________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ : દર્શનકથા ઘણું જ ઊંચું શિખર હતું ને તેના ઉપર સુવર્ણનો કળશ ચમકતો હતો, સૌથી ઊંચે ધર્મધ્વજા ફરકતી હતી. આવું ભવ્ય જિનમંદિર જોઈને મનોવતીના હર્ષનો પાર ન રહ્યો. તેણે કુંવરને કહ્યુંસ્વામી! સુંદર જિનમંદિર તૈયાર થઈ ગયું છે, માટે હવે પ્રતિષ્ઠામાં વિલંબ ન કરો. ઘણા જ ઉલ્લાસથી જિનેન્દ્રભગવાનના પંચકલ્યાણકનો મોટો ઉત્સવ કરાવો ને દેશોદેશના યાત્રિકોને તેડાવો. જૈનધર્મની મહાન પ્રભાવના કરો. ધર્મના આવા ઉત્તમ કાર્યમાં ઢીલ કરવી ઉચિત નથી, માટે આ કાર્ય તુરત કરો.
એ સાંભળીને કુંવર તરત રાજદરબારમાં ગયો, અને કહ્યું-મહારાજ! જિનેન્દ્રદેવનું ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું છે, હવે આપની આજ્ઞાથી તેમાં ભગવાનની પ્રતિષ્ઠાનો ઉત્સવ કરવાની ભાવના છે.
રાજાએ તે સાંભળતાં જ હર્ષથી કહ્યું તમારો વિચાર ઘણો જ ઉત્તમ છે, તમે આનંદથી મોટો ઉત્સવ કરો ને આ રત્નપુરીની શોભા બઢાવો. તેમાં અમારે લાયક જે કાંઈ કાર્ય હોય તે માટે હું હાજર છું. ભગવાનની પ્રતિષ્ઠા માટે રાજ્યના ભંડાર ખુલ્લા છે. ધન્ય આ નગરી, કે જ્યાં મનોવતી જેવા જિનભક્તો વસે છે, ને જ્યાં જિનેન્દ્રભગવાનના પંચકલ્યાણકનો મહોત્સવ થશે.
પ્રતિષ્ઠા-ઉત્સવની તડામાર તૈયારી ચાલવા લાગી. રાજાએ નગરમાં ડાંડી પીટાવીને સમસ્ત પ્રજાને હુકમ કર્યો કે પ્રતિષ્ઠા-ઉત્સવમાં જે કોઈ યાત્રિકો આવે અને તેમને જે કાંઈ વસ્તુની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com