! જરૂર કંઈક ખાસ કારણ હશે. માટે આપણે બધાય ઝવેરીઓએ સંપથી એકસરખો જવાબ દેવો; સૌની વતી એક શેઠ જવાબ આપે-એમ નક્કી કર્યું. અને સોમદત્ત શેઠની આગેવાનીમાં વલ્લભીપુરના બધા ઝવેરીઓ રાજસભામાં આવી પહોંચ્યા.
રાજાએ તેમનું સન્માન કરીને બેસાડ્યા; પાનસોપારી આપ્યાં. થોડીવાર તેમના વેપારધંધાની વાતચીત કરીને પછી રાજાએ હસતાં હસતાં કહ્યું-શેઠજી! તમે અમને ગજમોતી મેળવી આપો. ઉત્તમ ગજમોતીનો એક હાર બનાવવો છે, માટે ગમે તે મૂલ્ય લાગે તે લઈને તમે બધા ઝવેરીઓ ગમે ત્યાંથી ગજમોતી લાવી દો.
રાજાએ ગજમોતીની માગણી કરી તે સાંભળીને બધા ઝવેરીઓ ગભરાયા, કેમ કે બજારમાં ક્યાંય ગજમોતી મળતાં ન હતાં. કોઈએ જવાબ આપવાની હિંમત કરી નહિ અંતે સોમદત્ત શેઠ કહ્યું : મહારાજ! હુવે તો ગજમોતી ઉત્પન્ન થતાં નથી. રાજાએ ફરીફરીને પૂછયું ને ગજમોતી ક્યાંયથી પણ મળે તો મેળવી આપવા કહ્યું, પણ શેઠ તો ચોખ્ખી ના જ કહી કે ગજમોતી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com