________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨) ત્યારે મુનિએ કહ્યું કે હે રાજા ! આ વાંદરો પૂર્વભવમાં નાગદત્ત નામનો વાણીયો હતો. ત્યારે ઘણાં કપટભાવ કરવાથી તે વાંદરો થયો છે. પણ હવે તેને ઘણા ઊંચા ભાવ જાગ્યા છે; ને તેને ધર્મનો પ્રેમ જાગ્યો છે. ધર્મઉપદેશ સાંભળવાથી તે વાંદરો ઘણો ખુશી થયો છે; તેને પૂર્વભવનું જ્ઞાન થયું છે, અને સંસારથી તે ઉદાસ થયો છે.
મુનિ પાસેથી વાંદરાના વખાણ સાંભળીને રાજા ઘણો ખુશી થયો.
વળી મુનિઓએ કહ્યું :
હે રાજા ! જેમ આ ભવમાં અમે તમારા પુત્રો હતા, તેમ આ વાંદરો પણ ભવિષ્યના ભવમાં તમારો પુત્ર થશે, અને
જ્યારે તમે ઋષભદેવ-તીર્થકર થશો ત્યારે આ વાંદરાનો જીવ તમારો ગણધર થશે; ને પછી મોક્ષ પામશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com