________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેડકાની વારતા (દેડકામાંથી દેવ)
અઢી હજાર વર્ષ પહેલાની વાત છે. એ વખતે ભગવાન મહાવીર આ ભરતભૂમિમાં વિચરતા હતા... ને ધર્મનો ઉપદેશ દેતા હતાં.
મહાવીર પ્રભુ એકવાર રાજગૃહીનગરીમાં પધાર્યા. રાજગૃહીનગરી ઘણી જ રળીયામણી. શ્રેણીકરાજા ત્યાં રાજ કરે. તે રાજા જૈનધર્મના મહાન ભક્ત.
એક દિવસ માળીએ આવીને રાજાને સમાચાર આપ્યા કે નગરીમાં પ્રભુ પધાર્યા છે.
શ્રેણીકરાજા તો એ સાંભળીને ખુશખુશ થઈ ગયા. માળીને ઘણું ઈનામ આપ્યું... ને નગરીમાં ઢંઢેરો પીટાવ્યો કે મહાવીર પ્રભુ પધાર્યા છે; ચાલો સહુ તેમને વંદન કરવા.. ચાલો તેમનો ઉપદેશ સાંભળવા.
રાજા તો હાથી ઉપર બેસીને ભગવાનને વંદન કરવા ચાલ્યો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com