________________
જુદા જુદા વિચારે ધરાવનારા હોય, એટલે સુધી હોય કે એક ઉતર દિશાના છેડે જનાર હોય અને બીજે દક્ષિણ દિશાને છેડે જનાર હોય; જ્યારે ખાનગી જીવનમાં તેજ બે વ્યક્તિઓ પરિચયીઓ તરીકે જ નહીં પણ ખાસ મિત્રો તરીકે રહી શકે છે આવું શિક્ષણ આપણુલોકને વિષે હજુ સુધી નથી
એટલે જાહેર વિચારેના સંબંધમાં જૂદાં પડવાનું થતાં અંગત પરિચય અને - મિત્રતા હોય તે તેને નાશ થાય છે, એટલુજ નહીં પણ કેટલીક વખતે વિપરીતતા ઉભી થાય છે.
આમ હું જાણું છું. આ માટે મારી સમાજનો અનુભવ છે, છતાં મારી સમાજ જાહેર વિચારે ભિન્ન ભિન્ન દિશાના હોય છતાં અંગત સબંધમાં મિત્રો તરીકે રહી શકાય એવુ શીખે તેટલા માટે આ સ્થળે મે ઉપલા પરિશ્રમના સંબંધમાં મારા વિચારે નિખાલસ દીલે બતાવ્યા છે.
આ સ્થળે મારે “આન દઘન બહોતેરી” ના સબંધમાં જરાક વિશેષ કહેવું છે. મુનિશ્રી બુદ્ધિસાગરજીએ બહોતેરીના શબ્દાર્થ અને ભાવાર્થ લખવાને બદલે જે માત્ર અંગ્રેજી કવિઓના કાવ્યપર જેમ ટુક નો ( Notes ) લખાય છે તેમ લખી હેત તો આનંદઘનજી મહારાજની બહોતેરી જે અધ્યાત્મરસથી રસબસે છે તે અખંડ રહેત મેં સાંભળ્યું છે કે, ભાઈ મોતીચંદ ગીકાપડયા, સોલીસીટર બહેતરીના અર્થ લખે છે. તેઓ કેવા આકારે અર્થ લખે છે તે હું જાણુને નથી, પણ જો તેઓ કોઈ પ્રકારના અર્થ ભરવાના પરિશ્રમમાં પડ્યા હોય તો તેઓને હું ભલામણ કરું છું કે, તેવા પરિશ્રમમાં ન પડતાં માત્ર ટુંક ને (Notes) લખવાનું કરવું જે અર્થ ભરવામાં આવશે તો તે અદ્ભુત કૃતિની ખાસ ખુબી (special beauty) જે અધ્યાત્મરસ છે તે હેળી નાંખવા જેવું થશે છેવટે, એટલુજ કહુ છુ કે, પાંચ વર્ષોમાં આનંદઘનજી મહારાજના સબંધમાં જે કાંઈ લખાય છે તેની અંદર આનંદઘનજી મહારાજનું સ્વત્વ (personality) જણાવનારૂ ખાસ નૂતન તત્વ તો મને જોવામાં આવ્યું નથી. માગશર સુદ ૨, ૧૯૭૦ .
મર ૨૦ મે,