________________
આપણું ખાસ ધ્યાન ખેચનારી છે.– . “શ્રી આન દઘનજી મહારાજની અનુમોદના કરનારા તે વખતમાં કેટલાક બીજા સાધુમુનિરાજે પણ હતા, અને કેટલીક દંતકથાને આધારે શ્રીમદ્દ યશોવિજયજી અને નવિજયજી મહારાજ આન દઘનજીના સમકાલીન થયા છે, કે જેમના જેટલી વિદ્વતા અને ક્રિયાપરાયણપણું તેમજ , આત્મલક્ષ હાલ તે જોવામાં આવતાં નથી તેવા વખતમાં પણ આ મહા
માને કહેવું પડયું છે કે, શાસ્ત્ર પ્રમાણે જોતાં શ્રી શાંતિનાથ ભગવાનની સ્તવિનામાં કહ્યું છે તેવા આગમધર સમકતી અને જેમની સંવરરૂપ ક્રિયા છે ઇત્યાદિ ગુણે વાળા ગુરૂ મને જણાતા નથી.”
ભાઈ માણેકલાલના આ વચનો બહુ કાળજીપૂર્વક લખાએલાં છે. તેઓના હૃદયમાં જે વાત હોવાનો સંભવ છે તે વાત તેઓએ જો કે કહી છે; પણ તે એવી સ્પષ્ટતાપૂર્વક કહી નથી કે, જેથી એકાએક તેનો ખ્યાલ આવી જાય, અને તેઓએ તેમ સ કારણ કર્યું જણાય છે ભાઈ માણેકલાલને કહેવાને હેતુ હુ જે બરાબર સમજી શકતો હોઉં, તે મને લાગે છે કે, તેઓ એમ કહેવા માંગે છે કે, ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીમહારાજ અને નિયવિજયજી મહારાજને વિષે પણ જે આશયમાં આનંદઘનજી મહારાજે જિનાગમમાં સુગુરૂની દશા જોઈ છે તે પ્રકારની દશામાં કોઈ અશે ન્યન રહેલા આનંદઘનજી મહારાજની દૃષ્ટિમાં આવેલા હોવા જોઈએ, કેમકે નહી તે તેઓ (આન દઘનજી) “મુગુરૂ તથાવિધ ન મિલે રે” એવા ભારવિાળા શબ્દો બેલત નહીં
- આ જાતનો અભિપ્રાય, ભાઈ માણેકલાલના વચનો પરથી મારે થાય છે. જે ભાઈ માણેકલાલને કહેવાનો અભિપ્રાય એ હેાય, તે મને લાગે છે કે, તેઓએ તે સ્પષ્ટ ભાષામાં નથી બતાવ્યો તેનો હેતુ એમ જણાય છે કે, ઉપાવ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજનુ જૈનસમાજમાં એટલું બધું વાસ્તવિક માહામ્ય છે કે, જે તેઓ (શ્રી યશોવિજયજી) ના સબંધમાં કિ ચિત માત્ર તીવ્રપણે બેલાય, તે સમાજ સહન કરી શકે નહી , આ કારણે ભાઈ માણેકલાલે ભાપારના કાળજીવાળી કરી જણાય છે તે ગમે તેમ છે, પરંતુ એટલું તો લાગે છે કે, ભાઈ માણેકલાલના વિચારેપરથી જેમ કંઈક અસ્પષ્ટપણે જણાય છે તેમ, આવા પ્રકારની આશંકા, આનંદઘનજી મહારાજે