________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૨૩ આ છ પુત્રો ઘરમાં રહે નહિ. આખરે કાગળ હાથમાં લઈને ધ્રુજતા હાથે નાના પુત્ર ઉપર ચિઠ્ઠી લખવા માંડી, પણ હાથ ચાલ્યો નહિ, આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં ને મનમાં ખૂબ વ્યાકુળ થઈ ગયા.
આ જોઈને મોટા પુત્રે એ કાગળ પોતાના હાથમાં લઈ લીધો, અને તેમાં લખ્યું કે
“હે બુધસેન ! પિતાજીએ તમને હુકમ કર્યો છે કે તમે આ ઘરમાં પગ ન મૂકશો. દૂર દેશ ચાલ્યા જાજો. જો પિતાની આજ્ઞા તોડીને તમે ઘરમાં પગ મૂકો તો તમારા જીવનને ધિક્કાર છે.”
એ પ્રમાણે કાગળમાં લખીને, તે ચિઢી દાસીને આપી અને તેને મહેલના દરવાજે બેસાડીને છએ ભાઈઓ દુકાને ગયા.. ને ત્યાંથી નાનાભાઈ બુધસેનને ઘરે મોકલ્યો.
[ રે, સ્વાર્થમય સંસાર!! જીવો મોતીના મોહ ખાતર પોતાના સગા ભાઈને ઘરમાંથી કાઢી મૂકવા તૈયાર થાય છે!!]
બુધસેનકુમાર વડીલ ભાઈઓના કહેવાથી તરત ઊઠીને ઘર તરફ ચાલ્યો; તેને આ વાતના રહસ્યની કાંઈ ખબર નથી.
જ્યારે તે મહેલના દરવાજે પહોંચ્યો કે તુરત દાસીએ તેને ચિઠ્ઠી બતાવીને કહ્યું : કુંવરજી ! પહેલાં આ ચિઠ્ઠી વાંચો, પછી મહેલમાં પ્રવેશ કરો... એ પિતાજીની આજ્ઞા છે.
કુંવરે એ ચિઠ્ઠી વાંચી, ને એમાં પોતાને દેશનિકાલની આજ્ઞા વાંચીને તે વિચારમાં પડી ગયો-અરે, આ શું! જો હું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com