________________
ભાઈ માણેકલાલ ઘેલાભાઈએ આ પદને પરમાર્થ નીચે પ્રમાણે ભર્યો છે –
એક તરફ મત અથવા વચ્ચને મમત્વ, અને બીજી તરફ નિર્મળ આત્મત્વની વાત કરવી એ બનતું નથી. જ્યાં મતને મમત્વ હેાય ત્યા આત્મત્વનું જાણપણુ હોતુ નથી, છતાં સમુદાય અથવા તપાલકાદિ ગચ્છના ભેદમાં ગુંથાયેલા એવા તેઓ તત્ત્વની વાત કરતાં શરમાતાં નથી.
વૃક્ષના મૂળમાં અગ્નિ બળતો છતાં વૃક્ષ લીલું રહે તે સભવિત નથી; તેમ મમત્વ અને તત્ત્વની વાત તેને વિસ વાદ છે એટલે મમ-વીઓ યથાર્થ તત્વ જાણે, અને કહે તે ઉપર કહેલા વૃક્ષના દષ્ટાંત જેવું છે.
આ ગચ્છ અને પ્રતિભેદમાં ગુંથાએલા મમત્વીઓ શું કરે છે ? અને તેમની એવી સ્થિતિ કેમ છે ? તે કહે છે.
આવા મમત્વીઓને કળીકાળરૂપી રાજાએ, અથવા કળિકાળના રાજમાં મોહરાજાએ નડતર કરી છે, અર્થાત મોહરાજએ તેઓને પિતાના તાબામાં લીધેલા છે; અને તેથી કપાયપૂર્વક તેમની કરણી હોય છે, અને તેથી તેઓ ઉદરપોષણ વિગેરે કામ કરે છે, અને પરમાર્થથી વેગળા છે. સામાન્ય મનુષ્યોને મોહે કેાઈને કેડ સુધી તો કોઈને ગરદન સુધી રહેલા છે; એટલે સામાન્ય મનુષ્યમાં કપાય જે કે ઓછી જોવામાં આવે છે, પણ આ વધારી મતવાદિઓને તે મેહરાજાએ પગથી તે માથા સુધી ગ્રહણ
* માઇ માણેકલાલ ઘેલાભાઈ ઝવેરીએ આનંદઘનચાવીશી (સ્તવનાવલિ) ના અર્ધ લખી છપાવી રાખ્યા છે; પરંતુ તે હજુ બહાર પાડેલ નથી. તેઓએ છપાવેલા સ્વાનુભવ દર્પણ” ના સંબંધમાં એક લેખકના હક ઉપર ત્રાપ મારનાર પગલું શ્રી,વેતામ્બર જૈન પરિષદની અમદાવાદની બેઠક વેળાએ લેવાનું કરેલું જોઈ તેઓને આ ચોવીશી' ને અર્થે બહાર પાડતાં તેઓના વજને અટકાવે છે. મારા અભિપ્રાય પ્રમાણે ભાઈ માણેકલાલે આ અર્થ સારા ભર્યા છે કેટલેક સ્થળે ખરી વાત કહેતાં તીણતા વાપરવી પડી હોય તેથીસમુદાય કલેશ કરશે એ ભય રાખી ભાઈ માણેકલાલ આ અર્થ બહાર ન પડે એ વાત એક લેખકની નૈતિક હિમ્મતને પાત્ર ન ગણાય. બહાર નહીં પાડેલા એવા એક ગ્રંથ અથવા તેમાંના કેઈ પ્રસંગ ઉપર વિવેચન કરવાનો અન્યને હક ન હોવા છતા મેં આ ચરિત્રમાં અનેક સ્થળે તેમ કર્યું છે તે માટે ભાઈ માણેકલાલ પાસે ક્ષમાની યાયન; છે