SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રર : દર્શનકથા સોમદત્ત શેઠે ગજમોતીના મોહથી જિનદર્શનની નિંદા કરી તેથી ઘણું પાપ બાંધ્યું. અંતે વિચાર કરીને ઉપાય શોધવા માટે તેણે પોતાના છ પુત્રોને બોલાવ્યા ને તેમને બધી હકીકત જણાવી. પુત્રોએ કહ્યું : પિતાજી! આ તો ઠીક ન થયું. હવે બીજો કોઈ ઉપાય નથી, એક જ ઉપાય છે કે નાના કુંવરને (બુધસેનને) ઘરમાંથી કાઢી મૂકવો; તેની સ્ત્રી શીલવતી છે તેથી તેના વગર તેની સ્ત્રી પણ આ ઘરમાં આવશે નહિ, એટલે આપણાં ઘરમાં ગજમોતી છે તે જાહેર થશે નહિ. આ રીતે જ આપણા પ્રાણ બચી શકશે, બીજી તો કોઈ ઉપાય નથી. મોટા પુત્રની એ વાત સાંભળીને શેઠે કહ્યું-અરે, એ પુત્ર નિર્દોષ, ગુણવાન, જેણે આ ઘરમાં જન્મ ધારણ કર્યો તેને ઘરમાંથી કાઢી કેમ મુકાય? ત્યારે મોટા પુત્રે કહ્યું : હે પિતાજી! સાંભળો. અત્યારે રાજાની આફતથી બચવાનો બીજો કોઈ ઉપાય નથી. નાના ભાઈને ઘરમાંથી કાઢી મૂકો. અને જો તે લઘુપુત્ર આપને વિશેષ વહાલો હોય તો તેને ઘરમાં રાખો ને અમે છએ ભાઈઓ બીજે ચાલ્યા જઈશું. આ સાંભળીને શેઠ અનેક પ્રકારે રુદન કરવા લાગ્યા... શું કરવું એ તેને સૂઝયું નહિ, તેના મોઢામાંથી કાંઈ શબ્દો નીકળી શક્યા નહિ. તેઓ વિચારવા લાગ્યા કે અરે, આ કેવી દેવગતિ છે! જો નાના પુત્રને ઘરમાંથી કાઢી મૂકું તો જગતમાં મારો અપયશ થાય, અને જો તેને ઘરમાં રાખું તો Please inform us of any errors on [email protected]
SR No.008254
Book TitleJain Vartao 06
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size676 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy