________________
૪૦
ફરવા લાગી છે. વાસ્તવિક રીતે જોતાં, આનંદઘનજી મહારાજે ક્રિયાને નિધ કર્યો જ નથી, પરંતુ સૂત્રાનુસાર ક્રિયા સાધવાને ઉપદેશ આપે છે. શ્રી અનંતનાથની સ્તવના ૬ ઠા પદમાં કહ્યું છે કે,
પાપ નહીં કેઈ ઉસૂત્ર ભાષણ સે;
ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો, સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે,
તેહનું શુદ્ધ ચરિત્ર પરીખે. - ધાર જેમ નિજસ્વરૂપ અર્થે ક્રિયા કરવામાં આવે તે અધ્યાત્મ ગ્રહણ કરવાયોગ્ય છે તેમજ જે ક્રિયા કરતાં અધ્યાત્મ પ્રાપ્ત ન થાય તે ક્રિયા પણ નથી.
નિજ સ્વરૂપ જે કિરિયા સાથે,
તેહ અધ્યાત્મ લહિયે રે, જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાત્મ કહિયે રે
શ્રી' શ્રેયાંસ ' વળી, ક્રિયા સ્થાપકવચન શ્રી સુવિધિનાથના સ્તવનમાં આ પ્રમાણે કહેલ છે –
સુવિધિ જિસેસર પાય નમીને,
શુભ કરણી એમ કીજે રે, અતિ ઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઉઠી પૂછ જે રે.
સુવિધિ સુવિધિજિનનુ આખુ સ્તવન પૂજાની વિધિથી ભરેલું છે એ વાંચવાથી જણાય તેમ છે કે, તેઓએ પૂજા આદિ વિધિઓનું અખંડ પ્રતિપાદન કર્યું છે; અને જે પૂજાદિ વિધિઓનુ જેણે પ્રતિપાદન કર્યું હોય તે તપશ્ચર્યાદિ ઉત્તમ સાધનોને નિષેધ કેમ કરે ? મને આશ્ચર્ય થાય છે કે, આવા મહા
ત્મા પ્રત્યે લેકે કેમ એવો આક્ષેપ કરવા નીકળેલા કે, તેઓ ક્રિયાના નિષેધક હતા. આમાં આશ્ચર્ય પામવા જેવું જેકે કાંઈ નથી, જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ નથી થઈ ત્યાં સુધી જીવો એમજ માની બેસે છે. આપણી નજરોનજરને તાજેજ દાખલ છે. શ્રીમાન રાજચંદ્ર, કે જેઓએ ક્રિયાદિ સાધનનું આ પ્રમાણે
નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નેય, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાં સેય,
--શ્રી આત્મસિદ્ધિશા.