________________
૩૯
શબ્દથી જ્ઞાન કહેવાને ઉદ્દેશ છે. જગત ધર્મ માની એકાંત જડક્રિયા જ્ઞાનવિના કરતાં જોઈ આ વચનો કહ્યાં છે. સ્તવનાવલિ અને “બહોતેરી”ના અવલોકન પરથી જણાશે કે, મહારાજ સાહેબે ક્રિયાજડત્વને માટે જગત્ જીવોની ઘણી દયા ખાધી છે; અને જ્ઞાન માટે આવશ્યકતા ગાઈ છે
કેટલીક વખત એવું બને છે કે, બે યુગપદ ઉપકારક વાત હોય છે; તેમાં એક વાત ઉપર ઘણો જ ઓછો લક્ષ્ય થઈ ગયો હોય છે, અને બીજી વાત ઉપર ઘણાજ વિશેષ ભાર મૂકાઈ ગયો હોય છે. હવે આ બંને વાત જે યુગપદ ન હોય, તે સમતોલપણુ જતુ રહી આવશ્યક કળ થતુ નથી આવા પ્રસંગે જ્ઞાની પુરૂષે જે વાત ઘણી ગાણુ થઈ ગઈ હોય છે તેના ઉ. પર ઘણે ભાર મૂકે છે અને જેના ઉપર વિશેષ ભાર મૂકાઈ ગયો હોય છે તેના સંબંધમાં કાંઈક નરમાશ લાવવા જેવું કરે છે, જ્ઞાની પુરૂષની આ પ્રવૃત્તિને ઉદેશ લેકસમૂહ જઈ શકતો નથી, એટલે ગાણ થયેલ વાત પર ભાર મૂકવાને હેતુ ન સમજતાં એમ માની બેસે છે કે, પ્રતિપાદક પુરૂપ એકાંત તે વસ્તુને જ ઉપદેશ કરે છે, અને જે વાત માટે નરમાશ લાવવા જ્ઞાની પુરૂપ ઉપદેશ દે છે. તે વાતનો નિષેધ કરે છે એમ સમજે છે જ્ઞાન અને ક્રિયા એ બન્ને યુગપદ જેવી રિતિ ધરાવતાં પદાર્થો છે જ્ઞાન હોય, અને ક્રિયા ન હોય તો જ્ઞાન શુકપણામાં પડયું રહે છે, અને જો ક્રિયા હોય અને જ્ઞાન ન હોય તો શુષ્કક્રિયા અથવા ક્રિયાજડત્વ આવે છે. આ કારણોથી બન્ને સાથે જોઈએ આનંદઘનજી મહારાજના સમયમાં જ્ઞાનમાર્ગ પ્રત્યે, ઉપર જોઈ ગયા તેમ ઉપેક્ષા થઈ ગયેલી એટલે તેઓએ જ્ઞાનમાર્ગ ઉપર બહુ ભાર દઈ ઉપદેશ કર્યો, અને ક્રિયાકાંડ જ્ઞાનરહિતતાએ હદબહાર થતે જોઈ તેને નરમાશ આપવા માટે મહારાજ સાહેબે વિચારો દર્શાવ્યા આનુ પરિણામ એ આવ્યું કે, ક્રિયાજડ થઈ ગયેલા જીવોએ એમ માની લીધું કે, આનંદઘનજી મહારાજ ક્રિયાને ઉથાપે છે; અને એકલા જ્ઞાનને સ્થાપે છે આવી માનતાના કારણે તેઓને અધ્યાત્મી' કહી ગાળો ભાંડતાં, અને આજ કારણે તેઓને “ભ ગડભૂતા” એવું નહીં ઈચ્છવા યોગ્ય વિશેષણ પણ આપેલુ. આ સૈકાના પ્રથમ ભાગ સુધી ક્રિયાજડત્વનું પ્રબળ વધારે ચાલેલુ, એટલે ત્યાંસુધી આન દઘનજી મહારાજના સંબંધમાં આવી ભૂલ ભરેલી માનીનતા ચાલી આવેલી છેલ્લા બે દશકા થયાંજ, અર્થત શ્રીમાન રાજચંદ્રના સમય પછી લેકેની તે માનીનતા