________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ : દર્શનકથા કાઢી મૂક્યો હતો માટે તેમની પાસે હજી ખૂબ મજૂરી કરાવીને પછી ઓળખાણ પાડીશ.
સુંદરીએ ઘણું સમજાવ્યા છતાં કુંવરે ન માન્યું ત્યારે છેવટે સુંદરીએ સ્પષ્ટ કહ્યું-સ્વામી, સાંભળો! હવે ભાઈભાભીઓ મજૂરી કરે તે મારાથી તો જોઈ શકાતું નથી; તેમને બોલાવવાની ઈચ્છા ન હોય તો તમે તમારે મહેલમાં બેસી રહેજો, પણ હું તો તેમને અહીં બોલાવી જ લઉં છું, અને તેમને ધન-વસ્ત્ર વગેરે સોંપું છું; શું તમારું જ ધાર્યું થશે ? ને મારું કાંઈ નહીં ચાલે? જો તમે હઠ કરશો તો હું બધા વચ્ચે જાહેર કરી દઈશ કે આ બધાં અમારા વડીલ-કુટુંબીજનો છે, તેમની પાસે કુંવરે અભિમાનથી મજૂરી કરાવી.-આમ લોકોમાં તમારી ખૂબ નિંદા થશે.
આ પ્રમાણે રોષપૂર્વક સુંદરીએ કહ્યું ત્યારે કુંવરે વિચાર્યું કે આ શ્રી હવે રષ્ટ થઈ છે, જો તેના કહેવા પ્રમાણે નહિ કરું તો તે બધી વાત જાહેર કરી દેશે ને મારી બહુ નિંદા થશે. આમ વિચારીને તેણે સુંદરીની વાત માની લીધી, અને તુરત એક સેવકને બોલાવીને તે ચૌદ પરદેશી માણસોને મહેલે બોલાવી લાવવા મોકલ્યો.
સેવકે ત્યાં જઈને માતા-પિતા તથા ભાઈ-ભાભીઓને કહ્યું કે તમને બધાંને હમણાં જ કુંવર સાહેબ બોલાવે છે. એ સાંભળતાં જ બધાય ભયથી ધ્રુજવા લાગ્યા; અમને બધાને બોલાવ્યા છે, હવે કોણ જાણે અમારું શું થશે? આમ બીકથી ધ્રૂજતાં ધ્રૂજતાં તે બધા કુંવરના મહેલમાં આવી પહોંચ્યા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com