________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮ : દર્શનકથા કરવું મુશ્કેલ પડશે. કેમકે અહીં આપણા ઘરે તો ગજમોતીના ઢગલા છે એટલે તું રોજરોજ આનંદથી ભગવાનના દર્શન કર ને ગજમોતીના પૂંજ ચઢાવ, તેમાં કાંઈ હરકત નહિ આવે; પરંતુ
જ્યારે તું સાસરે જઈશ ત્યારે તારી ગજમોતીની પ્રતિજ્ઞા નિભાવવી કઠણ પડશે. ત્યારે પુત્રી બોલી : પિતાજી! પુણ્યોદયથી એ પણ મળી રહેશે. ગમે તેવી મુશ્કેલીમાં પણ લીધેલી પ્રતિજ્ઞા છોડાય નહિ. શ્રી મુનિરાજની સાક્ષીમાં મેં જે દર્શનપ્રતિજ્ઞા લીધી છે તે પ્રતિજ્ઞા પ્રાણ જાય તો પણ હું નહિ છોડું.
अब जो दर्शप्रतिज्ञा लई, श्री मुनिवरकी साक्षी दई। प्राण जाय तो जावे सोय, लई प्रतिज्ञा तजे न कोय।।
-આ પ્રમાણે મનોવતીએ દર્શનપ્રતિજ્ઞા કરી અને તેની સગાઈ પણ થઈ. દર્શનપ્રતિજ્ઞા વડે જિનેન્દ્રભગવાન સાથે લગની લગાડીને ધર્મનું સાચું સગપણ કર્યું ને લૌકિક સગપણ વલ્લભીપુરના કુમાર બુધસેન સાથે થયું.
હવે કુંવર બુધસેન અને મનોવતીના વિવાહની ધામધૂમથી તૈયારી થવા લાગી; તિલકનો દિવસ આવી પહોંચ્યો, ત્યારે વલ્લભીપુરથી વિશાળ જાન સાથે બુધસેને પ્રસ્થાન કર્યું અનેક હાથી, ઘોડા, રથ અસવાર તથા વાજિંત્રો સહિત જાન શોભતી હતી. ચાલતાં ચાલતાં થોડા દિવસોમાં તે જાન હસ્તિનાપુરી આવી પહોંચી, અને ત્યાં બગીચામાં ડેરા-તંબુ નાંખ્યા, ડંકાનિશાન વાગવા માંડ્યા, ને ધજાઓ ફરકી રહી. મહારથ શેઠ અને સમસ્ત નગરજનોએ ધામધૂમથી ઘણી આગતા-સ્વાગતા કરી, પસ ભોજન જમાડયાં. જાન દરવાજે આવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com