________________
સંવત ૧૬૩૮ ના આશે વદ ૬ ના રોજ રચાયેલા શાલિભદ્રના રાસની એક જૂની હસ્ત લિખિત પ્રત મારા હાથમાં આવતાં પહેલી તથા છેલ્લી ટાળ નમુના તરિકે આપું છું, તેમાં વપરાયેલા જે શબ્દો આ જે સમજવા જરા મુશ્કેલ પડે તેવા જણાયા તે નીચે ફૂટનોટમાં સમજાવાને મેં યથામતિ યત્ન કર્યો છે. લખાણ સઘળું સળગ લીટીબધ જૂની ઢબ પ્રમાણેનું હોવા છતાં આજની રીતે લખી મોકલ્યું છે, જો કે તેમ કરતાં છતાં શબ્દોની જોડણમા મે જરાપણ ફેરફાર કર્યો નથી, ' '
આજથી આશરે અઢી હજાર વર્ષપર મગધ દેશમાં રાજગૃહી નગરીમાં શ્રેણિક નામનો રાજા રાજ કરતા હતા. તે વખતે તે નગરીમાં અત્યંત સમૃધિવત શાલિભદ્ર નામે શેઠ વસતો હતો. તેના આગલા જન્મથી માંડીને ઠેઠ તે દીક્ષા લઈ સાધુવ્રત પાળી સ્વર્ગે ગયા ત્યાં સુધીનું વર્ણન આ રાસમાં આપવામાં આવ્યું છે.
જે પ્રત મને મળી છે તે ઉતાર્યાની મિતિ સંવત ૧૭૯૨ ના ભાદરવા વદ ૧૦ની છે એમ તેના છેલ્લા પૃષ્ઠની છેલ્લી લીટીઓ ઉપરથી જણાય છે.
જાની ગુજરાતી. સાસન નાયક સમરિયાં, વદ્ધમાન જિનચ દ;
અલિય વિઘન દૂરઈ કેહરઈ આપઈ પરમાણુ દ. સહુકે જિનવર સારિખા, પણિ તીરથધણું વિશેષ;
પરણી જઈ તઈ ૧૯ગાયઈ, લેક નીતિ “સ પષ. . ૨ દાન સીલ તપ ભાવના, શિવપુર ૧૨મારિગ ૧ચાર;
સરિખા છઈ મૃત પિણ ઈહાં, દાન 'ઉતણુઉ અધિકાર. ૩ - યતિવર્ગ પાસે જૂની ગુજરાતીનાં ઘણું લખાણ મળી આવે છે. પર તુ તે તેઓ પ્રગટ કરતા નથી તેમ બીજાને આપતા પણ નથી. જૂનું પડીમાત્રાનું લખાણ એકદમ સરળતાથી વાંચી પણ શકાતું નથી તથાપિ ભાષાશાસ્ત્રીઓને એ લખાણ ઉપયોગી થાય એવા હેતુથી કેટલાંક પાનાં ઉતારી લીધાં છે. મગધ દેશમાં આશરે અઢી હજાર વર્ષ પર થઈ ગયેલા જૈન સાધુ શાલિભદ્ર મુનિની હકીકત આ કવિતારૂપ લઘુ ગ્રંથ.(રાસ)માં છે. ૧ સમરીએ ૨ દોષ ૩ રે ૪ હરે ૫ આપે ૬ પણ ૭ તીર્થનાયક એટલે શાસનનાયક શ્રી મહાવીર જીનેશ્વર. ૮-૯-૧૦ જે પરણે તેને ગાઈએ ૧૧ સંપેખ–જુઓ. ૧૨ મોક્ષનગર ૧૩ માર્ગ ૧૪ ચાર ૧૫ છે તે પણ ૧૬તો.