________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૨૯ ગણકાર્યા વગર બંને પરદેશના પંથે ચાલ્યા જાય છે. ચાર દિવસે તેઓ રત્નપુર પહોંચ્યા.
દર્શનપ્રતિજ્ઞાની કસોટી અને દઢતા ચાર દિવસથી મનોવતીએ કાંઈ ખાધું નથી; અહીં જિનદર્શન ક્યાંથી કરે ને ગજમોતી ક્યાંથી લાવે? આ રીતે જિનેન્દ્રદેવના દર્શનની જે ઉત્તમ પ્રતિજ્ઞા લીધી છે તેનું પાલન મનોવતી દઢતાપૂર્વક ઉત્સાહથી કરે છે; ચાર દિવસ થવા છતાં પતિને તેની ખબર પડવા દીધી નથી. અહીં, એની ધીરજ અને એની દઢતાને ધન્ય છે.
રત્નપુરના બાગમાં આવીને બંને બેઠાં છે, પરંતુ એમની પાસે ધન તો કાંઈ છે નહિ, માત્ર જિનવર-ભગવાનનું નામ જ સહાયરૂપ છે.
ચાર દિવસ થવા છતાં મનોવતીને ખેદ નથી, કંટાળો નથી, હૃદયમાં જિનવરદેવનો મહિમા ચિંતવી-ચિંતવીને તે ધર્મભાવનાને પુષ્ટ કરે છે. એકવાર બગીચામાં મનોવતી પોતાના કેશ સરખા કરતી હુતી ત્યાં તેમાંથી એક ઉત્તમ નંગ નીકળી આવ્યું તે લઈને તેણે પતિને આપતાં કહ્યું : સ્વામી! ઉતાવળમાં ભૂલથી આ નંગ બાકી રહી ગયું; તે લઈને તમે નગરીમાં જાઓ અને વેચીને તુરત ભોજનસામગ્રી લઈ આવો. તે પ્રમાણે બુધસેનકુમાર નંગ વેચી ભોજનસામગ્રી લઈ આવ્યો; મનોવતીએ મિષ્ટ ભોજન તૈયાર કરીને પતિને જમાડ્યો, પણ પોતે ખાધું નહિ. પતિએ તેને જમવાનું કહ્યું,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com