________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ : દર્શનકથા આપી. તરત નગરજનોને બોલાવ્યા ને અનેક નારીઓ મંગલગીત ગાવા લાગી, સજ્જનોનું સન્માન કર્યું ને યાચકોને દાન દીધું જિનમંદિરમાં ધામધૂમથી મોટી પૂજા રચાવી અને શુભ મુહૂર્ત કુંવરને તિલક કર્યું. પછી ઘણું ધન વગેરે ભેટ આપીને પુરોહિતજીને વિદાય કર્યા. ત્યાંથી શીધ્ર રવાના થઈને પુરોહિતજી થોડા જ દિવસમાં હસ્તિનાપુર પહોંચ્યા અને શેઠજીને બધો વૃત્તાંત જણાવ્યો. તે સાંભળીને શેઠને ઘણો હર્ષ થયો, અને આ સંબંધની સૌએ પ્રશંસા કરી.
આ રીતે મનોવતીની સગાઈ થઈ. ત્યારપછી કથા આગળ ચાલતાં શું બન્યું? તે હવે કહે છે:
મનોવતીએ જિનદર્શનની પ્રતિજ્ઞા લીધી
જ્યારે મનોવતીએ સગાઈની વાત જાણી અને હવે અલ્પકાળમાં વિવાહ થશે એમ લાગ્યું, ત્યારે એક દિવસ શ્રી જિનધરમુનિરાજનું તે નગરીમાં આગમન થયું. હજારો નગરજનો મુનિરાજનાં દર્શન કરવા ઊમટયા. મનોવતી પણ ભક્તિપૂર્વક મુનિરાજના દર્શન કરવા ગઈ... અહીં, વીતરાગી સંત, મોક્ષના સાધક, સંસારના ત્યાગી, એમનાં દર્શન કરતાં ને એમનો ચૈતન્યરસઝરતો ઉપદેશ સાંભળતાં મનોવતીને અપાર હર્ષ થયો. મુનિરાજે શ્રી અરિહંત દેવનું સ્વરૂપ સમજાવ્યું, તથા હંમેશાં તેમના દર્શન કરવાનો ને શાસ્ત્ર-સ્વાધ્યાયનો ઉપદેશ દીધો. તે સાંભળીને મનોવતીએ ભક્તિપૂર્વક કહ્યું : હે કરુણાનિધિ મુનિરાજ! મારી એક અરજ સાંભળો.... મને કોઈ એવું વ્રત આપો કે જેથી મારો જન્મ સફળ થાય... ને મારી ધાર્મિકભાવનાને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com