________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૫૫ જરૂર હોય તે તત્કાળ આપવી. જે વસ્તુ માગે તે આપવી, ને તેની જે કિંમત થાય તે રાજના ભંડારમાંથી લઈ લેવી, યાત્રિકો પાસે કોઈએ કિંમત માગવી નહિ, કોઈ યાત્રિકની કાંઈ ભૂલચૂક થાય તો તે માફ કરવી. યાત્રિકોની રક્ષા માટે સૈન્ય પણ આપ્યું. એ રીતે કુંવરને માન આપીને મહોત્સવનો ઉત્સાહ બતાવ્યો.ખરેખર, આવા ધર્મપ્રેમી નૃપતિને પણ ધન્ય છે.
એ રીતે રાજાની આજ્ઞા લઈને કુંવર આવ્યો, ને તુરત પંડિતોને તેડાવ્યા, પ્રતિષ્ઠાનાં મંગળ મુહૂર્ત જોવડાવ્યાં; તથા નગરમાં નિમંત્રણ પત્રિકા મોકલીને પંચને બોલાવ્યા. માલવ અને કુરુજાંગલ, હસ્તિનાપુર ને ઉજ્જૈન, અવન્તી અને મહારાષ્ટ્ર, ગુજરાત અને સૌરાષ્ટ્ર, કૌશલ અને કોંકણ, અંગ અને બંગ, મગધ અને પટણા, કાશ્મીર અને કાશી, મેરઠ ને તૈલંગ, વલ્લભીપુર ને દક્ષિણદેશ, એમ સર્વત્ર કંકોતરી મોકલીને સાધર્મીઓને તેડાવ્યા. ઠેરઠેરથી હજારો-લાખો યાત્રિકો આવવા લાગ્યા. નગરીને શણગારીને ઠેરઠેર તંબુઓ નાખ્યા, ધજા-પતાકા ફરકવા લાગી, નૌબત-વાજાં વાગવા માંડયા. અનેક દેશના મોટામોટા શ્રાવકોએ આવીને આનંદમાં વૃદ્ધિ કરી; કેટલાય હાથી, ઘોડા, રથ આવ્યા; મનોવતીએ ભગવાનની રથયાત્રા માટે સોના-ચાંદીનો એક અદ્દભુત રથ કરાવ્યો. જેમાં ઠેરઠેર હીરામોતીનાં તોરણ ઝૂલતાં હતાં ને નીલમણિનાં છત્રો શોભતાં હતાં. મહોત્સવ માટે કુંવરે ભંડાર ખુલ્લા મૂકી દીધા, ને ઘણું જ ધન વાપર્યું. જિનેન્દ્રમહિમાનો આવો પ્રભાવશાળી ઉત્સવ જઈને નગરજનો આશ્ચર્ય પામ્યા, સર્વત્ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com