SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દર્શનકથા : ૧૯ પ્રેમપૂર્વક તેનું કારણ પૂછયું. ત્યારે રાણી વિલાપ કરતી બોલી-હે સ્વામીનાથ! આપને નાની રાણી વહાલી છે ને મારો કાંઈ આદર નથી; મહારાજ! બીજાની તો શી વાત, એક માલણ પણ મારો તિરસ્કાર કરે છે. તે ગજમોતી અને ચમેલીનાં ફૂલથી ગૂંથેલો એક સુંદર હાર લાવી હતી, પણ મારા મહેલની સામે તેણે ન જોયું ને નાની રાણીના મહેલમાં જઈને તેની ડોકમાં તે હાર પહેરાવ્યો. મારું આવું અપમાન થયું તેથી મારા જીવનને ધિક્કાર છે, હવે મને કાંઈ ગમતું નથી, હવે તો હું મારા પ્રાણ તજીશ. રાણીની એ વાત સાંભળીને મહારાજાએ તેને દિલાસો આપ્યો ને કહ્યું- હે દેવી! તું મનમાં જરા પણ ચિન્તા ન કર, ને પ્રસન્ન રહે; તારા માટે પણ હું સુંદર હાર હુમણાં જ ઘડાવું છું. એના હારમાં તો માલણે ગજમોતી સાથે ફૂલ ગૂંચ્યાં હતાં, પણ તારા માટે તો હું એકલાં ગજમોતીનો ઉત્તમ હાર કરાવીશ. એ પ્રમાણે રાજાએ દિલાસો આપતાં રાણીનું મન શાંત થયું અને સ્નાનાદિ કરીને હર્ષપૂર્વક ભોજન કર્યું. રાજા ભોજન કરીને તુરત રાજસભામાં પહોંચ્યો. રાજદરબાર ભરાયો છે. અનેક પ્રધાનો સહિત મોટી સભા બેઠી છે. રાજા પધારતાં સૌ આનંદિત થયા. રાજકારભારનું કામ પૂરું થયું એટલે મહારાજાએ જસબલ નામના મંત્રીને બોલાવીને આજ્ઞા કરી કે નગરીમાં જેટલા ઝવેરી હોય તે બધાયને દરબારમાં બોલાવો, કોઈ બાકી ન રહે. Please inform us of any errors on [email protected]
SR No.008254
Book TitleJain Vartao 06
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size676 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy