________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ : દર્શનકથા
કુંવર-તું ચોક્કસ સમજ કે એ વાત બનવાની નથી.
મનોવતી–હે સ્વામી, સાંભળો! જો મને સાથે લીધા વગર આપ અહીંથી પગલું ભરશો તો ચોક્કસ મારા પ્રાણ છૂટી જશે.
કુંવરે જાણ્યું કે આ કોઈ રીતે અહીં રહેવાની નથી; જો હઠપૂર્વક હું એને અહીં છોડી જઈશ તો ફરીને એનું મિલન થઈ શકશે નહિ. તેથી છેવટે કહ્યું કે જો સાથે આવવું હોય તો મારી એક વાત માનવી પડશે. જો આ ઘરેણાં સહિત તને લઈ જાઉં તો લોકો કહેશે કે ઠગવા માટે આવ્યો હતો. માટે તારા દેહ ઉપર જેટલા દાગીના છે તે બધા ઉતારીને પલંગ પર મૂકી દે, ને પછી મારી સાથે ચાલ.
મનોવતીએ સંકોચ વગર બધાં ઘરેણા ઉતારીને પલંગ પર નાખ્યા. કંકણ કાઢયાં ને કંદોરા કાઢયાં, કડાં કાઢયાં ને કુંડલ કાઢયાં ,ડોકમાં ગજમોતીનો કિંમતી હાર હતો તે પણ કાઢી નાખ્યો. એ રીતે બધું છોડીને પતિ સાથે જવા તૈયાર થઈ.
અડધી રાતે દરવાજા ખોલીને બંને ચાલી નીકળ્યાં. દેખો, કર્મની વિચિત્રતા! એના સંયોગને કોણ ફેરવે? મોટા મહેલમાં રહેનારી ને કોમળ શય્યામાં સૂનારી ફૂલ જેવી કોમળ કુંવરી પગે ચાલતી ધોમ તડકામાં પતિ પાછળ જઈ રહી છે. તડકાની ગરમીથી એનું શરીર કરમાઈ રહ્યું છે. એ પતિવ્રતા નારીને ધન્ય છે કે જેણે પતિને ખાતર બધી સુખ-સામગ્રી છોડી, ને પતિ સાથે ચાલી નીકળી. દિવસ કે રાતને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com