________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩) : દર્શનકથા તો તેને સમજાવી ઉદ્યમ-ધંધા માટે ગામમાં મોકલી દીધો ને પાછળથી પોતાના ભાગની વધેલી રસોઈ યાચકજનોને આપી દીધી; ને બગીચામાં બેઠી બેઠી શાંતિથી જિનેન્દ્રભગવાનનું ચિંતન કરવા લાગી
कहांसु जिनर्शन मिले, कहां गजमोती सार। कैसे भोजन वह करे, धर्मधुरंधर नार।।
અહીં ક્યાં એને જિનદર્શન મળે ને ક્યાંથી ગજમોતી મળે? એના વગર આ ધર્મધુરંધર નારી ભોજન કેમ કરે?
મનોવતી રોજ રોજ પતિને જમાડે છે પણ પોતે ભોજન કરતી નથી. એ રીતે ભોજન વગર બીજા ત્રણ દિવસ વીતી ગયા. ચાર દિવસ રસ્તામાં થયા ને ત્રણ દિવસ અહીં થયા,સાત દિવસથી ભોજન વગર પ્રાણ સુકાવા લાગ્યા પણ એણે પોતાની પ્રતિજ્ઞા ન છોડી. પ્રાણ જાય તો કબૂલ, પણ તે પોતાની ધીરજ છોડતી નથી, પ્રતિજ્ઞા તોડતી નથી, દઢતાથી પ્રતિજ્ઞાનું પાલન કરે છે. અહીં કથાકાર કવિ એને ધન્યવાદ આપતાં કહે છે કે
धन्य जन्म ताको अवतार, धन्य प्रतिज्ञा पालनहार। यह तो कथा यहां ही रही, आगे और सुनो जो भई।। હવે કથા અહીંથી સ્વર્ગલોકમાં જાય છે.
ત્યાં શું બને છે તે જુઓ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com