Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 36
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર : દર્શનકથા જોઈએ-એ પ્રમાણે ઇન્દ્ર કહ્યું. પછી એક દેવને બોલાવીને હરિએ તેને હુકમ કર્યો કે તમે તુરત મધ્યલોકમાં જઈને એને જિનદર્શન કરાવો ને એની પ્રતિજ્ઞા પૂરી કરો. મધ્યલોકમાં જ્યાં તે બિરાજે છે ત્યાં ઉત્તમ જિનમંદિર રચો ને તેમાં રત્નમય જિનબિમ્બ સ્થાપો, તથા તેની પૂજા માટે મનોવતીને ગજમોતી આપો. - ઇન્દ્રની આજ્ઞાઅનુસાર તે દેવ એક ક્ષણનાય વિલંબ વગર રત્નપુરના બગીચામાં આવી પહોંચ્યો. અને જ્યાં મનાવતી બેઠી હતી ત્યાં પૃથ્વી ફાડીને વિક્રિયા વડે એક અત્યંત ભવ્ય જિનાલય રચ્યું અને ઝગમગાટ કરતું રત્નમય જિનબિંબ તેમાં સ્થાપ્યું. અહા ! એ દૈવી શોભાની શી વાત !! બાજુમાં ગજમોતીની ઢગલી શોભતી હતી.-એ પ્રમાણે જિનમંદિરના ઠાઠની રચના કરી, તેના પર એક શિલાનું ઢાંકણ રાખ્યું. મનોવતીનો પગ તે ઢાંકણશિલા સાથે અથડાયો, અને હાથ વડે શિલા દૂર કરી ત્યાં તો તેણે ઝગમગતા દીવા જેવું જિનમંદિર દેખ્યું.... આવું અદ્ભુત જિનમંદિર દેખતાં તેને અપાર આનંદ થયો.. જાણે નવનિધાન આવ્યા હોય! અહા, પુણ્યયોગ એક ક્ષણમાં કેવા પલટો કરી નાખે છે! પૃથ્વીમાં જિનમંદિર દેખતાં જ આશ્ચર્યપૂર્વક તે તેમાં ધસી ગઈ; અંદર જઈને વિચારવા લાગી કે તનશુદ્ધિ માટે પાણી ક્યાં હશે ! ત્યાં તો બાજુમાં સ્વચ્છ પાણીથી ભરેલો કંચનકળશ જોયો. તેના વડે સ્નાન કરી અત્યંત ભક્તિપૂર્વક જિનેન્દ્રભગવાનના દર્શન કરવા ચાલી. આજે તેના ઉમંગનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86