Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 16
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨ : દર્શનકથા શેઠજીની આજ્ઞા પ્રમાણે પરિવારમાં બધાએ ભોજન છોડી દીધું, કોઈએ ભોજન ન કર્યું.-એ રીતે ત્રીજો દિવસ પણ વીતી ગયો. આખો પરિવાર એક દિવસ ભોજન વગરનો રહ્યો, છતાં મનોવતીએ ભોજન ન કર્યું, પરિવાર ઉપર મહા સંકટ આવી પડયું. ચોથો દિવસ આવ્યો, ત્યારે મનોવતીના પિતાને આ બાબતમાં ખબર મોકલ્યા. એ ખબર સાંભળતાવેંત જ હસ્તિનાપુરથી શેઠે પોતાના પુત્રને ખબર કાઢવા મોકલ્યો. મનોવતીનો ભાઈ આવી પહોંચતાં જ શેઠ-શેઠાણીએ તેને કહ્યું કે અમારી વાત સાંભળો; તમારા આદર-સત્કારની વિધિ પછી કરશું, પહેલાં તો તમને એક વાત પૂછી લઈએ: તમારી બહેન અહીં આવી ત્યારથી તેણે ભોજન છોડી દીધું છે, ત્રણ દિવસ વીતી ગયા છતાં તેણે ભોજન લીધું નથી, તો તમારી બહેનના હાલ જાણો, અને ભોજન ન કરવાનું કારણ શું છે તે અમને સમજાવો. એ સાંભળીને ભાઈ તરત જ પોતાની બહેન પાસે ગયો અને નમ્રતાપૂર્વક પોતાની બહેનને પૂછવા લાગ્યો–બહેની ! શા માટે તે મૌન લીધું છે? ને શા માટે ભોજન છોડ્યું છે? લગ્નના આવા આનંદમાં આ સંકટ કેમ ઊભું થયું? તે કહે. ત્યારે મનોવતી પોતાના ભાઈને શું કહે છે? -: હરિગીત :सुन्दरी तासों तबै बोली, भ्रात अब सुन लीजिये। जिनदर्शकी मैं ली प्रतिज्ञा , मुनिराज कि साक्षी लिये।। Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86