Book Title: Jain Vartao 06 Author(s): Harilal Jain Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 8
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૪ : દર્શનકથા દેવ ભગવાનને વર્ષીતપનું પારણું આ નગરીમાં જ કરાવ્યું હતું; ૭૦૦ મુનિઓના સંઘની રક્ષા વિષ્ણુકુમારે આ નગરીમાં જ કરી હતી; પાંચ પાંડવ ભગવંતો પણ અહીં જ થયા હતાં. એવી આ પવિત્ર નગરી બાર યોજન વિસ્તારમાં અનેક બાગબગીચાથી શોભી રહી છે. ત્યાં મોટામોટા અનેક મહેલો છે, ને ઉત્તમ શ્રાવકજનો ત્યાં વસી રહ્યા છે. નગરીની મધ્યમાં વિશાળ જિનમંદિર છે અને સોનાનાં કળશથી તેનું શિખર ઝળકી રહ્યું છે. તે હસ્તિનાપુરીમાં યશોધર રાજા રાજ્ય કરે છે; તે ન્યાયવંત છે અને ચારે તરફ તેનો યશ ફેલાઈ રહ્યો છે. તેમના રાજમાં મહારથ નામના એક શેઠ રહે છે, તે જૈનધર્મના મહાન ભક્ત છે અને પુણ્યના ઉદયથી તેમના ઘરે લક્ષ્મીનો પાર નથી. બાવન કરોડ સોનામહો૨થી એનો ભંડાર ભર્યો છે એના મહેલ ૫૨ બાવન ધજા ફરકે છે. તેની સ્ત્રીનું નામ મહાસેના છે, તે પણ શીલવાન અને ગુણવાન છે. તેમને ત્યાં દેવકન્યા જેવી એક દીકરી થઈ, એનું નામ મનોરમા અથવા મનોવતી. મનોરમા રૂપવંતી અને ગુણવંતી છે. તે આઠ વર્ષની થતાં વિદ્વાન પાસે ભણવા લાગી અને થોડા જ વખતમાં અનેક વિધાઓ ભણી લીધી, શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો. એના મુખથી વિદ્યાની ચર્ચા સાંભળીને માતાપિતા આનંદિત થતાં. બીજનાં ચંદ્રની જેમ વધતાં વધતાં મનોરમા સોળ વર્ષની થઈ, ત્યારે તેના વિવાહ માટે માતાપિતાને ચિન્તા થઈ Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 86