________________
ક્ષાએ તે દશાના પ્રમાણમાં અનુભવ સમેત હતું. શ્રી જૈનદર્શનનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ જ્ઞાન હતું એ તે સ્વાભાવિક છે; પરંતુ ષદર્શનનું તેઓનું જ્ઞાન તેટલું જ સામર્થ્યવાન હોવું જોઈએ તેમ હતું. એકવીસમી સ્તવના શ્રીનમિજિનની છે. આ સ્તવના કરતાં પદર્શન પ્રત્યે સમદષ્ટિ રાખતાં તેઓએ સાંખ્યાદિ દર્શનેને જે સાર ગાઈ બતાવ્યો છે તે, તેઓના પડદર્શનના સહ્મજ્ઞાનની ઝાંખી કરાવે છે.
ઉપર કહી જવામાં આવ્યું છે કે, ઉપાધ્યાયજી મહારાજે શાસનજાગૃતિ કરવા અર્થ આનંદઘનજી મહારાજને વિનંતિ કરી હતી. શાસન જાગૃતિ કરૂ વામાં એકલી આધ્યાત્મિક દશા બસ થતી નથી, પરંતુ પર્દર્શનનું સમર્થ જ્ઞાન પણ આવશ્યક છે. ઉપાધ્યાયજી મહાપંડિત તરીકે સત્તરમા શતકથી તે આજ સુધીમાં ગણાય છે, અને કેટલાક તેઓને સત્તરમા શતકના હેમ ચંદ્રાચાર્યની ઉપમા આપે છે. આવા ઉપાધ્યાયજી જેવા સમર્થ પુરૂષે જ્યારે મહારાજ સાહેબને શાસન જાગૃતિ માટે અરજ કરી હશે ત્યારે તેઓ કરયાં પાંડિત્યના સંબંધમાં આનંદઘનજી મહારાજ કેટલા વિશેષ પ્રબળ હશે એ સહેજે સમજી શકાય તેમ છે, શાસન જાગૃતિ એકલાં જનદર્શનના જ્ઞાનથી થતી નથી, પરંતુ પર્દર્શનનું પણ સંપૂર્ણ જ્ઞાન હોય છે ત્યારે થાય છે. શ્રીમાન રાજચંદ્ર પિતાના “આત્મસિદ્ધિ ગ્રંથમાં સગુરૂના લક્ષણે બતાવતાં કહ્યું છે કે,
આત્મજ્ઞાન, સમદશિતા, વિચરે ઉદય પ્રવેગ,
અપૂર્વ વાણી, પરમકૃત, સશુરૂ લક્ષણગ્ય. અથડ–આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે; એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે, તથા શત્રુ, મિત્ર, હર્ષ, શેક, નમસ્કાર તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મના ઉદયને લીધે જેમની વિચારવા આદિ ક્રિયા છે, અજ્ઞાની કરતાં જેની વાણું પ્રત્યક્ષ નદી પડે છે; અને પદ્દર્શનના તાત્પયને જાણે છે, તે સદ્ગુરૂનાં ઉત્તમ લક્ષણે છે.
અન્ય વિદ્વાનોની સાક્ષીને આપવા કરતાં સ્તવનાવલિની કૃતિનો જ સંપૂર્ણ અભ્યાસ તેઓના જ્ઞાન સામર્થ્યનો ખ્યાલ આપશે. જે આ કૃતિને અભ્યાસ થશે તો તેને બેવડે લાભ થશે. એક મહારાજ સાહેબના જ્ઞાન સામર્થને ખ્યાલ આવશે, અને બીજું અભ્યાસીની દશા જાગૃત થશે.