________________
૧૬ “
યશોવિજયજી મહારાજનો બહુ ભક્તિભાવ થયેલે અને આ કારણથી એમ પણ બન્યું હોય કે, જ્યારે કાશી તરફ સમાગમ થયેલો ત્યારે ઉપાધ્યાયછને આ બહેતરી ગ્રંથ પ્રાપ્ત થ હોય, અને ત્યાંથી ગુજરાતમાં આવ્યા હોય. આ ગ્રંથ ક્યાં લખાયો અથવા કયાંથી કયાં આવ્યો, એ, સબ ધીનું આ અનુમાન ઘણુજ પામર છે.
આ રીતે મેં શ્રી આન દઘનના સંબંધમાં અનેક અનુમાન કર્યા. આ સઘળાં અનુમાનોમાં વિશેષ દઢ અનુમાન મારૂ એ છે કે, તેઓએ કાઠિયાવાડના પ્રદેરમાં વિશેષ સ્થિરતા કરી હોવી જોઈએ; અને તે કારણે તેઓને એ પ્રદેશ વિશેષ પરિચયવાળો હોવો જોઈએ. અનુમાન એ એવી ચીજ છે કે જે નિર્ણય ન કહી શકાય. અનુમાન સત્ય રૂપ તો કદાચું નીકળી આવે; બાકી અસત્ય રૂ૫ તો ઘણીવાર નીકળે છે. “ ભાષાવિવેકશાસ્ત્ર ' દ્વારાએ કેટલી માહીતિ, પાશ્ચાત્ય વિદ્વાનો મેળવે છે એ હજુ હિદમાં અને ખાસ કરી જનસમાજમાં બહુ ઓછું જાણવામાં છે. ભાષાવિવેકશાસ્ત્ર દ્વારા કેટલી વખત બહુ મોટો શોધખોળ થઈ શકે છે. મહાન દેશભક્ત શ્રીયુત બાળગ ગાધર તીલકે, વેદને ઘણે જૂનો સમય છે એવો નિર્ણય કરી વિદ્વાન પાસે તેનો સ્વીકાર કરાવ્યો તે આ ભાષાવિવેકશાસ્ત્રને આભારી છે બંધની જૈન શાખા નથી એવું પ્રતિપાદન પ્રોફેસર હર્મન જેબીએ કર્યું, અને તે આપણને પ્રિય થઈ પડયુ તે પણ કેટલેક અંશે આ ભાષાવિવેકશાસ્ત્રને આભારી છે. કદાચ કોઈ અનુભવી આન દઘનજી મહારાજના સંબંધમાં ઐતિહાસિક હકીકત જાણતા હોય, અને તેની સરખામણીએ મારા ઉપરનાં અનુમાનો અસત્ય નીકળે, તે મારા પ્રત્યે આક્ષેપ નહીં કરતાં મારા પ્રયત્નને જોઈ ક્ષમા આપશે. તેમજ હુ પણ એટલું કરવાને બધાઉ છું કે, જે કોઈ અનુભવી શ્રી આન દઘનજીના સ બ ધમાં ઐતિહાસિક હકીકત બહાર મૂકશે, અથવા મારાં અનુમાન કરતાં બીજુ વધારે દઢ અનુમાન બાધી દેખાડશે, તે હુ ઉપકાર સમેત સ્વીકારી લઈશ. મારે આ પ્રસંગે જણાવવું જોઈએ કે શ્રી આન દઘનના સબંધમાં ઐતિહાસિક હકીકત મે. ળવવા માટે જાહેર વર્તમાનપત્રારાએ માંગણી કરી હતી; પણ કોઈ પણ તરફથી કઈ પણ ઐતિહાસિક હકીકત મને પૂરી પાડવામાં આવી નહોતી. એકાદ સ્થળેથી દતકથા જેવી હકીક્ત આવી હતી, પરંતુ તે બહાર મૂકતાં કરિપત લાગે તેવી હોવાથી મેં મૂકી નથી.