________________
મા તેમના સંબંધે મહાન વિશેષણો આપેલ છે. આ અપ્રગટ છે તે પ્રગટ થવાની બહુ જરૂર છે.
૨ ગુજરાતી આગમસદ્ધાર (આગમસાર)–રો સંવત ૧૭૭૬ ફાગણ શુદ ૩ ભોમવાર અને તે દુર્ગાદાસ માટે મોટાકોટામાં ચોમાસું રહીને કર્યો. અને શ્રીમદ્ ઉમાસ્વાતિકૃત તત્વાર્થાધિગમ સૂત્રના અનુપમ સંક્ષિપ્ત સારઉપસંહારરૂપે સહાયરૂપે છે, અને તેમાં ઉત્તમ રીતે જૈન દર્શનને સાર સ્પષ્ટતાપૂર્વક સમજી શકાય છે. આ ગ્રંથ ગદ્યાત્મક છે. | મુનિની પંચભાવના–મૃતભાવના, તપભાવના, એકતત્વભાવના, અને સત્વભાવના એ પાંચ મુનિની ભાવના ઢાળ અને દુહારૂપે પદ્યમાં સુરમણીય રીતે રીતે પ્રતિપાદિત કરી છે. આ પણ ઉક્ત ગ્રંથમાં સામેલ છે. આ જેસલમેરમાં વર્ધમાન શેઠના આગ્રહથી બનાવેલ છે અને બ્રહકલ્પસૂત્રમાંથી યોજેલ છે.
અધ્યાત્મગીતા–આમાં અધ્યાત્મ શું છે, આત્માનું શું છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય વગેરે ઉત્તમ રીતે વિવેચન કર્યું છે. આ ઉક્ત મુકામાં અર્થ સાથે જોડેલ છે આને લી બડી ગામમાં રચેલ છે.
અષ્ટપ્રવચન માતાની સક્ઝા--પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળી આઠને સિદ્ધાંતની માતા કહેલ છે, અને તે દરેક મુનિએ શુદ્ધ રીતે પાલવાની છે, આનું સ્વરૂપ ઘણું ધાર્મિક અને રહસ્યભૂત વચનમાં સઝાયામાં સમાવેલું છે અર્થસહિત રા. મનસુખલાલ હરિલાલ કૃત “નવપૂજાદિ સંગ્રહમાં પ્રગટ થયેલ છે. આ નવાનગરમાં રચાયેલ છે.
પ્રભંજનાની સઝાય–આમાં પહેલાં રૂપક આપી વસુદેવ હુંડી, નામના અતિ પ્રાચીન જૈન ગ્રંથને આધારે મુનિની ગુણભાવના ભાવી છે. રચના લીંબડીમાં કરી છે. આ પણ ઉક્ત “નવપૂજાદિ સંગ્રહમાં અર્થ વગરની પ્રકટ થયેલ છે.
વર્તમાન ચોવીસી–શ્રી ઋષભાદિ વર્તમાન વીશ તીર્થકોમાંના દરેક ઉપર એક એક સ્તવન એમ ચાવીશ સ્તવન છે. આનો બાળાવધ