________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ.
૮.
આદર દીધા અતિ ઘણે, મહારાજા છે, ખાંત કરીને ખાસ કે, શ્રી મહારાજ હે. ભૂપતિ પૂછે ભાવશું, મહારાજા છે, કહોને રહે કુણ દેશ કે, શ્રી મહારાજા હે;
તિલગ દેશ તિલકાપુરી મહારાજા છે, [ જ્યાં ] કાળતણે નહિ લેશ કે, શ્રી મહારાજા છે.
શ્રી સિંહરથ રાજા ત્યહાં ભલો, મહારાજા છે, રત્નાવલિ પટનાર કે, શ્રી મહારાજા હે; શીલે સુદર શોભતી, મહારાજા છે, રતિ આણે અવતાર કે, શ્રી મહારાજા હે ફખ સરેવર હસલો, મહારાજા છે, પુત્ર અનોપમ એક કે, શ્રી મહારાજા છે, ગજ વશ હે દેસુહણે, મહારાજા છે, વરિય વિનય વિવેક કે, શ્રી મહારાજા હે. રતિ મણના સાર, મહારાજા છે, સા કમ કુબેર કે, શ્રી મહારાજા છે, બુદ્ધિએ સુરગુરૂ સમે. મહારાજા છે, કીધા વેરી જેર ક, શ્રી મહારાજા છે. વિમળ કમળ દો લોચનાં, મહારાજા છે, સાચો જગમાં સિહ કે, શ્રી મહારાજા છે, તિલક એક ત્રિભુવન તણે, મહારાજા છે, વાળી જગમા લીહ કે, શ્રી મહારાજા હે. અવર કડુ શુ નરપતિ ' મહારાજા છે, મૂર્તિ મોહનગાર કે, શ્રી મહારાજા છે, નેમ કહે વ્યવહારિયા, મહારાજા છે, કરે સાતમી ઢાલે વિચાર કે, શ્રી મહારાજા હે.
દેહરા, આ પહેલા મુનિવરે, ચરમ શરીરી એહ, નિપુણ કળા ન્યાયી ભલે, પુણ્યતણું જે રેહ.
૧૪.