________________
આ સ્થળે લક્ષ્યમાં રહેવું જોઈએ કે, ઉપાધ્યાયજી શ્રી યશોવિજથજી મહારાજના પ્રતિમા સંબંધીના પુરૂષાર્થને ઉતારી પાડવાનો હેતુ રાખ્યો નથી. યશોવિજયજી મહારાજના સમયમાં નિષેધકને નિષેધ કરવાની શલી ઉપકારનું કારણ હોય ને તે કારણે તેઓએ તે શિલીનું અનુકરણ કર્યું હોય એ સંભવિત છે. દેશકાળને અનુકૂળ વિચાર બતાવવાની શૈલી હોય છે. તેઓશ્રીના સમયમાં તે શેલી અનુકૂળ નહી હોય એમ આપણે શી રીતે કહી શકીએ ?
સતરમા શતકની જૈન સમાજની ધર્મસંબધી સ્થિતિ,
આનંદઘન સંબંધમાં હમણાં સુધી અંગિત વિચાર કર્યા. અર્થાત આનંદઘનજીના જ્ઞાન સામર્થ્ય, દશા આદિ સંબધમાં અત્યાર સુધી કહેવાયું હવે તેઓના લેખ ઉપરથી સત્તરમા શતકની જૈન સમાજની ધર્મ સબંધી સ્થિતિ પરથી જે પ્રકારાશ પડવાયેગ્ય છે તે સંબધે ડુંક લખીએ.
આનંદથનસ્તવનાવલિ જેમાં પ્રથમ આટલી વાત ધ્યાનમાં તરત આવી જાય છે સત્તરમા શતકમાં જૈનધર્મની અદર ગચ્છભેદના કલેશો ઘણું ચાલ્યા કરતા હોવા જોઈએ. એ ગચ્છભેદના કલેશને મૂળ જળસીંચન સાધુવર્ગ તરફથી મળતું હોવું જોઈએ. સાધુવર્ગની સ્થિતિ અવન્નતિના માર્ગભણું હોવી જોઈએ ઉત્તમ ગુઓનું અદ્ભુત્વ હોવું જોઈએ. જ્ઞાનમાર્ગ ભૂલાઈ જવાથી ક્રિયાજડત્વ સમાજને વિષે બહુ વર્તતુ હોવું જોઈએ. આત્મજ્ઞાન ભણીને લક્ષ્યાર્થ રહ્યા હોવો ન જોઈએ. એકાંત વ્યવહાર માર્ગ ભણી સમાજની વૃત્તિ દેરાયેલી હોવી જોઈએ. નિશ્ચય માર્ગ તરફ કદષ્ટિ ઉદાસીન હોવી જોઈએ. સામાન્યતઃ આ પ્રકારની સ્થિતિ સતરમાં સતકની હતી એમ જોઈ શકાય છે. આ પ્રત્યેક અભિપ્રાયની વૃદ્ધિ અર્થે હું આનંદઘનનાં વચને મૂકીશ. “
પ્રથમ, ગચ્છભેદના કલેશ વિષે. અનંતનાથ ભગવાનની સ્તવનામાં ત્રીજા પદમાં કહ્યું છે કે,, . ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં,
'તેવી વાત કરતાં ન લાજે; ઉદર મરહૂદિ નિજકાજ કરતાં થકાં, મેહ, નડિયા કળિકાળ રાજે