Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 15
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દર્શનકથા : ૧૧ ધારણ કર્યું. તેણે ભોજન ન કર્યું, તેમ જ પોતાના મનનું રહસ્ય પણ પ્રગટ ન કર્યું. સાસુએ ઘણું કહેવા છતાં મનોવતીએ ભોજન ન કર્યું. ઘણો સમય વીતી જવા છતાં તેણે ભોજન ન કર્યું તેથી સાસુ ત્યાંથી શેઠ પાસે ગઈ અને કહેવા લાગી-હે સ્વામી! આ વહુએ મૌન ધાર્યું છે, તે ભોજન કરતી નથી અને કાંઈ ખુલાસો કરતી નથી, તો આનું કારણ છે? ને હવે શું કરવું? તેનો વિચાર કરો. ત્યારે શેઠ બોલ્યા-એની સાથે કાંઈ હઠ ન કરવી. એ તો ભોળી અણજાણ લડકી છે, ને અહીં સાસરે તે સંકોચાય છે; જ્યારે તેનો સંકોચ મટશે ત્યારે તે જરૂર ભોજન કરશે. આ તરફ મનોવતી તો પોતાના વ્રતમાં દઢ છે, ને હૃદયમાં પંચનમસ્કારમંત્રને જપે છે; અન્નનો ત્યાગ કરીને અંતરમાં જિનવરદેવનું રટણ કરે છે. એક દિવસ એમ ને એમ વીતી ગયો ને બીજો દિવસ આવ્યો. સાસુ ફરીને તેની પાસે આવી ને કહેવા લાગી કે-વહુ, ઊઠો ! અને ભોજન કરો; હવે આ સંકોચ છોડીને બધાની સાથે જમો. ત્યારે મનોવતીએ કાંઈ જવાબ ન આપ્યો, અને બીજો દિવસ પણ એમ ને એમ ભોજન વગર વીતી ગયો. આથી શેઠે વિચાર કરીને બધાને કહ્યું કે આપણે એક ઉપાય કરો.-મનોવતી ભોજન ન કરે તો આપણે સમસ્ત પરિવાર પણ ભોજન છોડી દો, જેથી તરત સાચી વાત જણાઈ જશે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86