________________
પણ શ્રીમદ્દ દેવચંદ્ર સ્વપજ્ઞ રચેલ છે એમ કહેવાય છે. આ સ્વર્ગસ્થ શેઠ ભીમશી માણેકે છપાવેલ છે, તેમાં નય, નિક્ષેપ આદિ અનેક સૂક્ષ્મ બાબતે દરેક સ્તવનમાં બતાવેલ છે, તેથી તવના ગ્રાહક દરેક જૈને તે વાંચવાની સાથે બહુ મનન કરવા યોગ્ય છે.
અતીત જિન સ્તવન વીશી—આ વીશ સ્તવને પણ તત્વના રહસ્યથી પૂર્ણ છે. આને વિશેષ સ્પષ્ટતાથી મનન કરી શકાય. તેને માટે તેના અર્થ કરી રા. મનસુખલાલ હરિલાલે પિતાના “સુમતિ પ્રકાશ” નામના હમણુંજ બહાર પાડવાના ગ્રંથમાં પ્રકટ કરેલ છે.
વીશ વિહમાન જિન સ્તવન – શ્રી સીમંધર આદિ મહાવિદેહાદિ ક્ષેત્રમાં વિચરતા વીશજિન ભગવાનપર વીશ સ્તવન કરેલ છે, આ પણ અર્થ સાથે ઉક્ત ગ્રંથમાં બહાર પડવાના છે.
ધ્યાનમાળા–આમાં ધ્યાનને વિષય તેના પ્રકાર સાથે સારી રીતે ચર્ચા છે.
સ્નાત્ર પૂજા–આ પૂજા પ્રચલિત છે, અને પ્રભુનું સ્નાત્ર કરવામાં જે ઉચ્ચભાવના પ્રકટ થવી જોઈએ તે દ્રવ્ય અને ભાવથી આમાં જણાવેલ છે.
નવપદ પૂજા –આ પૂજા હમણાં જે સ્વરૂપમાં છે તેવું સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં તેમાં ત્રણની કૃતિઓનું સંમિલન છે. ૧ શ્રીમદ્ યશે વિજય છ ૨. શ્રી જ્ઞાન વિમલસૂરિ ૩, શ્રી દેવચંદ્રજી પ્રથમના બે સમકાલીન હતા એ નિર્વિવાદ છે, શ્રી દેવચંદ્રજી તે વખતે હતા કે નહિ તે તેમનું ચરિત્ર ચોગ્ય ઉપલબ્ધ થતું ન હોવાથી કહી શકાતું નથી.
છુટક સ્તવન સજઝાય–ધણું હશે પણ હાલમાં ત્રણ ઉપલબ્ધ છે, ૧ શ્રી વિરપ્રભુનું દિવાલીનું સ્તવન તેમાં વીરવિરહ બહુ કરૂણાદ્ધ રીતે વર્ણવેલ છે. ૨ “ સમકિત નવિ લહ્યું—એ સજઝાય છે તેમાં પ્રથમ સમકિત અને પછી ક્રિયા એમ પ્રતિપાદન કરેલ છે. ૩ “આજતે લાહો લીજીએ, કાલ કોણે રે દીઠી નામની વૈરાગ્યોત્પાદક સજઝાય છે.
આવી રીતે જે કૃતિઓ ઉપલબ્ધ થઈ શકી છે તે અહીં ખારૂપે નેધેલ છે, બીજું જે કંઈ હેય તે તે તુરત પ્રકટ થવાની જરૂર છે,