________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ : દર્શનકથા તેને આપી અને તેનું રહસ્ય પણ સમજાવ્યું. કુંવરે રાજદરબારમાં જઈને પ્રથમ એક મોતી રાજાને ભેટ આપ્યું. કાલના મોતીની જોડનું બીજું મોતી મળી ગયું-એમ સમજીને રાજા ઘણો પ્રસન્ન થયો, ને પહેલાંનું મોતી તરત લાવવા ભંડારીને હુકમ કર્યો. ભંડારીએ જઈને ડબામાં જોયું તો મોતી ગૂમ ! અરર ! ભંડારી તો થરથર ધ્રુજવા લાગ્યો કે જરૂર હવે મારા પ્રાણ જશે. રાજા પાસે આવીને કહ્યું: મહારાજ! આજે પણ કોઈ ચોર આવીને તે મોતી ચોરી ગયો છે!
રાજા તો એ સાંભળતાં જ એકદમ ક્રોધિત થઈ ગયો. આટલો સખત ચોકી–પહેરો છતાં મોતી કોણ ચોરી જાય? નક્કી ભંડારીનું જ કામ લાગે છે-એમ સમજી રાજાએ તેનું બધું ધન લૂંટી લઈને શૂળી પર ચડાવી દેવાનો (એટલે કે ફાંસીનો ) હુકમ કર્યો.
ત્યારે કુંવરે કહ્યું–મહારાજ! સાંભળો. આમાં ભંડારીની કાંઈ ભૂલ નથી. હું આપણે આનું રહસ્ય કહું છું. આ બે મોતીમાં એક નર છે, બીજાં માદા છે. આ બંને રત્નો દેવમય છે, તેમનો સ્વભાવ એવો છે કે એકબીજાથી હજારો ગાઉ દૂર હોય તો પણ મધરાતે ઊડીને આ નરરત્ન માદા પાસે પહોંચી જાય. આ કારણે રાજભંડારમાંથી ઊડીને આ રત્ન અમારી પાસેના માદારત્ન પાસે આવી જતું હતું. પરંતુ હવે આ બંને રત્નો આપ સાથે રાખો, જેથી તે આપના ભંડારમાં રહેશે. આટલું કહીને કુંવરે બંને રત્નો રાજાને અર્પણ કર્યા.
દૈવી રત્નોનું આ રહસ્ય જાણીને રાજા ઘણો પ્રસન્ન થયો,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com