________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ : દર્શનકથા
અહો પ્રભો જિનેન્દ્રદેવ! આપ સર્વજ્ઞ અને પૂર્ણ સુખરૂપ થયા છો, આપના દર્શનથી અમારો આત્મા પવિત્ર થાય છે, આપના સ્વરૂપને ઓળખતાં અમારા આત્મસ્વરૂપની ઓળખાણ થાય છે. આ રીતે આપ અમારા આત્માના આદર્શરૂપ છો... ને ધર્મી જીવના ધ્યેયરૂપ છો.
–આમ ઘણી ભક્તિપૂર્વક પ્રભુનાં દર્શન-પૂજન કરીને મનોવતી હર્ષપૂર્વક ઘરે આવી. જિનદર્શનની પ્રતિજ્ઞા આજે ચોથા દિવસે પૂરી થઈ, એટલે ચોથા દિવસે તેણે ભોજન કર્યું. કુટુંબીજનોએ હર્ષપૂર્વક તેને જમાડી. ધીરજપૂર્વક જે ધર્મનું આરાધન કરે છે તેનું જીવન ધન્ય છે.
આ રીતે ગજમોતી વડે જિનપ્રભુની પૂજા કરીને, દર્શનપ્રતિજ્ઞાનું પાલન કરીને, ચોથા દિવસે ભોજન કરીને સર્વ પરિવારને સંતુષ્ટ કરીને બીજે દિવસે મનોવતી પોતાના ભાઈ સાથે પિયર ગઈ.
મનોવતી પિયર ગયા પછી પાછળથી વલ્લભીપુરમાં શું બન્યું, તેની કથા હવે સાંભળો.
ગજમોતીના હાર માટે રાણીની હઠ મનોવતી તો જિનચરણે ગજમોતીનો ઢગલો ચડાવીને પિયર ગઈ. તે મોતી જિનમંદિરમાં ઝગમગી રહ્યા છે ત્યાં મંદિરની માલણ બાઈ જિનમંદિરમાં આવી, ને ઝગમગતાં મોતીનો ઢગલો જોતાં તે અચંબો પામી : અરે આવો ધનવાન ને મહાન ભક્તિવંત કોણ આવ્યો કે જેણે જિનમંદિરમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com