________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૪૩ કામ શોધતાં ફરે છે ને દુઃખથી ધીરજ ગુમાવી રહ્યાં છે. પ૬ કરોડ સોનામહોરના સ્વામીની આવી દશા થઈ ગઈ ! એ દેખીને હે જીવો! તમે લક્ષ્મીનો ગર્વ ન કરો. લક્ષ્મી પામીને પણ જિનદેવની ભક્તિમાં તત્પર રહો.
હેમદત્ત શેઠ વગેરે બધાં ભમતાં ભમતાં ઘણાં દિવસે રત્નપુરમાં આવી પહોંચ્યાં. તેમને જોઈને નગરના એક સજ્જને કહ્યું-આપ કોઈ ઉત્તમ કુળના દેખાવ છો; તમે ભીખ માંગો તે શોભે નહિ. જો તમારાથી મજૂરીનું કામ થઈ શકે તો, આ નગરીમાં રાજાના જમાઈ એક કુમાર મોટું જિનમંદિર બંધાવે છે ને તેમાં હજારો માણસોને કામે લગાડ્યા છે, તે રોજના બે પૈસા આપે છે ને કોઈને ના પાડતા નથી, માટે તમે તે કામમાં લાગી જાઓ.
ત્યારે શેઠે કહ્યું-ભાઈ, અમે તો અજાણ્યાં છીએ. અહીં અમને કોઈ ઓળખતું નથી; માટે તમે અમને એ કામમાં લગાડી દો... એટલી અમને સહાય કરો.
એ સાંભળીને તે સજ્જન એ ચૌદેય માણસોને લઈને કુંવરના દરબારમાં આવ્યો. દરબારમાં કુંવર બેઠો હતો. ગજમોતીના હાર, કુંડળ વગેરે શણગારથી તે શોભતો હતો. તેને હાથ જોડીને સજ્જને કહ્યું-કુંવરજી! મારી પ્રાર્થના સાંભળો : આ ૧૪ પરદેશી માણસો ઉત્તમ કુળનાં છે, તેમને જિનમંદિરના કામમાં રાખો.
એ સાંભળીને કુંવર બુધસેને જ્યાં ઊંચી નજર કરી ત્યાં તો પોતાનાં માતા-પિતા, ભાઈ-ભાભીઓને દેખ્યા; અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com