Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 61
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દર્શનકથા : ૫૭ તો પૂજન થતું ને રાત્રે જાગરણ થતું-તેમાં ભક્તિ કરતા, ને તીર્થંકરપ્રભુના પંચકલ્યાણકના અવનવાં દશ્યો થતાં. અધિક વર્ણન કેટલું કરીએ? એના વર્ણનનો પાર આવે તેમ નથી. મહેમાનોનું ને યાત્રિકોનું સન્માન કરીને પટરસ ભોજન જમાડતા. રાત્રે કોઈ જમતું ન હતું. આમ આનંદપૂર્વક સાત દિવસ વીતતાં મહાપૂજન પૂર્ણ થયું ને આઠમા દિવસે જિનેન્દ્રદેવની મહાન રથયાત્રાની તૈયારી થઈ. શણગારેલા હાથી સુવર્ણના રથને ચલાવતા હતા. પ્રતિષ્ઠામાં ઇન્દ્ર-ઇન્દ્રાણીની વિધિ આવતાં રાજકુમારીના મનમાં અભિમાનથી એવો વિચાર આવ્યો કે કુંવર મને જ ઇન્દ્રાણી તરીકે સ્થાપશે, મનોવતીને નહીં સ્થાપે. પંચના કાને આ વાત આવતાં તેમને ચિન્તા થઈ ને તેઓ રાજદરબારમાં આવ્યા. પંચનો આદર કરીને રાજાએ પૂછયું-કહો, તમને કોણે સતાવ્યા કે જેથી દરબારમાં આવવું પડ્યું? ત્યારે સકલ પંચે હાથ જોડીને કહ્યું-મહારાજ! જિનમંદિરની પ્રતિષ્ઠાનો મોટો ઉત્સવ ચાલે છે, તેમાં મનોવતી અને રાજકુમારી એ બેમાંથી કોણ ઇન્દ્રાણી થાય? આપની તે સંબંધમાં શું સલાહુ છે? ત્યારે ન્યાયતંત રાજાએ કહ્યું કે-મનોવતી સુંદરીની દર્શનપ્રતિજ્ઞાના કારણે જ આ મંદિર બન્યું છે, માટે તે જ ઇન્દ્રાણી થાય. આ સાંભળીને પંચના માણસો જિનમંદિરે પહોંચ્યા ને રાજાનો હુકમ કહી સંભળાવ્યો. કુંવર અને મનોવતીએ ઇન્દ્ર-ઇન્દ્રાણી થઈને ઘણા આનંદોલ્લાસથી ભગવાનના પંચકલ્યાણક ઉજવ્યા; ને પ્રતિષ્ઠાવિધિપૂર્વક “ફાગણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86