Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
શ્રી વડેદરા રાજ્ય સં દી. પ્ર. નિબંધ રદ કરાવવા નીમાયેલી કમીટી તરફથી નામદાર દીવાન સાહેબને મળવા ગયેલ ડેપ્યુટેશને ન્યાયમંત્રી સાહેબને
આપેલી અરજી. ( તા. ૧૭–૯–૩૧)
શ્રીમંત સરકારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ
સેના ખાસખેલ સમશેર બહાદુર છે, સીએસ. આઈ. છ સી. આઈ. ઈ. ફરજદે ખાસ-ઇ. દૌલતે-ઈગ્લિશીયાની હજુરમાં.
વડાદરા, નેક નામદાર સાહેબ,
જત અમે આપ નામદારના રાજ્યના વિવિધ ગામના તથા બીજા રાજ્યના જૈન પ્રતિનિધિ આપને નિવેદન કરીએ છીએ કે–તા. ૩૦-૭-૧૯૩૧ ની શ્રીમંત સરકારની આજ્ઞાપત્રિકામાં સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ અગત્યના નિબંધ ઉપર જાહેર જનતાને સુચનાઓ મેકલવા બે માસને ટુંક સમય આપવામાં આવ્યો છે. આ સંબંધમાં અમારે આપને વિનંતિ કરવાની કે –
વર્તમાન જૈન સાધુસંસ્થા અમારા છેલ્લા તીર્થંકર પ્રભુશ્રી મહાવીર દેવના સમયથી, એટલે સાડીવીસે વરસથી અવિચ્છિન પરંપરાએ ચાલતી આવી છે. આજ લગીમાં હજારો સગીરાએ દીક્ષા લઈને આ પવિત્ર સંસ્થામાં પ્રવેશ કર્યો છે, અને તેમને બે ભાગ મહારને સમાન નીવડયો છે.
આ સંસ્થાએ પ્રાચીન કાળથી આજ સુધીમાં માનવજીવનના વિકાસમાં, જગતભરમાં સુલેહશાંતિ સ્થાપવામાં, જગતને અનિતિના માર્ગે જતું બચાવી. નીતિના માર્ગે વાળવામાં અદિતિય કિંમતિ ફાળો આપ્યો છે. આપણા ભારત દેશમાં તે ભારતિય સંસ્કૃતિની સર્વોપયોગીતા, સર્વશ્રેષ્ટતા, ભારતિય જીવનમાં ધર્મનાં ઉંચા સંસ્કાર, અને અદ્વિતીય સાહિત્ય સર્જન, આ ત્યાગી સંસ્થાને જ આભારી છે. પરદેશી હુમલાઓ, મુસલમાનોનું ધર્મઝનુન, અને છેલ્લા એક હજાર વરસથી પરદેશી રાજ અમલ હોવા છતાં, આર્ય સંસ્કૃતિનું અસ્તિત્વ, પ્રાચીન સાહિત્યનું રક્ષણ, અને આર્ય ધર્મોની સલામતી, આ સંસ્થાને જ આભારી છે. મહારાજા ચંદ્રગુપ્ત, પ્રિયદર્શી અશક, મહારાજા
પ્રતિ, મહારાજા કનિષ્ક, મહારાજા હર્ષવર્ધન, મહારાજા કુમારપાળ, અને છત્રપતિ શિવાજી મહારાજના વ્યક્તિત્વને વિકસાવી, તેમને ઈતિહાસમાં
For Private and Personal Use Only