Book Title: Jain Vartao 03 Author(s): Harilal Jain Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૩ તે સગર ચક્રવર્તીને અત્યંત પુણ્યવાન સાઈઠહજાર પુત્રો હતા; તેઓ બધા ઉત્તમ ધર્મસંસ્કારી હતા. સગર રાજાને તે પુત્રો ઉપર ઘણો સ્નેહ હતો. તેનો મિત્ર (મણિકેતુદેવ) હજી સ્વર્ગમાં જ હતો. એકવાર કોઈ મુનિરાજને કેવળજ્ઞાન થયું ને મોટો ઉત્સવ થયો; કેટલાય દેવો તે ઉત્સવમાં આવ્યા તેમાં મણિકતુ નામનો દેવ-કે જે સગર ચક્રવર્તી નો મિત્ર હતો-તે પણ આવ્યો. કેવળીભગવાનની વાણી સાંભળ્યા પછી તેને એ જાણવાની ઇચ્છા થઈ કે મારો મિત્ર ક્યાં છે? ઇચ્છા થતાં જ પોતાના અવધિજ્ઞાનથી તેણે જાણી લીધું કે તે જીવ પુણ્યને લીધે અયોધ્યામાં સગર ચક્રવર્તી થયો છે. - હવે તે દેવને પૂર્વની પ્રતિજ્ઞા યાદ આવી, અને પોતાના મિત્રને પ્રતિબોધ પમાડવા માટે તે અયોધ્યા આવ્યો. ત્યાં આવીને સગરચક્રવર્તીને કહ્યું: હે મિત્ર! તને યાદ છે? –આપણે બન્ને સ્વર્ગમાં સાથે હતા, અને એકબીજા સાથે નક્કી કરેલું કે આપણામાંથી જે પૃથ્વી પર પહેલો અવતરે તેને અહીં સ્વર્ગમાં રહેલો બીજો સાથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 85