________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૩૬ : દર્શનકથા
તે ઝવેરી ધન્ય છે જે આવાં કિંમતી રત્નો લાવે છે!
પછી રાજાએ કુમારને પૂછ્યું-તમે ક્યાં ઊતર્યા છો ? કુંવર કહે–નગર બહાર બગીચામાં રહ્યાં છીએ.
રાજાએ તુરત હુકમ કર્યો કે તમે નગરીમાં આવીને રહો. તેમને માટે એક ખાસ વેલી આપી. કુમારે રાજદરબારમાંથી આવીને બગીચામાં મનોવતીને બધી વાત કરી. આ બાજુ રાજાએ ભંડારીને બોલાવીને કિંમતી રત્ન તેને સોંપ્યું ને બરાબર હોંશિયારીથી સાચવવા કહ્યું. ભંડારીએ તે મોતી સુંદર ડબામાં રાખીને ભંડારમાં મૂકયું ને મજબૂત તાળાં લગાવ્યાં.
પણ...
જ્યાં મધરાત થઈ, ત્યાં તો એ... ને મોતી ડબામાંથી ઊડયું! ને મનોરમા પાસે જે બીજું મોતી હતું તેની સાથે જઈને રહ્યું. સવાર થઈ ત્યાં તો એ મોતી લઈને મનોરમાએ ફરી કુંવરને આપ્યું ને રાજદરબારમાં જઈને ભેટ આપવા કહ્યું. કુંવરજી તો એ મોતી લઈને ફરી રાજદરબારમાં ચાલ્યા; હવે તેને કોઈ રોકનાર ન હતું. રાજા પાસે જઈને મોતી ભેટ આપ્યું પહેલાંના જેવું જ ઉત્તમ મોતી જોઈને રાજા પ્રસન્ન થયો ને કહ્યુંવાહ, મોતીની સુંદર જોડી મળી ગઈ. આમ કહીને, પહેલાંના મોતી સાથે આ મોતી સરખાવવા માટે ભંડારી પાસે તે મોતી મંગાવ્યું. ભંડારીએ ખજાનામાં જઈને જોયું તો મોતી ત્યાં હતું નહિ; અરે, મોતી ગુમ!! ખૂબ સાવચેતીથી ચોકીપહેરા વચ્ચે રાખેલ છતાં મોતી ગૂમ થયું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com